જીવને પરમપદે પહોંચાડનારા સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યને તમે જાણો છો?

વાચક ઉમાસ્વાતિ મહારાજે તત્વાર્થાભિગમ સૂત્રમાં પરમપદની પ્રાપ્તિ માટે સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યનું પ્રતિપાદન કર્યું છે. સમ્યગ્ દર્શન એટલે સાચી દૃષ્ટિ, સુદૃષ્ટિ. એ માટે સ્પષ્ટ દર્શાવાયું છે:


જૈન દર્શન - ચીમનલાલ કલાધરધનેન હિનોઅપી ધની મનુષ્યો

યસ્યાસ્તિત્ સમ્યક્ત્વધનં પ્રધાનમ્

ધનં ભવદેકભવે સુખાય

ભવે ભવે અનંત સુખી સુદૃષ્ટિ

ધનથી રહિત હોવા છતાં તે મનુષ્ય ધનવાળો છે જેને શ્રેષ્ઠ સમ્યક્ત્વ એટલે સમ્યગ્ દર્શન કે સુદૃષ્ટિની પ્રાપ્તિ થઈ છે. ધન બહુ-બહુ તો એક ભવમાં સુખ આપી શકે છે, ત્યારે સુદૃષ્ટિવાળો મનુષ્ય જે કંઈ ભવો ધારણ કરવા પડે એ દરેક ભવમાં અનંત સુખનો સ્વામી થાય છે.

સત્યને અસત્ય માનવું અને અસત્યને સત્ય માનવું એ મિથ્યાત્વનું મુખ્ય રક્ષણ છે. એને લીધે જીવને સત્ય સમજાતું નથી એટલે સાચો માર્ગ જડતો નથી અને એટલે જ એનું અનાદિ ભવભ્રમણ ચાલુ રહે છે. આ મિથ્યાત્વને સમ્યગ્ દર્શન વડે જ જીતી શકાય.

સમ્યગ્ દર્શન કોને કહેવાય? એ પ્રશ્નના ઉત્તરમાં વાચક ઉમાસ્વાતિ મહારાજ કહે છે : ‘તત્વાર્થ શ્રદ્ધાનં સમ્યગ્ દર્શનમ્’ અર્થાત્ તત્વની યથાર્થ શ્રદ્ધા એ જ સમ્યગ્ દર્શન. આનો સ્પષ્ટ અર્થ એ જ છે કે જિનેશ્વર ભગવંતોએ તત્વનું જે સ્વરૂપ બનાવ્યું છે એવા જ સ્વરૂપે એની શ્રદ્ધા થાય, હાર્દિક પ્રતીતિ થાય ત્યારે સમ્યગ્ દર્શન કે સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ કહેવાય.

જે જ્ઞાન સમ્યક્ત્વથી વાસિત થયેલું હોય એને સમ્યગ્ જ્ઞાન કહેવામાં આવે છે. એનું મહત્વ પ્રકાશતાં જૈન મહર્ષિઓ કહે છે:

જ્ઞાનાદ્વિદન્તિ ખલુ કૃત્યમકૃત્યજાતં

જ્ઞાનાચ્ચરિત્રમમલં ચ સમાચરન્તિ

જ્ઞાનાચ્ચ ભવ્યભવિકા: શિવમાપ્નુવન્તિ

જ્ઞાનં હિ મૂલમતુલં સકલશ્રિયાંતત્

જ્ઞાનથી મનુષ્યો કરવાયોગ્ય અને ન કરવાયોગ્ય વસ્તુસમુદાયને જાણે છે અને નિર્મલ એવા ચારિત્ર્યનું આચરણ કરે છે. વળી ભવ્ય જીવો જ્ઞાન વડે જ શિવસુખને પામે છે એથી જ્ઞાન એ સકલ લક્ષ્મીનું ઉપમારહિત મૂલ છે.

જૈન શાસ્ત્રોમાં જ્ઞાનના પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન અને (૫) કેવલજ્ઞાન. પાંચ ઇન્દ્રિયો અને મન વડે થતા વસ્તુના અર્થાભિમુખ નિશ્ચિત્ત બોધને મતિજ્ઞાન કહે છે. શ્રુત એટલે શબ્દના નિમિત્તથી થતા મર્યાદિત જ્ઞાનને શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે. ઇન્દ્રિય અને મનની મદદ વિના આત્માને પ્રત્યક્ષ થનારા અમુક ક્ષેત્રવર્તી, અમુક કાળવર્તીરૂપી પદાર્થોના જ્ઞાનને અવધિજ્ઞાન કહેવામાં આવે છે. ઇન્દ્રિય અને મનની મદદ વિના આત્માને પ્રત્યક્ષ થનારા મનના પર્યાયો સંબંધી થતા જ્ઞાનને મન:પર્યય કે મન:પર્યાય જ્ઞાન કહેવામાં આવે છે અને જે જ્ઞાન નિર્મલ, પરિપૂર્ણ, અસાધારણ અને અનંત હોય એને કેવલજ્ઞાન કહેવામાં આવે છે.

સમ્યગ્ દર્શન અને સમ્યગ્ જ્ઞાનથી યુક્ત જે ચારિત્ર્ય હોય એને સમ્યગ ચારિત્ર્ય કહેવામાં આવે છે. જૈન ધર્મગ્રંથોમાં દર્શાવાયું છે,

નાદંસણિસ્સ નાણં નાણેણ

વિણ ન હુંતિ ચરણ ગુણા

અગુણિસ્સ નત્થિ મોક્ખો

નત્થિ અમોકખસ્સ નિવ્વાણં

જેને સમ્યગ્ દર્શન પ્રાપ્તથતું નથી તેને સમ્યગ્ જ્ઞાન પ્રાપ્તથતું નથી. જેને સમ્યગ્ જ્ઞાન પ્રાપ્તથતું નથી તેને સમ્યગ્ ચારિત્ર્ય પ્રગટ થતું નથી. જેનામાં સમ્યગ્ ચારિત્રના ગુણો પ્રગટuા નથી તે કર્મબંધનથી મુક્ત થતો નથી અને જે કર્મબંધનથી મુક્ત થતો નથી તે નર્વિાણ પામતો નથી. એટલે કર્મબંધનથી મુક્ત થવાનું અનંતરકારણ ચારિત્ર્ય છે અને એથી જ એને પરમપદની પ્રાપ્તિ માટે અતિ મહત્વનું સાધન માનવામાં આવ્યું છે.

ચારિત્ર્ય એ પ્રબળ પુરુષાર્થનું પ્રશસ્ત પરિણામ છે એટલે દરેક મુમુક્ષુએ એને માટે પ્રબળ પુરુષાર્થ કરવાની આવશ્યકતા છે. જૈન શાસ્ત્રોમાં એ માટે પુરુષાર્થનાં પાંચ પગથિયાં બતાવ્યાં છે: (૧) ઉત્થાન (૨) કર્મ (૩) બળ (૪) વીર્ય અને (૫) પરાક્રમ. ઉત્થાન એટલે આળસ ત્યજીને ઊભા થવું, જડતા છોડીને જાગ્રત થવું. કર્મ એટલે નિશ્ચયપૂર્વક કામે લાગી જવું, ઉદ્યમમાં રચ્યાપચ્યા રહેવું. બળ એટલે સ્વીકૃત કાર્યમાં કાયા, પાણી અને મનમાં બળનો બનેએટલો વિશેષ પ્રયોગ કરવો. વીર્ય એટલે સ્વીકૃત કાર્યને પાર પાડવામાં આનંદ માણવો, ઉલ્લાસ અને ઉમંગ રાખવો. પરાક્રમ એટલે અંતરાયો કે મુશ્કેલીઓ સામે ધૈર્યપૂર્વક ઝઝૂમવું. જેઓ આ પાંચ પગથિયાંનું આલંબન લે છે એ સ્વીકૃત કાર્ય ગમે એવું કઠિન હોય તો પણ એની સિદ્ધિ કરે છે અને સફળતાને વરે છે.

સમ્યગ્ દર્શન એ આંતરિક અભિરુચિ છે. સમ્યગ્ જ્ઞાન એ સાચી માહિતી છે અને સમ્યગ્ ચારિત્ર્ય એ સાચી દિશામાં થતો પુરુષાર્થ છે એટલે સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય એ ત્રણ રત્નાત્રયી વડે પરમપદની પ્રાપ્તિ અવશ્ય કરી શકાય છે એમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK