બે માથાળાં પ્રાણીઓનો સંગ્રહ કરવાનો શોખીન

અમેરિકાના લૉસ ઍન્જલસમાં રહેતો ટૉડ રે નામનો માથાફરેલ માણસ એવાં અજીબોગરીબ પ્રાણીઓ કલેક્ટ કરવાનો શોખીન છે જે જોઈને સામાન્ય માણસ છળી મરે. જિનેટિક ખામીને કારણે માથા સાથે જોડાયેલાં હોય એવાં બાવીસ ટ્વિન-પ્રાણીઓનું લાર્જેસ્ટ કલેક્શન ધરાવવાનો આ ભાઈ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પણ ધરાવે છે









જ્યારે એક સ્ત્રીબીજ બે શુક્રાણુઓ દ્વારા ફલિત થાય અને એ વખતે જો કોઈ જિનેટિક ખામી રચાય તો ટ્વિન્સ બાળકોનાં શરીર એકમેકથી પૂરેપૂરાં છૂટાં ન પડે એવું બની શકે છે. જનીનગત ખામીના કિસ્સાઓ જેમ માણસોમાં જોવા મળે છે એટલું જ પ્રાણીઓમાં પણ છે. અમેરિકાના લૉસ ઍન્જલસમાં રહેતા ટૉડ રે નામના ભાઈને આવાં એકમેકના શરીર સાથે જોડાયેલાં પ્રાણીઓ માટે ખૂબ પ્રેમ છે. ટૉડે દેશવિદેશમાંથી આવાં પ્રાણીઓનો સંગ્રહ કર્યો છે. ટૉડનો રસનો વિષય ખાસ કરીને બે માથાળાં પ્રાણીઓ છે. બકરી, ગરોળી, બિલાડી, દેડકાં, સાપ, કાચીંડો, ટર્ટલ જેવાં પ્રાણીઓના કલેક્શન માટે આ ભાઈએ અઢળક રૂપિયા ખચ્ર્યા છે. જ્યાં પણ બે માથાળાં પ્રાણીઓના જન્મ વિશે જાણે કે તરત જ તે એને ખરીદી લેવા તૈયાર થઈ જાય છે. આમ ને આમ તેણે અત્યાર સુધીમાં આવાં બાવીસ ટ્વિન પ્રાણીઓ એકઠાં કરી લીધાં છે. આ પ્રાણીઓની ખરીદી માટે તેણે તોતિંગ રકમ પણ ખર્ચી છે એટલું જ નહીં, આવા પ્રાણીઓની સ્પેશ્યલ સંભાળ માટે પણ તે કોઈ કસર નથી રાખતો. એક અંદાજ મુજબ બે માથાળાં પ્રાણીઓના કલેક્શન માટે ટૉડે લગભગ ૧.૬૨ લાખ ડૉલર એટલે કે આશરે એક કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે. ટૉડે આ તમામ પ્રાણીઓના નામ પાડ્યાં છે. બે માથાં હોવાથી તેણે બે-બે નામ પાડ્યાં છે. દરેક પ્રાણીની વિશિષ્ટ જરૂરિયાત વિશે તે જાતે સમજે છે અને એની એ રીતે કાળજી રાખે છે. ટૉડે જેટલા રૂપિયા આ પ્રાણીઓ પાછળ ખચ્ર્યા છે એના કરતાં વધુ એમનામાંથી કમાઈ પણ લીધા છે. ટૉડની મનોરંજનની ટોળકી દ્વારા થતા સ્ટ્રીટ-શોમાં આ પ્રાણીઓ જબરું આકર્ષણનું કેન્દ્ર બની ગયાં છે.

એક રીતે જોઈએ તો ટૉડે પોતાના આ અંગત શોખને વ્યવસાયમાં તબદીલ કરી દીધો છે. મૂળે મ્યુઝિક-પ્રોડ્યુસર ટૉડે ૨૦૦૨ની સાલમાં પોતાની જૉબ અને કામધંધો છોડીને લોકોના મનોરંજન માટેના ફ્રીક-શો યોજવાનું શરૂ કર્યું હતું. વેનિસ બીચ ફ્રીક-શો નામની મનોરંજનની તેની ટોળકીમાં ટૉડનો આખો પરિવાર સામેલ થઈ ગયો છે. દીકરી મોંમાંથી આગના ગોળા કાઢે છે અને તલવાર ગળવાના સ્ટન્ટ કરી દેખાડે છે. દીકરો અને તેની પત્ની પણ દિલધડક સ્ટન્ટ્સ કરીને લોકોનું મનોરંજન કરવામાં પાછાં પડે એમ નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK