આશિકી ૨ અને કયામત સે કયામત તકનાં ૫ય્ચીસ વર્ષથી અમિતાભ બચ્ચન અને બૉલીવુડનાં સો વર્ષ!

હું એ વખતે અગિયારમા ધોરણમાં ભણતો હતો અને અમારું ઉનાળાનું વેકેશન શરૂ થયું હતું. એ વખતે હું થિયેટરમાં ‘કયામત સે કયામત તક’ જોવા માટે ગયો હતો એનું કારણ એક જ હતું કે હું જુહી ચાવલાનો આશિક હતો. તે જ્યારથી મિસ ઇન્ડિયા બની ત્યારથી મને ગમતી હતી.

(અરિંદમ ચૌધરી)

એ પછી હું સળંગ સાત દિવસ સુધી એ ફિલ્મ જોવા માટે ગયો હતો અને મારી સાથે દરરોજ નવા-નવા મિત્રો આવતા હતા. આઠમા દિવસે ‘કયામત સે કયામત તક’ બૉલીવુડની બ્લૉકબસ્ટર સાબિત થઈ હતી.

‘કયામત સે કયામત તક’નાં ૨૫ વર્ષની ઉજવણી ચાલી રહી હતી. એ સાંજે હું ભૂતકાળમાં સરી પડ્યો હતો. મને થતું હતું કે ફરીથી આ પ્રકારની ફિલ્મ બનશે કે કેમ? અકસ્માતે હું મારા વિદ્યાર્થીઓ પાસેથી સાંભળેલી પ્રશંસા અને વ્યૂહ પ્રમાણે ‘આશિકી ૨’ જોવા ગયો હતો અને મને એમાંથી જવાબ પણ મળી ગયો હતો.

‘આશિકી ૨’ એ મહેશ ભટ્ટની ફિલ્મ હતી. મહેશ ભટ્ટ એવા દિગ્દર્શક છે જેમણે ક્યારેય પૉપકૉર્ન ફિલ્મ બનાવી નથી. 

ફિલ્મે મારી અપેક્ષાઓ સાથે વિશ્વાસઘાત કર્યો નથી. એની પ્રથમ પંદર મિનિટ બોરિંગ છે અને ઍક્ટિંગમાં ઍવરેજ હીરો (તેની પાસે સંવાદો બોલવાની ફાવટ નથી અને તે આજના હીરોની જેમ બોલી શકતો નથી)ને કારણે મને શરૂઆતમાં કંટાળો આવ્યો હતો, પણ એકદમ નવી અને ફ્રેશ શ્રદ્ધા કપૂરને કારણે હું સ્ટોરી પાછળ દોડવા માંડ્યો. એક નિષ્ફળ અને શરાબી માણસના પ્રેમમાં તે દોડ્યા કરે છે. મને તેણે જકડી રાખ્યો. જ્યારે પેલો નિષ્ફળ માણસ આત્મહત્યા કરે છે ત્યારે મને લાગ્યું કે આ ફિલ્મ યુવાનોમાં શા માટે આટલી સફળ રહી છે.

મારા માટે ‘કયામત સે કયામત તક’ને ૨૫ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. હા, આમિર હજી કાર્યરત છે અને એક પછી એક સુંદર ફિલ્મો આપી રહ્યો છે. સમય ઘણો બદલાઈ ગયો છે. ‘કયામત સે કયામત’ તક જેવી સંવેદનાઓના દિવસો વીતી ગયા છે. આજે એવો સમય આવી ગયો છે જ્યારે લોકો શરાબની બૉટલ પોતાની પાસે રાખી ફેસબુક પર જીવંત આત્મહત્યા કરી રહ્યા છે. ‘કયામત સે કયામત તક’ની પટકથા સર્વોત્તમ હતી અને આદિત્ય રૉય કપૂરનો અભિનય આમિરના તોલે આવે એવો નથી એથી ‘આશિકી ૨’ ‘કયામત સે કયામત તક’ જેવી બ્લૉકબસ્ટર ફિલ્મ સાબિત થાય એવી કોઈ જ સંભાવના નથી. એમ છતાં ‘કયામત સે કયામત તક’ને ૨૫ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે એ સિદ્ધિના સમયે ‘આશિકી ૨’ એક સંપૂર્ણ ફિલ્મ લાગી રહી છે અને બદલાતા સમયનું પ્રતિબિંબ પાડે છે.

જયંતીઓની વાત કરીએ તો સૌથી મોટી જયંતી તો બૉલીવુડની ૧૦૦મી જયંતી છે. આપણામાંના ઘણાને માટે બૉલીવુડ એટલે બૉલીવુડના ભગવાન અને બીબીસીના સર્વેમાં જેમને પાછલી સદીના મહાન અભિનેતા જાહેર કરાયા હતા તેવા અમિતાભ બચ્ચન છે. તાજેતરમાં જ બૉમ્બે ટૉકીઝ દ્વારા રિલીઝ કરાયેલી ચાર ટૂંકી ફિલ્મો પૈકીની એક એવી ‘મુરબ્બા’ના માધ્યમથી અનુરાગ કશ્યપે અમિતાભ બચ્ચનને સાચું શ્રેય આપ્યું છે. અનુરાગ કશ્યપ પોતાનામાં ઠાંસી-ઠાંસીને ભરેલી ભારતીયતાને કારણે જ આ કાર્ય કરી શક્યા છે. મને આશંકા છે કે અત્યાર સુધીનું અનુરાગનું આ શ્રેષ્ઠ કાર્ય હતું. પ્રેમચંદની ટૂંકી વાર્તાઓની જેમ થોડી જ મિનિટોમાં અનુરાગે આપણને તમામ સંવેદનાઓનો અનુભવ કરાવ્યો, હસાવ્યા અને રડાવ્યા, એ બધા ઉપરાંત બિગ બીના દરેક પ્રશંસકના મનમાં રહેલી ઇચ્છાઓ અને તેમના જીવનો પર બચ્ચનની અસરો વિશે રજૂઆત કરી છે. બૉલીવુડ જ્યારે પોતાની ૧૦૦મી જયંતી ઊજવી રહ્યું છે ત્યારે અનુરાગ કશ્યપનું કાર્ય લેખે લાગે છે. સમયની સાથે પ્રેમ કરવાની રીતભાતો બદલાઈ શકે છે પરંતુ એક બાબત તો સતત રહી છે. અમિતાભ બચ્ચન માટેનો પ્રેમ તેમના પ્રશંસકોના હૃદયમાં ઠાંસી-ઠાંસીને ભર્યો છે અને આપણે એને ચોક્કસ રીતે અભિવ્યક્ત પણ કરતા આવ્યા છીએ. અમિતાભ બચ્ચનના ફેસબુક પેજ પર મુકાયેલી તસવીરોમાં તમે જોઈ શકશો કે દર રવિવારે તેમની ફક્ત એક ઝલક મેળવવા માટે તેમના નિવાસસ્થાને પ્રશંસકોનાં ટોળેટોળાં ઊમટી પડે છે. બૉલીવુડ સદા જીવંત રહે!

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK