ખાસ-બાત : આ લોકો જેટલા ટફ છો તમે?

છેલ્લાં ૨૭ વર્ષથી ઇંગ્લૅન્ડમાં યોજાતી વિશ્વની સૌથી કઠિન ગણાતી ટફ ગાય રેસ આ રવિવારે યોજાઈ ગઈ. માણસની સહનશીલતાની જબરજસ્ત કસોટી કરી નાખતી આ સ્પર્ધામાં જીવનું જોખમ હોવા છતાં એમાં ભાગ લેવા દર વર્ષે હજારો લોકો ઊમટી પડે છે
સેજલ પટેલ

વિશ્વમાં સૌથી મજબૂત, ખડતલ, સહનશીલ કોણ?  આ સવાલનો જવાબ મેળવવા માટે છેલ્લાં ૨૭ વર્ષથી દર જાન્યુઆરી મહિનાના એક રવિવારે ઇંગ્લૅન્ડના પટોર્ન ગામમાં હજારો લોકો વચ્ચે રેસ થાય છે. નામ આપ્યું છે ટફ ગાય કૉમ્પિટિશન. જોકે આ સ્પર્ધામાં માત્ર પુરુષો જ નહીં, સ્ત્રીઓ પણ ભાગ લઈ શકે છે. આ રેસમાં માણસની એવી કસોટી થાય, એવી કસોટી થાય કે ભાગ લેનારાઓને નાની યાદ આવી જાય. ૬૦૦ એકરમાં પથરાયેલા રેસ માટેના ગ્રાઉન્ડમાં ખડા કરવામાં આવેલા જાતજાતના અવરોધોને સ્પર્ધકે હિંમતભેર પાર કરવાના હોય.

લગભગ ૧૨.૮ કિલોમીટરની આ સ્પર્ધા છે, પણ એમાં અવરોધોની ઇન્ટેન્સિટી જબરજસ્ત છે. ક્યાંક એકાદ કિલોમીટર જેટલો ભાગ ઘૂંટણ સમાણા કાદવમાં ચાલીને પાર કરવાનો હોય તો ક્યાંક કાદવથી દોઢેક ફૂટ ઉપર કાંટાળા તાર લગાવ્યા હોવાથી કાદવમાં રેંગતાં-રેંગતાં જવાનું. ક્યાંક આગમાંથી ચાલીને જવાનું તો ક્યાંક સીધો સ્લોપ ચડીને જવાનું. વીસથી ચાલીસ ફૂટ ઊંચી નેટ પર ચડવા-ઊતરવાનું તો ક્યાંક ભૂગર્ભમાં જતી ટનલમાં ઊતરીને પછી બહાર આવવાનું. રેસમાં અમુક પૅચ એવો પણ આવે જેમાં એકદમ ધુમ્મસથી ધૂંધળા અને એક ફૂટ દૂરનું પણ ન દેખાય એવા વાતાવરણમાંથી પસાર થવાનું હોય. અમુક જગ્યાએ ટાયરની બનેલી લાંબી ટનલમાંથી પસાર થવાનું આવે તો ક્યાંક બર્ફીલા પાણીમાં તરીને બીજા કાંઠે જવાનું આવે. બરફમાં લાંબી સફર કરી આવ્યા પછી ઇલેક્ટિÿક કરન્ટ પસાર થતા હોય એવા તારની ભુલભુલૈયા પાર કરવાની. આવાં લગભગ ૨૫ સ્ટેજમાંથી પાર ઊતરો ત્યારે જઈને રેસ પૂરી થાય.વિશ્વની આ સૌથી કપરી ગણાતી રેસ છે, પણ એમાં સમાયેલા રોમાંચને કારણે આ કૉમ્પિટિશનમાં ભાગ લેવા રીતસરની પડાપડી થાય છે. આ રવિવારે એટલે કે ૨૭ જાન્યુઆરીએ યોજાયેલી રેસમાં ૫૦૦૦ લોકોએ ભાગ લીધો હતો અને હજી લગભગ ૧૦૦૦ સ્પર્ધકોનું વેઇટિંગ લિસ્ટ હતું, જેમને આયોજકોએ નિરાશ કરવા પડેલા. દર વર્ષે ભાગ લેનારા સ્પર્ધકોમાંથી ૩૫ ટકા લોકો આ રેસ પૂરી કરી શકતા નથી, છતાં બીજા વર્ષે ફરી પાછા હોંશેહોંશે ભાગ લેવા આવી જાય છે.

હવે સવાલ એ થાય કે જેમાં જીવનું પણ જોખમ છે એવી ટફ રેસમાં ભાગ લેવા માટે આટલાબધા લોકો ઊમટે છે ક્યાંથી? તો રાઝની વાત એ છે કે મોટા ભાગના સ્પર્ધકો બ્રિટિશ આર્મીના હોય છે. એવું કહેવાય છે કે આર્મીના જવાનો માટે પણ આ રેસ ડિફિકલ્ટ હોય છે. મતલબ કે જે આર્મીના બેઝ-કૅમ્પમાં જે ટ્રેઇનિંગ અપાય છે એ પણ આનાથી સહેલી હોય છે. આર્મી દ્વારા દર વર્ષે મોટી સંખ્યામાં જવાનોને મોકલવામાં આવે છે. અત્યંત કઠિન મિશન પર જવા માગતા હોય એવા જવાનો આ રેસમાં ભાગ લેવા આવે છે. કહેવાની જરૂર નથી કે આ કૉમ્પિટિશનમાં ભાગ લેનારાઓ કંઈ સાવ જ કૉમન મેન નથી હોતા, પણ જેમનું ફિઝિકલ ટ્રેઇનિંગનું બૅકગ્રાઉન્ડ એક સામાન્ય નાગરિક કરતાં ઘણું-ઘણું ઊંચું હોય છે એ જ આમાં ભાગ લેવાનું સાહસ કરી શકે છે. પોલીસ-ફોર્સમાં કામ કરતા, ફિટનેસ ફ્રીક્સ અને સાહસવીરો પણ આ સ્પર્ધામાં ભાગ લે છે. જોકે મોટા ભાગના લોકો રેસ પૂરી કરવામાં પણ સફળ નથી થતા.

જરાક તળપદી કાઠિયાવાડીમાં કહીએ તો - કોઈની માએ સવાશેર સૂંઠ ખાધી હોય તો આવતા વરસની તૈયારીઓમાં લાગી જાઓ.આ સ્પર્ધા ક્યારથી અને કોણે શરૂ કરી?

બ્રિટનના બિલી વિલ્સન નામના ભેજાગેપ માણસે ૧૯૮૭માં પહેલી વાર આ સ્પર્ધાનું આયોજન કરેલું. બિલી વષોર્થી ફિટનેસ ટ્રેઇનિંગના ફીલ્ડમાં કામ કરતો હતો અને  હટકે કહી શકાય એવી સાહસથી ભરપૂર રોડ-રેસનું આયોજન કરતો હતો. થોડોક સમય માટે તે ખુદ બ્રિટિશ આર્મીમાં ટ્રેઇનિંગ પણ લઈ આવેલો. રોડ-રેસમાં રોમાંચ ઓછો થતાં તેણે આ નવો જ કૉન્સેપ્ટ તૈયાર કર્યો; જેમાં ચડાણ, ઉતરાણ, ટનલ, આગ, કાદવ, કરન્ટ, બરફ જેવાં અવરોધો પેદા કરીને પોતાની જ આગવી રેસ વિકસાવી. શરૂઆતમાં દર જાન્યુઆરીમાં જ ટફ ગાય કૉમ્પિટિશન યોજાતી હતી, પણ ૧૯૯૮થી ઉનાળાની સીઝન પણ શરૂ થઈ. નેટલ વૉરિયર તરીકે ઓળખાતી આ સ્પર્ધામાં પણ સહનશીલતા અને હિંમતની કસોટી કરતા પણ થોડાક જુદા પ્રકારના અવરોધોવાળી રેસ યોજાય છે.કેટલા લોકોનાં હાડકાં ભાંગ્યાં?

આમ તો આ રેસને વિશ્વની સૌથી કપરી અને છતાં સૌથી સલામત રેસનું બિરુદ આપવામાં આવ્યું છે, પણ એમાં અનેક લોકોનાં હાડકાં પણ ભાંગ્યાં છે. પહેલાં ૨૫ વર્ષના આંકડા મુજબ લગભગ ૬૦૦ જણનાં હાડકાં ભાંગ્યાં છે. છેલ્લાં બે વરસનાં આંકડા હજી બહાર નથી પડ્યા. ૨૦૦૦ની સાલમાં એક સ્પર્ધક હાઇપોથર્મિયા એટલે કે અતિશય ઠંડીને કારણે લોહી થીજી જતાં હાર્ટ-અટૅકને કારણે મૃત્યુ પામેલો.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK