૧૨ વર્ષનો બૉય બન્યો યોગ-ચૅમ્પિયન

તાજેતરમાં ચેન્નઈ ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાની યોગસ્પર્ધામાં કાંદિવલીના પૂજન દેસાઈએ બે ગોલ્ડ મેડલ, એક બ્રૉન્ઝ મેડલ અને બે ટ્રોફી જીતી માત્ર ગુજરાતીઓને જ નહીં, મુંબઈને રાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ અપાવી છે

yoga boyયંગ વર્લ્ડ  -  વર્ષા ચિતલિયા


યોગના ત્રણ B એટલે કે બ્રીધિંગ, બેન્ડિંગ અને બૅલૅન્સિંગમાં જબરદસ્ત કન્ટ્રોલ ધરાવતા ૧૨ વર્ષના પૂજન દેસાઈએ ગયા મહિને પતંજલિ યોગ યુનિવર્સિટી, ચેન્નઈ દ્વારા આયોજિત નૅશનલ લેવલની યોગસ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ, એક બ્રૉન્ઝ મેડલ તેમ જ બે ટ્રોફી મેળવી ગુજરાતીઓનું ગૌરવ તો વધાર્યું જ છે અને સાથે મુંબઈને પણ રાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ અપાવી છે. આ પહેલાં ફેબ્રુઆરી મહિનામાં ભારત અને નેપાલ વચ્ચે યોજાયેલી ઇન્ડો-નેપાલ ઇન્ટરનૅશનલ યોગ કૉમ્પિટિશનમાં સિલ્વર મેડલ હાંસલ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે તેણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

ચેન્નઈમાં યોજાયેલી સ્પર્ધામાં ભારતનાં વિવિધ રાજ્યો અને મહાનગરોમાંથી એક કરતાં વધારે સ્પર્ધકો આવ્યા હતા, જ્યારે મુંબઈમાંથી એકમાત્ર પૂજને જ ભાગ લીધો હતો. વાસ્તવમાં આ સ્પર્ધામાં તેણે મુંબઈનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સ્પર્ધા વિશે વાત કરતાં પૂજનના પપ્પા આશુતોષભાઈ કહે છે, ‘રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં કુલ પાંચ કૅટેગરી હતી, જેમાંથી ચાર ગ્રુપમાં પૂજને ભાગ લીધો હતો. પ્રથમ કૅટેગરીમાં પોતાની પસંદગીનાં કોઈ પણ છ સામાન્ય યોગાસન કરી બતાવવાનાં હતાં. બીજા રાઉન્ડમાં ફૉર્વર્ડ બેન્ડિંગ, બૅકવર્ડ બેન્ડિંગ, હૅન્ડ બૅલૅન્સિંગ, સ્ટૅન્ડિંગ આસન તેમ જ ટ્વિસ્ટિંગ આસનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કૅટેગરીમાં બૅકવર્ડ બેન્ડિંગ અને હૅન્ડ બૅલૅન્સિંગમાં ગોલ્ડ મેડલ તેમ જ ટ્વિસ્ટિંગ માટે તેને બ્રૉન્ઝ મેડલ મળ્યો છે. ત્રીજી કૅટેગરી ચૅમ્પિયન્સ માટે હોય છે. આ કૅટેગરીમાં આયોજકોએ સૂચવેલાં છ સ્ટાઇલનાં યોગાસન પર્ફોર્મ કરવાં પડે. આ રાઉન્ડમાં પૂજનને બેસ્ટ પર્ફોર્મન્સની ટ્રોફી મળી છે. છેલ્લી કૅટેગરી ખૂબ જ મુશ્કેલ કહી શકાય. પહેલા ત્રણ રાઉન્ડમાં પૂજનને ૧૨ વર્ષથી નીચેની કૅટેગરીમાં પર્ફોર્મ કરવાનું હતું, પરંતુ છેલ્લા રાઉન્ડ ચૅમ્પિયન્સ મીટ ચૅમ્પિયન્સમાં તમામ ઉંમરના સ્પર્ધકો સાથે સ્પર્ધામાં ઊતરી બે-બે આસનો કરી બતાવવાનાં હતાં. ઓપન કૅટેગરીમાં પણ ફસ્ર્ટ પ્રાઇઝ મેળવી તેણે સૌને આર્યમાં મૂકી દીધા હતા. ગર્વ લેવા જેવી વાત એ છે કે પૂજનના પર્ફોર્મન્સને ધ્યાનમાં લઈ તેનાં શિક્ષિકા શાલુ શર્માને પણ શ્રેષ્ઠ યોગ-ટીચરની ટ્રોફી આપવામાં આવી છે.’

કાંદિવલીમાં રહેતા અને બોરીવલીમાં આવેલા શ્રી શ્રી રવિશંકર વિદ્યા મંદિરના સાતમા ધોરણમાં અભ્યાસ કરતા પૂજને યોગનું જ્ઞાન સ્કૂલમાં જ મેળવ્યું છે. અલગ-અલગ સ્પર્ધામાં ભાગ લેવા તે રોજના ચારથી પાંચ કલાક પ્રૅક્ટિસ કરે છે. આ વિશે વાત કરતાં પૂજન કહે છે, ‘મારી સ્કૂલ આઠ વાગ્યાની છે, પણ હું સવારે સાત વાગ્યે પહોંચી સુદર્શનક્રિયા કરું છું. સ્કૂલ છૂટuા પછી પણ યોગ માટે ખાસ સમય ફાળવું. ઘરે આવ્યા બાદ મારા પૉર વિશે પેરન્ટ્સ સાથે ચર્ચા કરું. શરૂઆતમાં બ્રીધિંગ પર કન્ટ્રોલ કરવો બહુ મુશ્કેલ લાગતું હતું. નિયમિતપણે પ્રૅક્ટિસ કરવાથી હવે લાંબો સમય સુધી શ્વાસ રોકી રાખવામાં સફળતા મળવા લાગી છે. વાસ્તવમાં સાઠથી નેવું સેકન્ડ સુધી શ્વાસને રોકી રાખવો જોઈએ, પણ હું ત્રીસથી ચાલીસ સેકન્ડ કન્ટ્રોલ કરી શકું છું. મને બેઠાં- બેઠાં આસનો કરવાં વધારે ગમે છે. બૅલૅન્સિંગ, બૅકવર્ડ આસન અને ટ્વિસ્ટિંગમાં સૌથી વધારે રસ પડે છે. મને જિમ્નૅસ્ટિક યોગ શીખવા છે, પણ ડાન્સમાં હું ઝીરો છું એટલે થોડો સમય લાગશે.’

છેલ્લાં થોડાં વર્ષથી યોગના લાભ વિષે લોકોમાં જાગ્રતતા વધી છે અને એનો પ્રચાર પણ ખૂબ થઈ રહ્યો છે. હવે તો અનેક સ્કૂલોમાં યોગ શીખવાડવામાં આવે છે. પૂજને પણ સ્કૂલના શિક્ષક પાસે જ તાલીમ લીધી છે. આ સંદર્ભે વાત કરતાં તેનાં મમ્મી પૂર્વી કહે છે, ‘પૂજન થોડો અગ્રેસિવ અને તોફાની બારકસ હતો. એક જગ્યાએ પગ વાળીને બેસે જ નહીં. નવરા બેસવું તેના સ્વભાવમાં જ નહીં. તે થોડો શાંત અને ગંભીર બને તેમ જ તેનું મગજ સારી પ્રવૃત્તિ તરફ ફંટાય એ માટે અમે તેને કોઈ ઍક્ટિવિટીમાં મોકલવા માગતા હતા. પહેલાં છ મહિના તેને સ્કેટિંગ-ક્લાસમાં મોકલ્યો, પછી બાઇક સાઇક્લિંગ માટે પણ મોકલી જોયો. અલગ-અલગ પ્રવૃત્તિ કરાવ્યા બાદ અમને ખ્યાલ આવ્યો કે તેને સ્વિમિંગ અને યોગમાં રસ પડે છે. યોગના કારણે તેના સ્વભાવમાં પરિવર્તન આવ્યું છે. હવે તે શાંત થઈ ગયો છે એટલું જ નહીં; સ્ટૅમિના, ફ્લેક્સિબિલિટી અને મેન્ટલ પાવરમાં વધારો થવાની સાથે ઍકૅડેમિક પર્ફોર્મન્સમાં પણ સુધારો થયો છે.’

yoga


પૂજનની સફળતામાં પૂર્વીબહેનનો રોલ સૌથી મહત્વનો છે. આજકાલનાં બાળકોને જન્ક ફૂડથી દૂર રાખવાં સરળ નથી. ડાયટ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘પૂજન હજી ઘણો નાનો છે અને સવારે ઊઠે ત્યારે ઊંઘમાં પણ હોય. બ્રશ કરતાં પહેલાં તે પાણી પીવાનું ભૂલે નહીં એ ખાસ ધ્યાન રાખવું પડે. બૉડીને ડિટૉક્સિફાય કરવા માટે સવારે ઊઠતાંવેંત નરણા કોઠે પાણી પીવું જ જોઈએ. રોજ સવારે પંદર બદામ અને થોડા અખરોટ આપું છું. સ્કૂલમાં પણ તેને બદામ, અખરોટ અને કિસમિસ આપું. દરેક પિરિયડ પછી થોડાં-થોડાં ડ્રાયફ્રૂટ્સ પેટમાં જવાં જોઈએ. સીઝનલ ફ્રૂટ્સ પણ ભરપેટ ખાવાનાં. નાનાં બાળકોને જન્ક ફૂડથી વંચિત ન રાખી શકાય એટલે મહિનામાં બે વાર ખાવાની છૂટ.’

મને તો ડાયટમાં મજા આવે છે એમ જણાવતાં પૂજન કહે છે, ‘સ્કૂલમાં જાઉં ત્યારે પૉકેટમાં બદામ અને અખરોટ હોય. થોડી-થોડી વારે ખાધા કરવાનું. આ બધી વસ્તુ ખાવાથી મારો સ્ટૅમિના વધે છે એટલે જન્ક ફૂડ પ્રત્યે આકર્ષણ આપમેળે ઘટી ગયું છે. જોકે ચાટ બહુ ભાવે. મહિનામાં એકાદ વાર ચાટ ખાઈ જ લઉં. જે દિવસે આડોઅવળો નાસ્તો કર્યો હોય એ દિવસે રાતે ડિનરમાં સાવ જ સાદું ભોજન લઉં અથવા ફ્રૂટ્સ ખાઈ બૅલૅન્સ કરી લઉં.’

પૂજનને ટ્રેકિંગનો ગાંડો શોખ છે. વારંવાર ટ્રેકિંગ માટે જતો હોય છે. થોડા સમય પહેલાં તેણે રિવર-રાફ્ટિંગ કર્યું હતું. જોખમો લેવાની તેને મજા આવે છે. આ સિવાય સ્વિમિંગ અને સાઇક્લિંગ પણ કરે છે. તેને ગુજરાતી વાંચતાં-લખતાં પણ ખૂબ સારી રીતે આવડે છે. તેના પેરન્ટ્સનું માનવું છે કે ગુજરાતી ભાષાને જીવંત રાખવાની આપણી ફરજ છે અને આજની જનરેશનને એ આવડવી જ જોઈએ. તેમણે રાતે સૂતાં પહેલાં ગુજરાતી પુસ્તકો વાંચવાની ટેવ પાડી છે. હાલમાં પૂજન વીર સાવરકરની બાયોગ્રાફી વાંચે છે. આવતા મહિને તે વધુ એક સ્પર્ધામાં ભાગ લેવાનો છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK