વર્લ્ડ મ્યુઝિક ડે : કર્ણપ્રિય મ્યુઝિકનો જમાનો ફરી આવ્યો

બૉલીવુડના દિગ્ગજ અને મોટા ગજાના સંગીતકારો અને ગીતકારો માને છે કે એક સમય એવો આવ્યો હતો જેમાં કોઈ જાતની સમજ વિનાનું મ્યુઝિક અને ગીતો બનતાં હતાં, પણ આ જ બિગ શૉટ્સ હવે સ્વીકારે છે કે છેલ્લાં પાંચ-સાત વર્ષથી બૉલીવુડનું મ્યુઝિક ફરી સુરીલું બન્યું છે


(રશ્મિન શાહ)

એક સમયે મ્યુઝિક કર્ણપ્રિય હતું અને ગીતોમાં કાવ્યાત્મકતા હતી, પણ એ પછી એક તબક્કો એવો આવ્યો જેમાં મ્યુઝિક અને કવિતાને કોઈ સંબંધો જ ન રહ્યા અને બૉલીવુડ એના આધારિત થઈ ગયું. ૭૦ના દસકાની જાણીતી મ્યુઝિક-ડિરેક્ટર પેર કલ્યાણજી-આણંદજી પૈકીના આણંદજી શાહ કહે છે, ‘ડિસ્કોના નામે જે મ્યુઝિક બન્યું એ બૉલીવુડના મ્યુઝિકનો સૌથી નબળો તબક્કો હતો એવું કહી શકાય. ખાસ કરીને ૯૦ના ગાળામાં જે સંગીત હતું એ બહુ નબળું હતું. જોકે હવે મ્યુઝિક બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક ભાગમાં કર્ણપ્રિય કહેવાય એવું સંગીત છે, તો બીજામાં અર્થહીન શબ્દો અને સૂર કે લયને બગાડે એવા ટોન સાથેનું મ્યુઝિક છે.’

જાણીતા ગીતકાર ગુલઝાર પણ આણંદજી શાહની વાત સાથે સહમત છે. જોકે તેમનું માનવું એવું પણ છે કે ૯૦ના દસકામાં મ્યુઝિકની હાલત સાવ કંગાળ નહોતી. ગુલઝાર કહે છે, ‘એ તબક્કે એવા મ્યુઝિકની ડિમાન્ડ હતી અને લિસનરને કાવ્યાત્મક વર્ડ્સ સાથે કાંઈ લેવાદેવા નહોતી એટલે તેમની ડિમાન્ડ મુજબનું મ્યુઝિક જનરેટ થઈ રહ્યું હતું. આજે ડિમાન્ડ બદલાઈ છે એટલે હવે બે પ્રકારનું મ્યુઝિક જનરેટ થઈ રહ્યું છે. અત્યારના પૉપ્યુલર મ્યુઝિકમાં યંગસ્ટર્સને ધ્યાનમાં રાખવામાં આવે છે તો લૉન્ગ-લાઇફ હોય એવું સુમધુર મ્યુઝિક દરેક એજ-ગ્રુપ માટે બને છે.’

૭૦-૮૦ના સમયગાળામાં અનેક ફિલ્મોમાં સુપરહિટ મ્યુઝિક આપનારા અને કરીઅર દરમ્યાન ૧૦૦થી વધુ અવૉર્ડ મેળવનારા લક્ષ્મીકાંત-પ્યારેલાલમાંના પ્યારેલાલને પણ મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીનું સૌથી નબળું કમ્પોઝિશન કોઈ લાગ્યું હોય તો એ ૯૦ના દસકાનું મ્યુઝિક લાગ્યું છે. ‘મેરી પૅન્ટ ભી સેક્સી, મેરી શર્ટ ભી સેક્સી...’ કે ‘ઊંચી હૈ બિલ્ડિંગ, લિફ્ટ તેરી બંધ હૈ...’ જેવાં ગીતોનાં ઉદાહરણ સાથે તેમણે એક વખત ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મ્યુઝિક એટલે માત્ર રિધમ નહીં પણ એની સાથે ગીતના શબ્દો પણ સંકળાયેલા હોય. આવા શબ્દોવાળા ગીત સંગીતકાર કઈ રીતે સ્વીકારી શકે એ મને ક્યારેય સમજાયું નહીં. હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનો એ તબક્કો સૌથી ખરાબ હતો એવું કહેવામાં મને સહેજ પણ સંકોચ નહીં થાય. એ મ્યુઝિક ચાલ્યું હતું પણ એનો અર્થ એવો નથી થતો કે લોકોને એવું જ મ્યુઝિક જોઈતું હતું. ૯૦ના દસકામાં મ્યુઝિક માટે આજે છે એટલા ર્સોસ નહોતા એટલે ‘સેક્સી પેન્ટ’ અને ‘લિફ્ટ તેરી બંધ હૈ’ જેવાં ગીતો પણ ચલાવી લેવામાં આવ્યાં, પણ જેવું સારું મ્યુઝિક આવવાની શરૂઆત થઈ કે તરત જ આ ‘પૅન્ટ’ અને ‘લિફ્ટ’ ફેંકાઈ ગયાં.’

ધુરંધર જ્યારે ૯૦ના દસકાના મ્યુઝિકની નુક્તેચીની કરે છે ત્યારે જાણીતા પ્રોડ્યુસર-ડિરેક્ટર મહેશ ભટ્ટ એ સમયગાળાને પણ હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી માટે મહત્વનો ગણાવે છે. મહેશ ભટ્ટ કહે છે, ‘ખરાબ કાંઈ મળે તો જ સારાની કિંમત થાય. એ સમયે બૉલીવુડનું મ્યુઝિક ખરાબ હતું, પણ આ એ સમયગાળો છે જ્યારે ક્લાસિકલ ટૉપ પર હતું. ગઝલનું ફીલ્ડ જુઓ; જગજિત સિંહ, પંકજ ઉધાસ, તલત અઝીઝ જેવા ગઝલસિંગરનો એ ગોલ્ડન પિરિયડ હતો. ૯૦ના સમય પછી બન્યું એવું કે ગઝલને બદલે સૂફીને બૉલીવુડમાં એન્ટ્રી મળી અને મ્યુઝિકમાં નવી ફ્લેવર ઉમેરાઈ. બે અલગ-અલગ મ્યુઝિકનું ફ્યુઝન પણ છેલ્લા દસકામાં જ બન્યું છે. મ્યુઝિક દરેક સમયગાળામાંથી પસાર થઈને વધુ ઉત્તમ થતું હોય છે એવું કહી શકાય. આજનો સમય જો અત્યંત સારો હોય તો એનો અર્થ એ થયો કે અગાઉના ખરાબ સમયમાંથી મ્યુઝિક-ડિરેક્ટર એ શીખ્યા કે કેવું મ્યુઝિક આપવાથી બદનામી થાય છે. આજે કૉમ્પિટિશનનો સમય છે. અગાઉ આવી કૉમ્પિટિશન ક્યારેય નહોતી એટલે કોઈને બદનામી કે નિષ્ફળતા જોઈતી નથી અને સારી વાત એ છે કે બધાને ખબર છે કે મેલડિયસ મ્યુઝિક એવરગ્રીન છે એટલે મૅજોરિટી બધા એ મેલડિયસ ટ્રૅક પર વધુ ચાલે છે.’



શબ્દો સરળ થયા, રિધમ સામાન્ય થઈ

બૉલીવુડનાં છેલ્લાં ૨૫ વર્ષના મ્યુઝિકમાં અત્યારનો તબક્કો સૌથી સારો છે એવું બધા કહે છે, પણ એવું થવા માટેનું કારણ સમજાવતાં ગીતકાર જાવેદ અખ્તર કહે છે, ‘આજના મ્યુઝિકમાં રિધમ બહુ સિમ્પલ થઈ ગઈ છે તો સામે ગીતના શબ્દો પણ હવે સરળ થવા માંડ્યા છે. ક્યારેક તો એવું પણ લાગે કે ગીતને સંગીતબદ્ધ નથી કરવામાં આવ્યું, બાળકોની કવિતાઓને મ્યુઝિકમાં ગોઠવવામાં આવી છે. જોકે એનો કોઈ વિરોધ નથી, કારણ કે બાળકોની કવિતા જેવા લાગતા એ શબ્દોનો ભાવાર્થ સરસ હોય છે. કહેવાનો અર્થ એ કે હવે લોકો જન્ક ફૂડમાં દાખલ થઈ ગયા છે. સવારે સબવે સૅન્ડવિચ ખાય છે અને સાંજે KFC ખાય છે. આ જનરેશન માટે જે મ્યુઝિક બનવું જોઈએ એના કરતાં ઘણું સારું મ્યુઝિક આપણે ત્યાં બની રહ્યું છે.’

KFC = કેન્ટુકી ફ્રાઇડ ચિકન

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK