વર્લ્ડ મ્યુઝિક ડે સ્પેશ્યલ : મૈં ઔર મેરા મ્યુઝિક

બૉલીવુડના ૩ સુપરહિટ ગુજરાતી સંગીતકારો પાસેથી જાણીએ સંગીત સાથેનો તેમનો સંબંધ

શેખર રવજિયાણી

વિશાલ દાદલાણી સાથે મળીને ‘ચેન્નઈ એક્સપ્રેસ’, ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’, ‘ય્ખ્.બ્ઁચ્’ ‘ઓમ શાંતિ ઓમ’ જેવી અનેક ફિલ્મોમાં સુપરહિટ મ્યુઝિક આપી ચૂક્યા છે શેખર રવજિયાણી. વિશાલ-શેખર આજે બૉલીવુડના પ્રથમ હરોળના મ્યુઝિક-ડિરેક્ટર છે

ઘરમાં મ્યુઝિક માટેનું કોઈ એન્વાયર્નમેન્ટ નહોતું એટલે એન્કરેજમેન્ટ મળે એવા ચાન્સિસ નહોતા, પણ મારા મ્યુઝિકના શોખની આડશમાં કોઈ આવ્યું નહોતું એ પણ સાચું છે. પપ્પાને મ્યુઝિકની સમજ ખરી, ગાય પણ સરસ એટલે મને લાગે છે કે મને મ્યુઝિકનો શોખ તેમનામાંથી આવ્યો હશે, પણ મ્યુઝિકને હું કરીઅર બનાવીશ એ વાતથી જેટલી મારા ઘરનાઓને તકલીફ નહોતી એટલી તકલીફ અમારા રિલેટિવ્સને હતી. મેં વિધિવત્ સંગીતની તાલીમ લીધી. તાલીમ દરમ્યાન મને સમજાઈ ગયું હતું કે મ્યુઝિક સિવાય હું કાંઈ કરી શકીશ નહીં. શરૂઆતમાં ઑર્કેસ્ટ્રા સાથે કામ કર્યું, ફ્રેન્ડ્સે મળીને એક બૅન્ડ બનાવ્યું અને પછી ફિલ્મ માટે ટ્રાય શરૂ કરી અને વિશાલ સાથે દોસ્તી થઈ. વિશાલ અને મ્યુઝિક એ બન્ને મારી જરૂરિયાત છે એવું કહું તો કાંઈ ખોટું નથી.

મને તો ઘણી વાર નવાઈ લાગે કે મ્યુઝિક વિના લોકો કઈ રીતે રહી શકે. કેટલાક એવા લોકોને પણ હું ઓળખું છું જેમને મ્યુઝિકમાં સહેજ પણ રસ નથી હોતો. હું માનું છું કે જેને મ્યુઝિકમાં રસ ન પડતો હોય કે પછી સંગીત સાથે લગાવ ન હોય કે સંગીત સાંભળવું ન ગમતું હોય તે માણસનો વિશ્વાસ કોઈ દિવસ તરત ન કરવો જોઈએ. મ્યુઝિક એક એવો બહાવ છે જે વ્યક્તિની લાગણીને જગાડે છે. આજે પણ હું કાંઈ એવું મ્યુઝિક કે કમ્પોઝિશન સાંભળું તો મારી આંખમાં આંસુ આવી જાય. મ્યુઝિક વિના હું ક્યારેય રહી ન શકું.

હિમેશ રેશમિયા

પોતાની મેળે બૉલીવુડમાં એક આગવું સ્થાન બનાવનારા હિમેશ રેશમિયાએ હમણાં રિલીઝ થયેલી ‘ધી એક્સપોઝે’થી લઈને ‘બોલ બચ્ચન’, ‘ખિલાડી ૭૮૬’, ‘સ્પેશ્યલ ૨૬’ જેવી અનેક ફિલ્મોમાં મ્યુઝિક આપ્યું છે

પપ્પાને લીધે ઘરમાં વાતાવરણ મ્યુઝિકનું હતું, પણ મને ક્યારેય એવો વિચાર નહોતો આવ્યો કે હું મ્યુઝિક-ફીલ્ડમાં આગળ જઈશ. ખબર નહીં કેમ પણ કદાચ પપ્પાની સ્ટ્રગલને કારણે મને એવી ઇચ્છા નહીં થઈ હોય. મને મ્યુઝિકમાં લઈ આવવાની ક્રેડિટ જો કોઈને આપવાની હોય તો એ વન ઍન્ડ ઓન્લી સલમાન ખાન છે. ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ પહેલાં પણ મ્યુઝિક-ડિરેક્ટર તરીકે નાનુંમોટું કામ કર્યું હતું, પણ સલમાનની આ ફિલ્મ પછી એક ક્લેરિટી આવી ગઈ કે હવે જેકાંઈ કરવું છે એ મ્યુઝિક-વલ્ર્ડમાં જ કરવું છે. થાઉઝન્ડ્સ ઑફ ટાઇમ કહી ચૂક્યો છું કે મારી મ્યુઝિક-કરીઅરમાં સલમાનનો જબરદસ્ત ફાળો છે. મારી લાઇફમાં જેટલું મહત્વ મ્યુઝિકનું છે એટલું જ મહત્વ સલમાનનું પણ છે.

જેટલી જરૂર ઑક્સિજનની હોય એટલી જ જરૂરિયાત મ્યુઝિકની મારી લાઇફમાં છે. પ્રોફેશનલ લેવલ પર કોઈ કામ ચાલી ન રહ્યું હોય તો પણ મારું મ્યુઝિક-કમ્પોઝિશનનું કામ ચાલતું હોય છે. કેટલીક વખત તો મેં કારમાં બેસીને ખાલી મોઢાના અવાજથી પણ ટ્યુન બનાવી છે. મ્યુઝિક ન હોય તો હું ન હોઉં.

અમિત ત્રિવેદી

નવી જનરેશનનો મ્યુઝિક-ડિરેક્ટર અમિત ‘દેવ ડી’થી લાઇમલાઇટમાં આવ્યો. ત્યાર પછી ‘વેક અપ સિડ’, ‘ઉડાન’, ‘કાય પો છે’, ‘લુટેરા’ જેવી ઘણી ફિલ્મો માટે મ્યુઝિક આપ્યું. અમિત અત્યારે રણબીર કપૂરની ‘બૉમ્બે વેલ્વેટ’નું મ્યુઝિક તૈયાર કરી રહ્યો છે.

ફૅમિલીમાં મમ્મી અને સિસ્ટરને છોડતાં બધા કાનસેન હતા અને મ્યુઝિક સાથે કોઈને કાંઈ સીધું લાગતુંવળગતું જ નહોતું. નાનો હતો ત્યારે બહુ તોફાની હતો. એક વખત તોફાન કરવા જતાં બહુ ગંભીર રીતે ઘવાયો અને પથારીમાં આરામ કરવો પડ્યો. એ સમયે મને એક ઑર્ગન લઈ આપવામાં આવ્યું અને એ ઑર્ગન સાથે મારી મ્યુઝિકની જર્ની શરૂ થઈ. કૉલેજમાં અમે એક બૅન્ડ પણ બનાવ્યું હતું અને એ બૅન્ડ સાથે અનેક ગુજરાતી, મરાઠી નાટકોમાં મ્યુઝિક પણ આપ્યું હતું. મરાઠી નાટકોને કારણે હિન્દી ફિલ્મની દિશા ખૂલી અને સિંગર-ફ્રેન્ડ સુનીતા રાવને કારણે ફિલ્મની મીટિંગ શરૂ થઈ. મને મ્યુઝિક દરેક દિશામાં દેખાય. અત્યારે આપણે વાત કરીએ છીએ તો પાછળ જે અવાજ આવી રહ્યો છે એ અવાજ મારે માટે મ્યુઝિક છે. ઘરના કિચનમાં વઘાર થતો હોય ત્યારે જે અવાજ આવે એ અવાજ પણ મારે માટે મ્યુઝિક છે અને ચૅનલને સિગ્નલ ન મળતું હોય ત્યારે ટીવીમાંથી જે અવાજ આવે એ અવાજ પણ મારે માટે મ્યુઝિકની એક રિધમ છે.

હું મ્યુઝિક ન છોડી શકું એ અત્યારથી દાવા સાથે કહી શકું. મ્યુઝિક મારો આત્મા છે એવું કહીએ તો થોડું વધારેપડતું લાગે, પણ સાચું કહું તો હકીકત એ જ છે. મ્યુઝિક વિના રહી પણ ન શકું. જેવો એકલો પડું કે તરત જ મારું મ્યુઝિક ચાલુ થઈ જાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK