આજે વર્લ્ડ બ્લડ ડોનર ડેએ આઘાત પમાડનારી કેટલીક લોહિયાળ વાતો વિશે જાણો

તમે કોઈકની હેલ્પ કરવા માટે આપેલા લોહીમાંથીયે કમાણી કરવામાં આવે તોે? મોટા ભાગની બ્લડ-બૅન્ક દ્વારા લોહીના ગવર્નમેન્ટ રેગ્યુલેટરી ઑથોરિટી દ્વારા આપવામાં આવેલા રેટ કરતાં ત્રણથી ચાર ગણા વધુ ભાવ લેવામાં આવે છે, પેશન્ટને લોહીની જરૂર હોય ત્યારે હૉસ્પિટલ ઑથોરિટી દ્વારા તેમના રિલેટિવ્સની ગેરકાયદે પજવણી કરવામાં આવે છે, બ્લડ-કૅમ્પમાં ભેગું કરવામાં આવતું લોહી કેટલીક વાર ઉપયોગ થયા વિના વેસ્ટ જાય છે
(રુચિતા શાહ)

મુંબઈમાં જોઈતો લોહીનો ૮૮ ટકા લોહીનો પુરવઠો સ્વૈચ્છિક ડોનરો પાસેથી પૂરો થાય છે. ૨૦૧૩માં મુંબઈમાં વૉલન્ટિયર ડોનરો દ્વારા ૨,૯૪,૦૦૦ એટલે કે ઑલમોસ્ટ ત્રણ લાખ યુનિટ બ્લડ પ્રાપ્ત થયું હતું. દેશભરમાં આ રીતે રક્તદાનમાં મુંબઈગરા મોખરે છે ત્યારે તમને જાણીને આઘાત લાગશે કે કેટલીક પ્રાઇવેટ અને સરકારી બ્લડ-બૅન્કો દ્વારા ડોનર પાસેથી મળેલા લોહીનો ખુલ્લેઆમ વેપાર ચાલી રહ્યો છે. સરકારે આપેલા ફિગરને અભેરાઈ પર મૂકીને પ્રાઇવેટ હૉસ્પિટલોની બ્લડ-બૅન્ક મનફાવે એમ પેશન્ટ પાસેથી બ્લડના નામે પૈસા કમાઈ રહી છે.

નિયમ મુજબ બ્લડ-બૅન્કની કાર્યશૈલીથી લઈને એના રેટના નિયમોને લગતો એક સક્યુર્લર સ્ટેટ ગવર્નમેન્ટની હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા ઇશ્યુ કરવામાં આવે છે જેના નિયમોનું પ્રાઇવેટ હૉસ્પિટલો અને કેટલાક અંશે સરકારી હૉસ્પિટલો પણ છડેચોક ઉલ્લંઘન કરે છે. આ વિશે વષોર્થી બ્લડ-ડોનર ઍક્ટિવિસ્ટ તરીકે સક્રિય ઝાહિદ એફ. ખંભાતીએ કહ્યું હતું કે ‘એક વાર બ્લડ ડોનેટ થાય એ પછી ત્રણ હિસ્સામાં એનું વિભાજીકરણ થાય અને પેશન્ટને જ્યારે જે રીતની જરૂરિયાત હોય એ રીતે તેને એ બ્લડ આપવામાં આવે છે. બ્લડમાંથી ત્રણ મુખ્ય ઘટકો છૂટા પાડવામાં આવે છે. ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા, રૅન્ડમ ડોનર પ્લેટલેટ્સ અને પેકસેલ્સ. આ ત્રણેયને અલગ સ્ટોર કરીને પેશન્ટની જરૂરિયાત પ્રમાણે અલગ-અલગ આપવામાં આવે છે. એ પછી કેટલીક હૉસ્પિટલો દ્વારા એના પર ન્યુક્લેઇક ઍસિડ ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટમાં પાસ થયેલા બ્લડને એકદમ સેફ ગણવામાં આવે છે. મોટા ભાગે હૉસ્પિટલો દ્વારા આ ટેસ્ટ કરવા માટે અને બ્લડના વિભાજનમાં લાગેલા ખર્ચને પ્રોસેસિંગ કૉસ્ટ તરીકે ઍડ કરી દે છે અને એમ કરીને એ મનફાવે એમ બ્લડના રેટ્સ વધારી દે છે.’

અહીં ઉલ્લેખનીય છે કે ભલે હૉસ્પિટલો એવો દાવો કરે કે અમુક પ્રકારની ટેસ્ટ કરતી હોવાને કારણે એણે રેટ વધારવા પડ્યા છે, પરંતુ વાસ્તવિકતામાં આ ટેસ્ટ કરી હોવાનું કોઈ પ્રમાણપત્ર તો હોતું નથી. થોડા સમય પહેલાં રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટ અંતર્ગત મળેલી માહિતીમાં ઘટસ્ફોટ થયો હતો કે મુંબઈની સેન્ટ જ્યૉર્જ હૉસ્પિટલમાં બ્લડ-ટ્રાન્સફ્યુઝન દ્વારા ૨૮ થૅલેસેમિયા પેશન્ટ હેપેટાઇટિસ-ગ્ અને હેપેટાઇટિસ-ઘ્નો શિકાર બન્યાનો અહેવાલ હતો. બ્લડ-ટ્રાન્સફ્યુઝન દ્વારા ત્રણ દરદીઓના શરીરમાં HIVના વાઇરસ પણ ટ્રાન્સફર થયા હોવાના રિપોર્ટ્સ જાણવા મળ્યા હતા. ટૂંકમાં બ્લડ-બૅન્કમાંથી પ્રાપ્ત થતા બ્લડમાં વાઇરસ છે કે નહીં એ બાબત પણ હજીયે પ્રfનાર્થ જ છે.

રેટના ડિફરન્સ પર એક નજર

રાજ્ય સરકારે આપેલા નવા રેટ-કાર્ડ પ્રમાણે સંપૂર્ણ બ્લડના ગવર્નમેન્ટ હૉસ્પિટલમાં પ્રત્યેક યુનિટના ૧૦૫૦ અને પ્રાઇવેટ હૉસ્પિટલમાં ૧૪૫૦ રૂપિયા છે. રેડ સેલ્સના રેટ પણ આટલા જ છે. પ્લેટલેટ્સ અને પ્લાઝમાના સરકારી હૉસ્પિટલમાં પ્રત્યેક યુનિટનો રેટ ૩૦૦ રૂપિયા અને પ્રાઇવેટ બ્લડ-બૅન્ક માટે ૪૦૦ રૂપિયા નક્કી થયો છે. હવે જોઈએ કે પ્રાઇવેટ હૉસ્પિટલની બ્લડ-બૅન્કમાં આ નક્કી કરેલી રકમને કઈ હદ સુધી વધારવામાં આવી છે. પેડર રોડની એક મોટી હૉસ્પિટલમાં એલિસા ટેસ્ટ પછી આપવામાં આવતા લોહીના ૧૭૧૦ રૂપિયા લેવામાં આવે છે. પ્લેટલેટ્સ અને પ્લાઝમા વગેરેના સરકારે નિયત કરેલા રેટ કરતાં બમણાથી પણ વધારે એટલે કે ૧૦૩૦થી ૧૦૮૦ જેટલા રૂપિયા લેવામાં આવે છે. એમાં પણ તમે હૉસ્પિટલમાં કયા ટાઇપના રૂમમાં બેડ લીધો છે એના પર પણ રેટ અવલંબિત છે. જો હાયર ક્લાસના રૂમમાં હો તો દરેક બ્લડ-યુનિટમાં ૨૩૦ રૂપિયા વધી જાય.

સરકારી સંસ્થાઓ પ્રાઇવેટ હૉસ્પિટલોની બ્લડ-બૅન્કમાં ચાલતા આ અંધેરને રોકવાના પ્રયત્નો કરી રહી છે. આ વિશે સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ (લ્ગ્વ્ઘ્)ના ડૉ. દેવળે પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હવે અમે મિનિમમ પ્રાઇસ ઍક્ટ નામનો એક કાયદો લાવવાની પણ તૈયારી કરી રહ્યા છીએ. અત્યારે માત્ર નિયમો છે એટલે હૉસ્પિટલો પોતાની મનમાની ચલાવી રહી છે. એક વાર કાયદો એસ્ટાબ્લિશ થઈ ગયો એ પછી આ હૉસ્પિટલો ખિલાફ નક્કર પગલાં પણ લઈ શકાશે.’

દરદીના રિલેટિવ્સની હેરાનગતિ

જ્યારે કોઈ પેશન્ટ હૉસ્પિટલમાં ઍડ્મિટ હોય ત્યારે તેને જરૂર પડતાં લોહીની વ્યવસ્થા હૉસ્પિટલ ઑથોરિટીએ જ કરવાની હોય છે. એ માટે પ્રોસેસિંગ ચાર્જ હૉસ્પિટલ લઈ શકે, પરંતુ આજકાલ હૉસ્પિટલો દ્વારા પ્રોસેસિંગ ચાર્જ તો લેવામાં આવે જ છે સાથે દરદીના પરિવારજનો પર રિપ્લેસમેન્ટ ડોનર લાવી આપવાનું પણ દબાણ કરવામાં આવે છે, જેને લગતી કેટલીક કમ્પ્લેઇન પણ તાજેતરમાં ફૂડ ઍન્ડ ડ્રગ એૅડમિનિસ્ટ્રેશન (જ્Dખ્) અને લ્ગ્વ્ઘ્ને મળી છે. લ્ગ્વ્ઘ્ તથા જ્Dખ્ દ્વારા દરેક હૉસ્પિટલને લેટર પણ મોકલવામાં આવ્યા છે. દેવળે પાટીલે આ વિશે ઉમેર્યું હતું કે ‘કેટલીક હૉસ્પિટલની બ્લડ-બૅન્કની આડોડાઈને પગલે એમનાં લાઇસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. નિયમ મુજબ જેમ દરદીને દવા આપવી એ હૉસ્પિટલની ફરજ છે એમ બ્લડની જરૂરિયાત પૂરી પાડવી એ તેમની ફરજ છે, કારણ કે બ્લડને દવાના ભાગરૂપે જ ગણી શકાય. એવામાં કોઈ પણ પેશન્ટના રિલેટિવ પર પેશન્ટને આપેલા લોહીને બદલે નવા ડોનરો લાવી આપવાનું દબાણ ન કરી શકાય. દરદીના રિલેટિવ્સ સ્વેચ્છાએ બ્લડ ડોનેટ કરે એ જુદી વાત છે. પ્રાઇવેટ બ્લડ-બૅન્કો પોતાની બ્લડની રિક્વાયરમેન્ટ પૂરી કરવા માટે કૅમ્પ કરી શકે છે, પરંતુ મોટા ભાગે થાય છે એવું કે તેમને મૅનપાવર અને જગ્યાની વ્યસ્થા કરવા માટે આવા કૅમ્પમાં રસ નથી હોતો. કમર્શિયલ માઇન્ડ ચાલતું હોવાથી તેઓ સીધું જ પેશન્ટ પર આનું દબાણ લાવે છે. એ લોકો લાચાર હોવાને કારણે ક્યાંયથી પણ ડોનર ઊભા કરવાની કોશિશ કરે છે. જોકે હજી ગયા મહિને જ આને લગતો સ્ટિÿક્ટ સક્યુર્લર મહારાષ્ટ્રની દરેક બ્લડ-બૅન્કને મોકલવામાં આવ્યો છે.’

બ્લડ-કૅમ્પમાં ચાલતી નંબરગેમ કેટલી વાજબી?

ઘણીબધી સામાજિક સંસ્થા દ્વારા નિયમિત ધોરણે બ્લડ-કૅમ્પનું આયોજન થાય છે. મોટા પાયે થતા આ આયોજનમાં કેટલા યુનિટ બ્લડ એકઠું થયું એની જાણે હોડ લાગતી હોય છે, પરંતુ શું આ બધા જ બ્લડનો પૂરેપૂરો ઉપયોગ થાય છે? કેટલીક સામાજિક સંસ્થાઓ ઑથેન્ટિક રીતે પ્રૉપર ટેસ્ટ કર્યા પછી જ બ્લડ કલેક્ટ કરે છે અને ક્લેક્ટેડ બ્લડને પ્રૉપર રીતે ડિસ્ટિÿબ્યુટ કરવા પર પણ ધ્યાન આપે છે. જોકે ઘણી વાર આનાથી ઊલટું પણ થાય છે. જેમ કે પૉલિટિકલ પાર્ટીઓના સમર્થકો તેમના નેતાને ખુશ કરવા માટે જ્યારે બ્લડ-ડોનેશન કૅમ્પનું આયોજન કરતા હોય છે ત્યારે એમાં ક્વૉલિટી જાળવવાના નિયમો તરફ આંખ આડા કાન કરવામાં આવે છે. છેવટે બને છે એવું કે એ બ્લડ જે ડોનરે આપ્યું હોય છે તેને નુકસાન થાય છે તથા એ બ્લડ કોઈ દરદીને આપી શકાતું નથી અને વેસ્ટ જાય છે. વળી એમા ટેસ્ટિંગ માટે વપરાયેલાં મૅનપાવર, એનર્જી, ઇક્વિપમેન્ટ બધું વેડફાય છે.

છેલ્લાં ૪૦ વર્ષથી બ્લડ-ડોનેશનના કૅમ્પ યોજતા તરુણ મિત્ર મંડળના પ્રમુખ ધીરજ રાંભિયાનું આ વિશે કહેવું છે કે ‘બ્લડ-કૅમ્પમાં કેટલીક ચોકસ્ાાઈ અચૂક રાખીએ છીએ. કઈ બ્લડ-બૅન્ક છે? એની રોજની રિક્વ્ાાયરમેન્ટ શું છે? એની પાસે સ્ટોરેજ કૅપેસિટી કેટલી છે જેવી તકેદારી રાખીએ છીએ. મોટા ભાગે અમે સરકારી બ્લડ-હૉસ્પિટલોની બૅન્કોને કૅમ્પમાં આમંત્રણ આપીએ છીએ જેમાં JJ હૉસ્પિટલની બ્લડ-બૅન્ક, KEM  હૉસ્પિટલ, સાયન હૉસ્પિટલ, નાયર હૉસ્પિટલ અને રાજાવાડી હૉસ્પિટલ મુખ્ય હોય છે; કારણ કે સરકારી હૉસ્પિટલોમાં બહારગામથી આવેલા દરદીઓ હોય, સામાન્ય ઘરના હોય તેઓ એટલા રૂપિયા ક્યાંથી લાવે? અથવા તે અજાણ્યા શહેરમાં ક્યાં-ક્યાં દોડશે? KEM હૉસ્પિટલમાં રોજ ૨૫,૦૦૦ લોકો આઉટ-પેશન્ટ તરીકે આવે છે અને રોજની અંદાજે ૨૫૦થી ૩૦૦ બૉટલનો વપરાશ થાય છે એટલે જેટલી જરૂરિયાત હોય એટલું બ્લડ એકઠું કરવામાં આવે છે.’

આ સંદર્ભમાં બીજો એક અભિગમ પ્રગટ કરતાં વષોર્થી જરૂરિયાતમંદોને બ્લડ પહોંચાડવા માટે હાજરાહજૂર હિરેન શેઠે કહ્યું હતું કે ‘મારું માનવું છે કે બ્લડ-કૅમ્પમાં એકઠું કરવામાં આવેલું બ્લડ કોના માટે અને ક્યારે વપરાશે એનું કંઈ નક્કી નથી હોતું. એ બ્લડ દ્વારા બ્લડ-બૅન્કો માત્ર પોતાનો સ્ટૉક જ મેઇન્ટેન કરતી હોય છે. એના કરતાં કોઈ જરૂરિયાતમંદને હૉસ્પિટલમાં જઈ બ્લડ આપવું વધારે યોગ્ય છે. જોકે આપણી નૈતિક ફરજ છે કે આપણા દરદીને આપવામાં આવેલા બ્લડનું રિપ્લેસમેન્ટ આપીએ. ઑપરેશન પહેલાં જ્યારે પણ ડૉક્ટરો દ્વારા બ્લડની ડિમાન્ડ કરવામાં આવે ત્યારે એમાંથી ૫૦ ટકા રિક્વાયરમેન્ટ પૂરી કરવાની કોશિશ કરવી, કારણ કે ડૉક્ટરો દ્વારા હંમેશાં અપર લેવલ (જો જરૂરિયાત ૩થી ૬ બૉટલની હોય તો છ બૉટલ) ડિમાન્ડ કરવામાં આવે છે. જોે ઑપરેશન દરમ્યાન કે એ પછીની સારવાર દરમ્યાન સતત બ્લડની ડિમાન્ડ આવે તો સમજવું કે એક તો જે સારવાર ચાલી રહી છે એની અસર નથી થઈ રહી અને ચડાવવામાં આવતું લોહી વેસ્ટ જઈ રહ્યું છે અથવા હૉસ્પિટલ દ્વારા ખોટી માગણી કરવામાં આવી રહી છે. આ બન્ને સ્થિતિ શંકાસ્પદ હોય છે.’

બ્લડ ડોનેશન વિશે થોડુંક

૧૮થી ૬૫ વર્ષની ઉંમરની કોઈ પણ વ્યક્તિ બ્લડ આપી શકે.

બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝ જેવી બીમારી ન હોય અને હોય તો દવાઓ દ્વારા એ કન્ટ્રોલમાં હોય તો તેમનું લોહી ચાલે.

ટાઇફૉઈડ, મલેરિયા, જૉન્ડિસ, ડેન્ગી જેવી વાઇરલ બીમારી હોય એ લોકો છ મહિના સુધી બ્લડ ન આપી શકે.

હીમોગ્લોબિનનું પ્રમાણ, બ્લડ-પ્રેશર વગેરે તમે બ્લડ ડોનેટ કરવા જશો ત્યાં જ ચેક કરી લેવામાં આવશે.

O પૉઝિટિવ, O નેગેટિવ, B નેગેટિવ, AB એબી નેગેટિવ જેવાં અત્યંત રેર બ્લડ-ગ્રુપ માનવામાં આવે છે. એ બ્લડ-ગ્રુપ ધરાવતા લોકોએ ખાસ રક્તદાન કરવું જોઈએ.

દર ત્રણ મહિને એક વાર રક્ત દાન કરી શકાય.

હેલ્પલાઇન નંબર

રાજ્ય સરકારે તાત્કાલિક બ્લડની જરૂરિયાત માટે ૧૦૪ હેલ્પલાઇન નંબર શરૂ કયોર્ છે. એક કલાકમાં દરદીને બ્લડ પૂરું પાડવાનું એમાં પ્રોવિઝન છે.

Indianblooddonors.com નામની વેબસાઇટ દ્વારા ૦૭૯૬૧૯ ૦૭૭૬૬ નંબર પર ફોન કરીને ભારતભરમાંથી તમને જોઈતા બ્લડ-ગ્રુપના ડોનર સાથે ડાયરેક્ટ સંપર્ક કરી શકાય છે. આ ઉપરાંત DONOR(space)STD CODE(space)BloodGroup આટલું લખીને ૦૯૬૬૫૫ ૦૦૦૦૦ નંબર પર sms પણ કરી શકાય.

HIV = હ્યુમન ઇમ્યુનોડેફિશ્યન્સી વાઇરસ, JJ = જમશેદજી જીજીભોય, KEM = કિંગ એડ્વર્ડ મેમોરિયલ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK