આ સજ્જન ડોમ્બિવલીના કચ્છી સમાજને અંતિમક્રિયાની સામગ્રી વિનામૂલ્ય આપે છે

ડોમ્બિવલીના મૂળ કચ્છ-રાયણના ૫૯ વર્ષના ખુશાલ ગડા અને તેમની ટીમ માનવતા ગ્રુપના બૅનર હેઠળ કચ્છી વીસા ઓસવાળ સમાજ અને કચ્છી દશા ઓસવાળ સમાજના લોકોને અંતિમક્રિયાની સામગ્રી અને ઍમ્બ્યુલન્સ (શબવાહિની) વિનામૂલ્ય આપે છે.

khushal


આ પ્રવૃત્તિ પાછળનો તેમનો મુખ્ય ઉદ્દેશ ચક્ષુદાન, ત્વચાદાન અને દેહદાન માટે લોકોને પ્રેરણા આપવાનો છે. એને પરિણામે અત્યારસુધીમાં તેઓ પાંચ નેત્રદાન, પાંચ ત્વચાદાન અને એક દેહદાન કરાવવામાં સફળ રહ્યા છે. આની સાથે તેઓ ‘ખારી માની’ (જમવાની)ની સગવડ પણ કરી આપે છે.

મુમ્બ્રામાં ૪૦ વર્ષથી લેડીઝ ટેલરિંગ અને ડ્રેસ-મટીરિયલનો વ્યવસાય કરતા ખુશાલ ગડા ૧૦ વર્ષ પહેલાં તેમના એક પરિચિતના મૃત્યુની સામગ્રી લેવા ડોમ્બિવલીમાં નીકળ્યા હતા, પણ એ દિવસે સોમવાર હોવાથી તેમને એક જગ્યાએથી બધી સામગ્રી નહોતી મળી. એ જ દિવસે તેમણે નિર્ણય કરી લીધો હતો કે મારા સમાજના લોકોને એક જ જગ્યાએથી અંતિમક્રિયાની બધી સામગ્રી મળે એવી મારે શરૂઆત કરવી છે. બસ એ નિર્ણયને અમલમાં મૂકીને ખુશાલ ગડાએ તેમના ઘરમાં જ અંતિમક્રિયાની સામગ્રીનો સ્ટૉક કરવાનું શરૂ કર્યું.

એ વખતે તો ખુશાલ ગડા સામગ્રી ‘નો પ્રૉફિટ નો લૉસ’ના હિસાબે સમાજના લોકોને આપતા હતા; પણ સમય જતાં તેમની સાથે જિજ્ઞેશ સાવલા, બિપિન નાગડા, ભાવેશ દરડા, રૉબિન છેડા, વિજય છેડા, રમેશ વિકમાણી, વિનોદ નાગડા, દિલીપ નાગડા, મનીષ છેડા અને તિલક મહેશ્વરી જેવા સમાજના લોકો તન, મન અને ધનથી જોડાયા હતા. એને પગલે આ સામગ્રી રાખવા માટે એક રૂમ લેવામાં આવી અને સમાજને એ સામગ્રી વિનામૂલ્ય આપવાની શરૂઆત કરવામાં આવી અને એનો લાભ દર મહિને ૧૦થી ૧૫ પરિવારો લે છે. આ ગ્રુપ દ્વારા લોખંડની બેલ્ટવાળી નનામી અને સ્ટીલની દોણી બનાવડાવાઈ છે જેનો લાંબા સમય સુધી ઉપયોગ થઈ શકે.

ફક્ત ચાર ચોપડી ભણેલા ખુશાલભાઈ તેમની પ્રવૃત્તિઓની વાત કરતાં કહે છે, ‘સમાજ પ્રત્યેનું •ણ ચૂકવવા માટે અમે સમાજસેવાનો માર્ગ અપનાવ્યો. પહેલાં અંતિમક્રિયાની સામગ્રી ઉપલબ્ધ કરાવી અને ત્યાર પછી અમે લાલબાગના તરુણ મિત્ર મંડળ સાથે રક્તદાન અભિયાનમાં પણ જોડાયા.’

અત્યાર સુધીમાં તરુણ મિત્ર મંડળે ૮૪ રક્તદાન શિબિરો કરી છે જેમાંથી ડોમ્બિવલી સેન્ટરે ૧૦ શિબિરો કરી હતી અને એમાં ૩૫૦૦થી વધુ બૉટલો બ્લડ જમા કરવામાં આવ્યું હતું. ખુશાલ ગડા અને તેમની ટીમ માનવતા ચૅરિટેબલ ટ્રસ્ટ, ડોમ્બિવલી દ્વારા ૨૦ વર્ષથી રાહતના દરે અને ગુજરાતી મીડિયમની સ્કૂલના વિદ્યાર્થીઓને મફત નોટબુકો આપે છે. નાતજાતના ભેદભાવ વગર મોતીબિંદુનાં ઑપરેશન અને કૅન્સર નિદાન શિબિર પણ યોજે છે.

ગુઢીપાડવાના દિવસે ડોમ્બિવલીમાં નીકળતી સ્વાગતયાત્રામાં આ ગ્રુપ દ્વારા ૧૦,૦૦૦થી વધુ ગ્લાસ છાશનું વિતરણ પણ કરવામાં આવે છે.

- રોહિત પરીખ / ખુશાલ નાગડા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK