હિમાચલ પ્રદેશમાં આવેલું ૧૯,૫૦૦ ફુટ ઊંચું હનુમાન ટિબ્બા શિખર સર કરીને જ આવીશું

આ નિર્ધાર સાથે મુંબઈથી જનારા ૭ જુવાનિયાઓએ રિટર્ન ટિકિટ જ નથી કઢાવી


hanuman timba

આજનો મોટા ભાગનો યુવા વર્ગ ફ્રેન્ડ્સ, ફેસબુક, ફિલ્મ, ફાસ્ટ ફૂડ અને ફૅશન વચ્ચે ફસાયેલો છે ત્યારે મુંબઈના પાંચ કચ્છી યુવાનો અને તેમના બે મિત્રો ૧૪ જુલાઈએ હિમાચલ પ્રદેશના મનાલી રીજનમાં આવેલું એવું શિખર સર કરવાના છે જ્યાં પહોંચવાનું સપનું અનેક પર્વતારોહકો જુએ છે. યસ, હજી મૂછનો દોરો માંડ-માંડ ફૂટ્યો છે એવા ૨૦થી ૨૪ વર્ષર્ના આ સાતેય યુવાનો પીર પંંજાલ માઉન્ટન રેન્જનો હાઇએસ્ટ પીક ચડવાના છે.

પાંચ જુલાઈએ મુંબઈથી પ્રયાણ કરનારા આ ટ્રેકર્સે‍ આમ તો અનેક ટ્રેક્સ કર્યા છે અને માઉન્ટેનિયરિંગની બેઝિક અને ઍડ્વાન્સ ટ્રેઇનિંગ પણ લીધી છે, પણ હનુમાન ટિબ્બા ક્લાઇમ્બ કરવું મોટું સાહસ છે એનું કારણ આપતાં મુલુંડમાં રહેતો અને ઑટોમોબાઇલ એન્જિનિયરિંગના લાસ્ટ યરમાં ભણતો ૨૩ વર્ષનો કેવલ કક્કા ‘મિડ-ડે’ને કહે છે, ‘હનુમાન ટિબ્બા પિરામિડ આકારનો જાયન્ટ માઉન્ટન છે. ખડકાળ સીધું ચઢાણ અને બારમાસી બરફની અનેક ગ્લૅસિયર ધરાવતો આ પર્વત હિમાલયની ધૌલાધાર અને પીર પંજાલ પર્વતમાળાને જોડે છે. એ કલાઇમ્બ કરવો જેટલો દુર્ગમ છે એટલું જ અહીં સુધી પહોંચવું પણ દુષ્કર છે. આ શિખર સોલાંગ નાલાના બ્યાસ કુંડ રીજનમાં આવેલો છે અને અહીં સુધી પહોંચવા કમસે કમ ત્રણ દિવસનું ટ્રેકિંગ કરવાનું રહે છે.’ 

BSc (IT) કરીને ફૅમિલી બિઝનેસમાં જોડાયેલો અને હિન્દમાતા-દાદરમાં રહેતો બાવીસ વર્ષનો શશાંક શાહ તેમના કૅમ્પ વિશેની માહિતી આપતાં કહે છે, ‘અમે સોલાંગ વૅલીથી બ્યાસ કુંડ તરફ ચાલીશું અને ત્યાંથી ૩૦થી ૬૫ ડિગ્રીનું બરફમાં સીધું ચઢાણ કરી અમે ટેન્ટુ પાસ ક્લાઇમ્બ કરીશું અને ત્યાં અમારો પહેલો કૅમ્પ હશે. બીજો કૅમ્પ પાંચથી છ કલાકના સ્નો-ક્લાઇમ્બિંગ બાદ રાવ ગ્લૅસિયર પાસે રહેશે અને ત્યાંથી જ અમારે શિખર ક્લાઇમ્બ કરવાનું રહેશે.’

હવે બીજી વાત કરતાં પહેલાં એ જાણીએ કે ટેન્ટુ પાસનું ક્લાઇમ્બિંગ કેવું હોય છે. ટેન્ટુ પાસ એ બે હારમાળાઓની વચ્ચે આવેલો વિસ્તાર છે, જ્યાં હંમેશાં રૉક ફૉલિંગ અને હિમપ્રપાત થતો રહેતો હોય છે. જનરલી પર્વતમાળામાં હંમેશાં ક્યાંક ને ક્યાંક સતત મૂવમેન્ટ થતી રહેતી હોય છે; જેનાથી પર્વત પરથી ખડકો, પથ્થરો, શિલાઓ પડતી જ રહેતી હોય છે. એ જ રીતે જેમ-જેમ સૂરજ માથે ચડતો જાય એમ-એમ બરફ પીગળતો જાય અને પીગળેલા બરફનો મોટો જથ્થો પડવાનો ભય પણ હંમેશાં રહેતો જ હોય છે. વળી સ્નોફૉલ થયો હોય ત્યાર પછી ૨૪ કલાક સુધી પણ એ વિસ્તારમાં ક્લાઇમ્બ નથી કરી શકાતું, કારણ કે બરફની ડેપ્થ અને પ્રમાણ કેટલું હોય એનો અંદાજ નથી લગાવી શકાતો. એથી એ જામીને સખત થવાની રાહ જોવી પડે છે. આવા રીજનમાં ક્લાઇમ્બ કરતી વખતે પર્સનલ સેફ્ટીનાં સાધનો સાથે પર્વતારોહણ વખતે વપરાતાં સાધનો પણ વાપરવાનાં રહે છે. છતાં પણ યુ આર નૉટ સેફ ઍટ ઍની મોમેન્ટ એમ કહેતો બાવીસ વર્ષનો પાર્થ રાંભિયા ઉમેરે છે, ‘પહાડોમાં ગમે ત્યારે મોસમ બદલાય છે અને બધી તૈયારી હોવા છતાં ક્લાઇમેટની સામે બાથ ભીડી શકાતી નથી.’

ભિવંડીમાં ફાર્મસીનો બિઝનેસ કરતા અને મુલુંડમાં રહેતા પાર્થે માઉન્ટેનિયરિંગની કોઈ ટ્રેઇનિંગ નથી લીધી, પણ લીડર તરીકે તેને ટ્રેકિંગનો અઢળક એક્સ્પીરિયન્સ છે. પાર્થ કહે છે, ‘અમે ૧૪ જુલાઈની રાત્રે બે વાગ્યે હનુમાન ટિબ્બા સમિટ ચડવાનું શરૂ કરીશું અને જો સંજોગો પૉઝિટિવ હશે તો ૮થી ૧૦ કલાકમાં ફર્સ્ટ બેઝ કૅમ્પ પર પાછા આવી જઈશું.’

રાત્રે કેમ? એના જવાબમાં દાદરમાં રહેતો અને વિલે પાર્લેની ભગુભાઈ કૉલેજમાંથી કેમિકલ એન્જિનિયરિંગ કરતો ૨૦ વર્ષનો મંથન સાવલા કહે છે, ‘સૂર્યોદય થતાં જ જેમ-જેમ ઉષ્ણતામાન વધે એમ બરફ પીગળવાનો શરૂ થાય અને એ સમિટ-ક્લાઇમ્બિંગ માટે બહુ રિસ્કી બની જાય. અમે ૧૪ જુલાઈની રાત પસંદ કરી છે, કારણ કે એના બે દિવસ પછી પૂનમ છે. એથી ચાંદનીના પ્રકાશનો અમે લાભ લઈશું અને જો ૧૪ જુલાઈએ પૉસિબલ નહીં થાય તો ૧૬ જુલાઈની રાત્રે એ શિખર સર કરીશું.’

ફોટોગ્રાફીમાં નિપુણતા ધરાવનારો મુલુંડનો હર્ષ શિયાળ આ આખા એક્સપિડિશનની ડૉક્યુમેન્ટરી બનાવવાનો છે. BComની લાસ્ટ યરની એક્ઝામ આપનારો હર્ષ કહે છે, ‘અમે પૂરા રિસ્પેક્ટથી માઉન્ટન્સમાં જઈ રહ્યા છીએ અને શાંતિથી ઑથોરિટીની મંજૂરીથી જ સમિટ સર કરીશું. કોઈ દેખાડી દેવાના આશયથી કે જોખમ લઈને અમે કાંઈ કરવા નથી માગતા. એટલું નક્કી છે કે અમે સમિટ ક્લાઇમ્બ કરીને જ આવીશું. એ માટે બે-ચાર-છ દિવસ વધુ રહેવું પડે તો પણ. એટલે જ અમે મુંબઈની રિટર્ન ટિકિટ નથી કઢાવી.’

કાંઈક નોખું-અનોખું કરવાના ધ્યેય સાથે ભેગા થયેલા આ યુવાનોએ બિયૉન્ડ ઍલ્ટિટ્યુડ્સ નામનું ગ્રુપ બનાવ્યું છે, જેમાં તેમણે ૧૮,૦૦૦ ફુટથી વધારે ઊંચાઈ ધરાવતાં શિખરો ચડવાનો નિર્ધાર કર્યો છે. તેમના આ પ્રથમ સાહસમાં પુણેનો ૨૧ વર્ષનો અમોલ કોલ્હાપુરે જોડાયો છે. તેણે પણ પર્વતારોહણની બેઝિક અને ઍડ્વાન્સ્ડ તાલીમ લીધેલી છે. તો હાલમાં પંચગનીમાં રહેતા મૂળ નેપાલના ૨૪ વર્ષના યુવરાજ સારૂને પણ કલાઇમ્બિંગનો સારો અનુભવ છે. માઉન્ટેનિયરિંગ સાધનો, ટેન્ટ, ખાણી-પીણી, ટ્રાન્સપોર્ટેશન માટે આ ટીમને કચ્છી સમાજના કેતન ગડાએ સ્પૉન્સર કરી છે. આમ તો આખી ટીમ સ્વબળે જ પહોંચવાની છે, પણ રૂટ-ગાઇડિંગ માટે અને ટેન્ટ જેવાં અન્ય સાધનો માટે તેઓ પોર્ટરની મદદ લેશે.

હનુમાન ટિબ્બાની સાઉથ-ઈસ્ટ રિજથી ક્લાઇમ્બ કરનારી આ ટીમને વાય ધિસ પ્લેસ એમ પૂછતાં તેઓ જણાવે છે, ‘આ વિસ્તાર બહુ સુંદર છે. અનેક નદીઓનું ઉદ્ગમ અહીંથી છે. વળી હનુમાન ટિબ્બા એ એવો પર્વત છે જેને ફ્રન્ટ ફેસથી તો હજી કોઈ ક્લાઇમ્બ નથી કરી શક્યું. ઍન્ડ વી ફીલ હનુમાન ટિબ્બા ઇઝ કૉલિંગ અસ.’

- અલ્પા નિર્મલ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK