નાની ઉંમર, મોટી સિદ્ધિઓ

આ વર્ષે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઍડ્મિશન મેળવનારા ચાર ભારતીય સ્ટુડન્ટ્સમાં મુંબઈનો ૧૭ વર્ષનો ગુજરાતી ટીનેજર પાર્થ મહેતા પણ છે : તેણે બે રિસર્ચ પેટન્ટ કરાવવા મોકલ્યાં છે : તે કાર્ડ-ટ્રિક્સનો જાદુગર અને મોટિવેશનલ સ્પીકર પણ છે : ભણતર દ્વારા લોકોની તકલીફો નિવારવાનું ધ્યેય

parth mehtaસત્તર વર્ષના એક ગુજરાતી ટીનેજરની કઈ સિદ્ધિને બિરદાવીએ? તે હાર્વર્ડ યુનિવર્સિટીમાં આ વર્ષે પ્રવેશ મેળવનારા ચાર ભારતીય સ્ટુન્ડન્ટ્સમાંનો એક છે માટે કે તેણે પોતાનાં બે રિસર્ચને પેટન્ટ કરાવવા મોકલ્યા છે એ માટે કે તેણે જોઈ ન શકતા લોકો માટે રોબોટિક સ્ટિક બનાવી છે એ માટે કે પછી TED - આંતરરાષ્ટ્રીય સ્તરે ટેક્નૉલૉજી, એન્ટરટેઇનમેન્ટ અને ડિઝાઇનના જિનીયસને જ્યાં એક પ્લૅટફૉર્મ પર ભેગા કરાય છે ત્યાં પોતાનો પર્ફોર્મન્સ આપ્યો એ માટે. એટલું જ નહીં, તે કાર્ડ-ટ્રિક્સનો માસ્ટર જાદુગર છે, તે મોટિવેશનલ સ્પીકર છે, તે પ્રોફેશનલી વૉઇસઓવર આર્ટિસ્ટ છે, ઇન્ટરનૅશનલ લેવલ પર ફર્સ્ટ લેગો લીગમાં તેના ગ્રુપને બેસ્ટ પ્રોજેક્ટનું ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું છે અને નેહરુ સાયન્સ સેન્ટરની ખોજ-૨૦૧૩માં પણ તેણે પહેલા નંબરે અવૉર્ડ મેળવ્યો છે. તે અન્ડર-પ્રિવિલેજ્ડ સ્ટુડન્ટ્સને મૅજિક શીખવવા જાય છે, તે આઠમા ધોરણમાં હતો ત્યારથી તેણે Coolmagics.com નામે પોતાની વેબસાઇટ બનાવી છે. ઓહ... વાંચતાં અને વિચારતાં પણ હાંફી જવાય એટલાં અચીવમેન્ટ્સ પાર્થ મહેતાએ ૧૭ વર્ષની કુમળી વયમાં મેળવ્યાં છે.

હાર્વર્ડમાં એન્ટ્રી હાઉ?

વેલ, પેસ જુનિયર સાયન્સ કૉલેજમાંથી આ વર્ષે ટ્વેલ્થમાં ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શને પાસ થનારા પાર્થના હાર્વર્ડ યુનિવર્સિટીમાંના ઍડ્મિશન વિશે પહેલાં વાત કરીએ. અમેરિકાના વૉશિંગ્ટન શહેરમાં આવેલી આ યુનિવર્સિટી વિશ્વના ધ બેસ્ટ મહાવિદ્યાલયનો દરજ્જો ધરાવે છે. અહીં ફક્ત અને ફક્ત ટૅલન્ટ અને પર્ફોર્મન્સના આધારે જ વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે. ઑલ ઓવર ઇન્ડિયાથી આ વર્ષે ચાર જણ ઍડ્મિશન માટે લાયક ઠર્યા છે તેઓમાંનો પાર્થ એક છે. હાઉ?ના જવાબમાં જુહુમાં રહેતો પાર્થ કહે છે, ‘કોઈ ફોકસ નહોતું કે હાર્વર્ડમાં જવું છે. એટલે ભણવાની આ રીત ફૉલો કરો અને પેલા પ્રોજેક્ટ કરો અને ફલાણી બુક્સ રીફર કરો એવું ક્યારેય ન કર્યું. હા, એવું ચોક્કસ હતું કે વિદેશની બેસ્ટ યુનિવર્સિટીમાં જવું છે. પછી એ સ્ટૅનફર્ડ હોય કે MIT. એ માટે હું મન લગાવીને ભણતો, દરેક સબ્જેક્ટના ડીપમાં જતો. થિયરી ગોખી કાઢવાને બદલે એને વિઝ્યુઅલાઇઝ જોતો તથા સમજતો અને એ રીતે હું સ્ટડી એન્જૉય કરતો. એ જ રીતે પ્રોજેક્ટમાં પણ ફિઝિક્સ અને મૅથ્સ વિષયો મને બહુ આકર્ષતા એટલે એ વિષયોના ઊંડાણમાં જઈ એમાં કાંઈક મારા આઇડિયા ઉમેરી પ્રોજેક્ટ તૈયાર કરતો અને હાર્વર્ડમાં ઍડ્મિશન મળવાનું મુખ્ય કારણ આ જ છે. એમણે મારાં રિસર્ચ જોયાં. ઑનલાઇન ટેસ્ટના જવાબો વાંચ્યા. પર્સનલ ઇન્ટરવ્યુ થયો. ફક્ત ઍકૅડેમિક સ્કોર અને વિદેશી યુનિવર્સિટીની પ્રવેશપરીક્ષાના માર્ક નહીં પણ ઓવરઑલ થિન્કિંગ, પર્સનાલિટી, લીડરશિપ, શોખ અને એક્સ્ટ્રા-કરિક્યુલર ઍક્ટિવિટીનું મૂલ્યાંકન કરીને મારું ઍડ્મિશન થયું.’

એમાંય પાર્થ Pi =3.14 હતો એટલે જનરલી હાર્વર્ડમાં ઍડ્મિશન મળ્યું છે કે નહીં એવું રિઝલ્ટ દરેક પાર્ટિસિપન્ટને પહેલી એપ્રિલે મળે છે, પણ યુનિવર્સિટી વર્સેટાઇલ સ્ટુડન્ટને પહેલી એપ્રિલના ૧૫ દિવસ પહેલાં એટલે કે ૧૪ માર્ચે‍ મેઇલ મોકલીને તેને ઍડ્મિશન આપ્યાની જાણ કરે છે. Pi=3.14 એક ગાણિતિક સંજ્ઞા છે. ૩.૧૪ એટલે ત્રીજા મહિનાની ૧૪મી તારીખ. યુનિવર્સિટી જનરલી રિઝલ્ટના પખવાડિયા પહેલાં તે સ્ટુડન્ટને દાખલો આપ્યાની જાણ કરે છે એનો અર્થ એ થાય છે કે વિદ્યાલય તે સ્ટુડન્ટને વેલકમ કરે છે. માટે સ્ટુન્ડન્ટ Pi=3.14 મેળવે એ ગૌરવની વાત ગણાય છે અને પાર્થ એ કૅટેગરીમાં હતો.

હાર્વર્ડમાં અપ્લાઇડ મૅથેમૅટિક્સ અને એન્જિનિયરિંગ ફિઝિક્સ વિષયો ભણનાર પાર્થ ‘મિડ-ડે’ને કહે છે, ‘મારી મોટિવેશનલ સ્પીચમાં હું સ્ટુડન્ટ્સને આ જ કહું છું. જે વસ્તુ ગમે છે એ કરો અને એના ઊંડાણમાં જાઓ. એમાં તમારી ઇન્ટલેક્ચ્યુઅલ વાઇટાલિટીનો યુઝ કરો અને એમાંથી નવું નિર્માણ કરો. આ કાયમી એક્સરસાઇઝ તમારા CVને સ્ટ્રૉન્ગ કરશે, ચાહે એ ઍડ્મિશન લેવા બાબતે હોય કે જૉબ બાબતે.’

પેટન્ટ એ શું છે?

આપણે ગુજરાતીઓ આ બાબતે થોડા કાચા છીએ. ટેક્નૉલૉજી, મેકૅનિકલ એન્જિનિયરિંગ, ભૌતિકશાસ્ત્ર દરેકના રસનો વિષય નથી પણ પાર્થને પાંચમા-છઠ્ઠા ધોરણથી એમાં રસ. તે યુટ્યુબ પર અવનવાં મશીનો જોતો, ફિઝિક્સના પ્રોજેક્ટ્સ જોતો અને એ કન્સેપ્ટ જોઈ-જોઈને જ તેણે તેની સ્કૂલનો ફર્સ્ટ લેગો લીગનો પ્રોજેક્ટ બનાવ્યો. જુહુની જમનાબાઈ નરસી સ્કૂલમાં ICSE બોર્ડમાં ૧૦ ધોરણ ભણેલો પાર્થ કહે છે, ‘લેગો લીગના પ્રોજેક્ટનો આઇડિયા લઈને મેં એક ડિવાઇસ ડિઝાઇન કર્યું. જેમને ફ્લૅટ ફીટની સમસ્યા હોય છે એટલે કે જેમને પગના તળિયામાં ખાડો નથી હોતો તેમને ચાલવા-દોડવામાં મુશ્કેલી પડે છે. એ માટે અત્યારે સ્પેશ્યલ ઇન-સૉલ મળે છે, પણ એ કાઢ્યા પછી તકલીફ એની એ જ. એટલે મેં ફિઝિક્સ, મેકૅનિઝમ અને રોબોટિક્સને જોડીને એક એવું સાધન બનાવ્યું જે પહેરવાથી પગના ચોક્કસ ભાગમાં દબાણ આવે છે, મસાજ થાય છે અને બે-ત્રણ વર્ષે ત્યાં આપોઆપ આર્ચ ક્રીએટ થાય છે. મારા આ રિસર્ચનું નામ છે ‘કરેક્શન ઑફ નૉન-ઍક્યુટ ફ્લૅટ ફીટ’. એની પેટન્ટ મેં ૨૦૧૨માં કરવા આપી છે. એ જ રીતે ૨૦૧૪માં મેં એફિશિયન્ટ હાર્વેસ્ટિંગ ઑફ સોલર એનર્જી નામે એક પેટન્ટ કરવા આપી છે, જેમાં રણપ્રદેશમાં અતિશય ગરમી અને ડસ્ટ વગેરેથી સોલર પૅનલ એફિશિયન્ટ્લી કામ નથી કરી શકતી ત્યારે એની સ્પેશ્યલ ડિઝાઇન કરી એ આ પ્રદેશમાં પણ ફુલ કાર્યક્ષમતાથી વીજળીનું ઉત્પાદન કરે એવી ક્નિક રિસર્ચ કરી છે.’

પેટન્ટ મેળવવા માટે ચાર વર્ષની રાહ જોવી પડે છે અને તેની આ પેટન્ટના રજિસ્ટ્રેશનની કાર્યવાહી ચાલે છે. પાર્થે આ પેટન્ટ ઇન્ટલેક્ચ્યુઅલ પ્રૉપર્ટીના સેક્શનમાં મોકલી છે જેથી એનું મેકૅનિઝમ કોઈ યુઝ ન કરી શકે. પાર્થ કહે છે, ‘વ્યસ્તતાને  કારણે હું મૅન્યુફૅક્ચરિંગ નથી સંભાળી શકતો એથી મેકૅનિઝમને પેટન્ટ કરાવ્યું છે. એ જ રીતે મેં પહેલાં ડિઝાઇન કરેલી જોઈ ન શકતા લોકો માટે GPS અને સેન્સર્સ ધરાવતી સ્ટિક હવે એક મૅન્યુફૅક્ચરરના સહયોગમાં બનાવવાની શરૂઆત કરી છે જે હવે ટૂંક સમયમાં માર્કેટમાં અવેલેબલ થશે.’

જાદુ-વૉઇસઓવર આર્ટિસ્ટ, ઑન્ટ્રરપ્રનર અને ટેનિસ-પ્લેયર, ઑફ્થૅલ્મોલૉજિસ્ટ હિમાંશુ મહેતાનો દીકરો પાર્થ કહે છે, ‘ગણિત મારો મોસ્ટ ફેવરિટ સબ્જેક્ટ, પણ ટેન્થમાં આવ્યો ત્યારે મને એ બહુ ડ્રાય લાગતો. મેં પહેલાં પ્રખ્યાત મૅજિશ્યન ક્રિસ એન્જલનો વિડિયો યુટ્યુબ પર જોયો હતો. આમ જાદુ પ્રત્યે આકર્ષણ તો હતું જ અને વધુ રસ પડતાં મેં જાદુની ક્નિક શીખી લીધી તથા એમાં ગણિત ઉમેરતો ગયો અને એ રીતે મારી પોતાની ઘણીબધી ટ્રિક્સ ડેવલપ થઈ.’

આ મે મહિનામાં મુંબઈમાં યોજાયેલી TEDX EVENT માં પાર્થે ગંજીફાનાં બાવન પત્તાંમાં ગણિત ઉમેરીને જાદુ કર્યો. એનાથી મિનિમમ ૧૦ વર્ષ મોટા હોય એવા બાર માનનીય સ્પીકર્સ અને ગેસ્ટને ઇન્વૉલ્વ કરી લાઇવ જાદુ બતાવ્યો. બાળપણથી જ સ્ટ્રૉન્ગ અવાજ અને ભરપૂર આત્મવિશ્વાસ ધરાવતો પાર્થ તેના આ ગુણોને કારણે જ વૉઇસઓવર આર્ટિસ્ટ પણ રહી ચૂક્યો છે અને તેને લૉન ટેનિસનો પણ ભરપૂર શોખ છે. ભણવાનું, પ્રોજેક્ટ્સ, એક્ઝામ્સ, રિસર્ચ અને સ્પોર્ટ્સ... હાઉ યુ મૅનેજ? એના જવાબમાં અત્યારે બે મહિના માટે ફાઇનૅન્શ્યિલ ફર્મમાં ટેક્નૉલૉજી ડેવલપમેન્ટ, ઍનૅલિસિસ કરતો પાર્થ કહે છે, ‘હું દિવસને અલગ-અલગ સેગમેન્ટમાં ડિવાઇડ કરતો. HSCનું ભણવાનું, ટૉફેલ વગેરેની તૈયારી; કૉલેજ જવાનું અને ટેનિસ રમવાનું એ મારી કમ્પલ્સરી દિનચર્યા બાદ વધેલા ટાઇમમાં હું એક જ વિષય પર ફોકસ કરતો. પ્રોજેક્ટ કરતો હોઉં તો એમાં, રિસર્ચ ચાલતું હોય તો એમાં, એ જ રીતે જાદુ અને બીજું બધું. હા, ફ્રેન્ડ્સને પણ અઠવાડિયામાં એક-બે વખત મળું અને રાત્રે થોડું સોશ્યલ મીડિયા પણ ખરું.’

જોકે ટાઇમ મૅનેજમેન્ટમાં પાવરધા પાર્થને તેની લિમિટ ખબર હતી એથી તેણે બનાવેલા શેડ્યુલને ક્યારેય સ્ટ્રેચ નહોતો કરતો અને અત્યારે પણ તે ટાઇમ મૅનેજમેન્ટના આ બેઝિક નિયમો બરાબર પાળે છે.

- અલ્પા નિર્માલ

ફૅમિલીમાં મારું ફાઉન્ડેશન છે

અમેરિકાના હ્યુસ્ટનમાં જન્મેલો પાર્થ એક વર્ષનો હતો ત્યારે જ પરિવાર મુંબઈ આવી ગયેલો. તેની મોટી બહેન પણ પપ્પાની જેમ ડૉક્ટર છે અને મમ્મી અમિતાબહેન દરેકનું પીઠબળ. પાર્થ કહે છે, ‘હું  નાનો હતો ત્યારથી મને મારા પેરન્ટ્સ નાની-નાની વસ્તુ શીખવતા; જેમ કે સ્વિચ-ઑફ કરવી, ટૂથપેસ્ટનું ઢાંકણું બરાબર બંધ કરવું. ન કરું કે ન સાંભળું તો ટોકતા પણ ખરા. તેઓ મને હંમેશાં કહેતા કે જે વ્યક્તિ નાની વસ્તુ સારી રીતે કરી શકે તે મોટી વસ્તુ પણ સારી રીતે કરી શકે. બસ, ઘરના આવા વાતાવરણ અને પુશથી એક જીવનમંત્ર બની ગયો કે જે કરો એ સારું કરો, તમારું ૧૦૦ ટકા યોગદાન આપો. સાથે જ એવામાં આગળ વધો જે એન્જૉય કરો છો અને દરેક કાર્યમાં આનંદ લેતાં શીખો. આમ ફૅમિલીએ મારું ફાઉન્ડેશન મજબૂત બનાવ્યું છે અને તેમને કારણે જ હું આ સઘળું મેળવી શક્યો છું.’

સમાજનું ભલું કરવાનું ધ્યેય

અત્યંત સ્પષ્ટ વિચારધારા અને ક્લિયર માઇન્ડસેટ ધરાવતા પાર્થનું ધ્યેય સમાજનું ભલું કરવાનું છે. તે કહે છે, ‘હું ફિઝિક્સ અને એન્જિનિયરિંગ દ્વારા માણસની તકલીફો નિવારવા ચાહું છું. હું જે ભણીશ અને રિસર્ચ કરીશ ત્યારે પણ મારું ફોક્સ આ જ માર્ગે રહેશે.’

અને અત્યાર સુધી પાર્થે તેનું કહેલું કરી બતાવ્યું છે. જોઈ ન શકતા લોકો માટે સેન્સર્સવાળી સ્ટિક, ફ્લૅટ ફીટ માટેનું ડિવાઇસ અને ગણિતને મૅજિકના માધ્યમે ઇન્ટરેસ્ટિંગ બનાવવાની પહેલ તેમ જ અક્ષય ઊર્જાના સુંદર પ્રોજેક્ટ પર કામ કરી પાર્થે કમ્યુનિટી સર્વિસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK