આવતી કાલથી પૅરિસમાં શરૂ થનારી ૧૨૩૦ કિલોમીટરની સાઇક્લિંગ ઇવેન્ટમાં ભાગ લેશે મુંબઈના આ ચાર ગુજરાતી યુવાનો

૯૦ કલાકમાં ૧૨૩૦ કિલોમીટરનું અંતર સાઇકલ પર પાર કરવાની એક અનોખી ઇવેન્ટ દર ચાર વર્ષે ફ્રાન્સના પૅરિસમાં યોજાય છે.આ વર્ષે યોજાનારી પૅરિસ-બ્રેસ્ટ-પૅરિસ નામની આ સાઇકલ મૅરથૉનમાં ભારતમાંથી કુલ પંચાવન લોકો ભાગ લેવા માટે ક્વૉલિફાય થયા છે. એમાંથી મુંબઈમાંથી ભાગ લેનારા કુલ આઠ લોકોમાંથી ચાર ગુજરાતી છે : કિરણ રાવરિયા, દીપ ઉદેશી, રાકેશ પટેલ અને મુકુંદ ઠક્કર. પૅરિસ માટે નીકળતાં પહેલાં કિરણ રાવરિયાએ આ વિશે વધુ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ સાઇક્લિંગ-રનમાં ભાગ લેવા માટે એક સ્પેશ્યલ ક્વૉલિફિકેશનની જરૂર પડતી હોય છે. ૨૦૦, ૩૦૦, ૪૦૦ અને ૬૦૦ કિલોમીટરની સાઇક્લિંગ-રન તમે પાર કરી હોય તો જ તમે આ ઇવેન્ટમાં ભાગ લઈ શકો છો. પ્રોફેશનલ સાઇક્લિસ્ટ માટે પણ જીવનમાં એક વાર આ સાઇક્લિંગ ઇવેન્ટ પાર કરવી એ સપનું હોય છે. વિશ્વભરમાંથી કુલ ૬૦૦૦ પાર્ટિસિપન્ટ્સ આ સ્પર્ધામાં ભાગ લેવા પૅરિસ ઊમટે છે. દેશભરમાંથી પંચાવન લોકો આમાં ભાગ લેવાના છે. એમાં આઠ જણ મુંબઈના છે. આ ઇવેન્ટની બીજી ખાસિયત એ છે કે આ ઇવેન્ટમાં જીતનારી વ્યક્તિને કોઈ મોટું ઇનામ નથી મળવાનું, કોઈ પૈસા નથી મળવાના; પરંતુ સ્પર્ધક પોતાનો ઍન્ડuોરન્સ પાવર ચકાસવા માટે આ સ્પર્ધામાં ભાગ લે છે. જાત માટેની આ ચૅલેન્જ છે. આ સ્પર્ધા પાર કરનારી વ્યક્તિની સહનશક્તિને માપવામાં આવે છે.’

ગયા વર્ષે ૧૫ ભારતીયોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. એમાંથી માત્ર બે જ જણ એ પૂરી કરી શક્યા હતા. કુલ સ્પર્ધકમાંથી સરેરાશ ૩૦ ટકા સ્પર્ધકો આ સ્પર્ધા પૂરી કરી શકતા નથી. ૧૬ ઑગસ્ટથી ચાર દિવસ સુધી ચાલનારી આ સાઇક્લિંગ ઇવેન્ટમાં ભાગ લેવા માટે જનારા સ્પર્ધકે આવવા-જવાના ખર્ચથી લઈને, એમાં નામ નોંધાવવાની ફી અને ત્યાં રહેવા તથા ખાવાની વ્યવસ્થા ગણીને લગભગ દોઢ લાખ રૂપિયાની આસપાસ ખર્ચ કરવો પડે છે.

૨૬ વર્ષના કિરણે પોતાના પ્રોફેશનલ બૅકગ્રાઉન્ડ વિશે જણાવતાં કહ્યું હતું કે ‘હું કાંદિવલીમાં રહું છું અને બૅન્કમાં કામ કરું છુ. ૩૫ વર્ષનો દીપ ઉદેશી અમારા ચારેયમાં મોટો છે અને તેનો સાઇક્લિંગનો અનુભવ પણ અમારાથી વધારે છે. તેનો પોતાનો બિઝનેસ છે. ૨૮ વર્ષનો મુલુંડમાં રહેતો મુકુંદ ઠક્કર પોતાનો સાઇક્લિંગ સ્ટુડિયો ચલાવે છે અને ૩૨ વર્ષનો વિરારમાં રહેતો રાકેશ પટેલ બૅન્કમાં જૉબ કરે છે. આમ અમારા ચારેય માટે સાઇક્લિંગ માત્ર પૅશન છે. અમે અઠવાડિયામાં ત્રણ દિવસ ૩૦થી ૪૦ કિલોમીટર સાઇકલ ચલાવીને પ્રૅક્ટિસ કરતા હતા. પ્રૉપર ડાયટ પણ ફૉલો કરીએ છીએ. ઇવેન્ટ નજીકમાં હોય ત્યારે વધુ હાર્ડ પ્રૅક્ટિસ ન કરવી જોઈએ એવું એક્સપર્ટ્સ કહેતા હોય છે જેથી બૉડીને ઓવર-સ્ટ્રેઇન ન પહોંચે. ત્યાંની ઠંડી ક્લાઇમેટ, વેજિટેરિયન હોવાને કારણે ફૂડમાં પડી શકનારી તકલીફો અને આટલું લાંબું ડિસ્ટન્સ એમ બધા પ્રકારના અપેક્ષિત પડકારોને પાર કરવા માટે અમે અમુક સ્ટ્રૅટેજી બનાવી છે. બસ, એમાં ઈશ્વર સાથ આપે તો નિશ્ચિત સાઇક્લિંગ મૅરથૉનને પૂરી કરીને બતાવીશું.’

- રુચિતા શાહ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK