ક્યાં છે ખેતર? ક્યાં છે ભેંસ? કલ્પનાના આધારે ચાલતા આપણા વિવાદ

આપણા ઝઘડા કે વિવાદ કેવા હોય છે? યાદ કરો, તમે ક્યારે કોની સાથે, કયા કારણસર ઝઘડો કર્યો હતો? રેતીનાં મકાનો માટે આપણા ઝઘડા-વિવાદ ચાલતા રહે છે; જે ફેલાઈને સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ સુધી પહોંચી જાય છે. આજે જગતમાં શાંતિ ક્યાંય નથી, વિવાદ બધે છે

tv serial

પ્રતીકાત્મક તસવીરસોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

બે ગાઢ મિત્રો રોજની જેમ એક દિવસ દરિયાકિનારે ફરવા ગયા. ત્યાં કિનારે બેઠાં-બેઠાં બન્ને વાતોએ વળગ્યા. એક મિત્રે બીજાને કહ્યું, મેં એક ખેતર લેવાનું વિચાર્યું છે. આ સાંભળી બીજાએ કહ્યું, અરે વાહ! પછી બીજાએ કહ્યું, મેં એક ભેંસ લેવાનું નક્કી કર્યું છે. તેથી પહેલા મિત્રએ કહ્યું, પણ જોજે, તારી ભેંસ મારા ખેતરમાં આવીને મારો પાક ખરાબ ન કરે એ ધ્યાન રાખજે. બીજા મિત્રે કહ્યું, અરે જોયું વળી તારું ખેતર! મારી ભેંસને કંઈ પડી નથી તારા ખેતરમાં જવાની. પેલાએ કહ્યું, એ ભલે, પરંતુ હું તો અત્યારથી તને ચેતવણી આપી દઉં છું, તારી ભેંસને પછી મારા માણસો ડંડા મારે તો કહેતો નહીં. બીજા મિત્રે હવે ગુસ્સામાં આવીને કહ્યું, મારી ભેંસને હાથ તો લગાડીને જોજે, પછી જો હુંય તારા ખેતરની શું દશા કરું છું.

આમ વાત ધીમે-ધીમે વિવાદમાં ફેરવાતી ગઈ અને આખરે તો બન્ને મિત્રો મારામારી પર ઊતરી આવ્યા. આસપાસના લોકોએ આવીને તેમને છોડાવ્યા. પોલીસ આવીને બન્નેને પકડી ગઈ. ત્યાર બાદ તેમને ર્કોટમાં પેશ કરવામાં આવ્યા. ન્યાયાધીશે  તેમને પૂછuું, તમારું ખેતર ક્યાં છે અને ક્યાં છે તમારી ભેંસ? એટલે આ બન્નેએ જવાબ આપ્યો એ તો નથી, આ તો દરિયાકિનારે રેતી પર મેં ખેતરની રેખા (સીમા) દોરી અને મિત્રએ ભેંસ દોરી, એમાં અમારે આ વાત કરતાં-કરતાં ઝઘડો થઈ ગયો, ખેતર અને ભેંસ તો છે જ નહીં.

ન્યાયાધીશે આ કેસમાં શું કર્યું હશે એ મૂંઝવણમાં આપણે પડવું નથી, પરંતુ આ ઘટના પરથી એટલું જરૂર વિચારી શકાય કે આપણા ઝઘડા કેવા હોય છે, કઈ રીતે ઊભા થાય છે અને કઈ રીતે આગળ વધે છે. આવા સામાન્ય વિવાદો મોટા માણસો, વગદાર માણસો પણ કેવી રીતે કરે છે, શેના માટે કરે છે? ઇન શૉર્ટ, જેવા માણસો એવા વિવાદ. અત્યારે તો આપણે સમાજમાં, દેશમાં એક પછી એક શેના વિવાદ ચાલે છે અને શા માટે ચાલે છે એ કોઈને કહેવાની જરૂર નથી. આ વિવાદ કેટલાં વરસથી ચાલે છે એ પણ યાદ કરાવવાની જરૂર નથી અને ફરી-ફરી શા માટે બહાર આવે છે એ સમજાવવાની કોઈ આવશ્યકતા નથી. કરુણતા એ પણ ખરી કે જૂનાનો ઉપાય થતો નથી અને નવા-નવા આવ્યા કરે છે.    

સવાલ માત્ર એક વિવાદનો નથી, વિવાદ આપણી પ્રકૃતિમાં ïછે તેથી વિવાદ અને ઝઘડા અનેક વિષયમાં ચાલતા રહે છે. ક્યારે કોને કઈ અને કેવી હવા આપવી એ આવા વિવાદની આગમાં ઘી નાખવા ઇચ્છતાં સ્થાપિત હિતોને બરાબર ખબર હોય છે.

આપણા ભૂતકાળને જોઈએ

આપણે ભૂતકાળમાં યા આપણા બાળપણના દિવસોને યાદ કરીએ તો આજે આપણને સમજાય કે આપણે કેવી-કેવી નકામી અને ક્ષુલ્લક બાબતે ઝઘડતા હતા. ખેર, બાળક હતા તેથી આમ થઈ શકે. થોડા આગળ વધી યુવાની પર આવીએ તો ખયાલ આવે કે એ વખતના આપણા ઝઘડા પણ કેવા બાલિશ (યુવાનીશ?) હતા. આ સત્ય આપણને ક્યારેક ચાલીસ, ક્યારેક પચાસ તો ક્યારેક સાઠ પછી સમજાય અને અનેક લોકોને છેલ્લી ઉંમર સુધી પણ ન સમજાય. પણ સાલું તેમને સમજાવે કોણ કે તેમને હજી સમજાયું નથી કે ખેતર પણ નથી અને ભેંસ પણ નથી, બધું અહીં રેતી પર દોરેલી રેખા છે. દરિયાનું એક જ મોજું બધું ભૂંસી નાખશે.

આપણા વિવાદ બીજાઓ માટે મનોરંજન

તેમ છતાં વિવાદ સહજ છે. પરંતુ વિવાદ બાદ આપણે શું કરીએ છીએ એ વધુ મહkવનું છે. વિવાદને સંવાદથી પતાવી શકાય છે, એને પૂર્ણવિરામ આપી શકાય છે, એને સમાધાનમાં ફેરવી શકાય છે. પણ આપણને વિવાદમાં મજા આવતી હોય છે અને મોટા ભાગે આપણા વિવાદમાં બીજાઓને વધુ મજા આવતી હોય છે. આ જેમને બહુ મજા આવે છે તેઓ ઇચ્છે છે કે આ વિવાદ (જે તેમના માટે મનોરંજન અને વાતચીતનો વિષય બની જાય છે)માં તેમને અંગત આનંદ મળે છે, સંતોષ મળે છે, તેમનાં અહંકાર અને ઈષ્ર્યાને પુãક્ટ મળે છે. આ લોકો કોણ હોય છે? આ લોકો આપણી આસપાસના લોકો જ હોય છે. સગાંસંબંધી, મિત્રો, શત્રુઓ, પરિચિતો હોઈ શકે. અજાણ્યા લોકો પણ હોઈ શકે. આ બધાને લાગુ પડે છે. આવા લોકોના જીવનમાં ચાલતા વિવાદોને પણ ક્યાંક આપણે આ જ રીતે જોતા હોઈશું યા માણતા હોઈશું. આ વાત આપણે પૂર્ણ નિખાલસતા મારફત જાતતપાસથી જ જાણી શકીએ. ક્યાંય પણ જોજો, નાનીશી વાતમાં ઝઘડો થયો હોય અને કેવા બધા તમાશો જોવા ઊભા રહી જાય છે! તમાશો જોવો એ પણ માનવીય પ્રકૃતિ છે.

કાલ્પનિક વિવાદ

આ કડવા સત્યને સમજવા એક નાની ઘટના પર નજર કરીએ. છગન પોતાની સાઇકલ ચલાવતો જતો હોય છે. ગિરદીને કારણે તેની સાઇકલ એક ભાઈને અથડાઈ જાય છે. એ ભાઈ પડી જાય છે. ત્યાં ઊભેલા મગન અને તેના સાથીઓ સહિત લોકોનું ટોળું ભેગું થઈ છગનને પીટવાનું શરૂ કરી દે છે. માર ખાતાં-ખાતાં છગન કહે છે, ‘અરે બસ કરો ભાઈઓ, જેને વાગ્યું છે તે ભાઈ કંઈ બોલતા નથી ને તમે શું મંડી પડ્યા છો?’

દોસ્તો, આપણે પણ આવા કોઈ ને કોઈ કિસ્સામાં જાણતાં-અજાણતાં સામેલ થઈ જઈએ છીએ.   કેટલાય વિવાદો તો માત્ર આપણા મનમાં ચાલતા હોય છે. એક મિત્ર બીજા મિત્ર પાસે તેના પોતાના માટે સાઇકલ માગવા જતો હોય છે. રસ્તામાં તેને વિચાર આવે છે કે મિત્ર શું કહેશે? સાઇકલ આપશે કે બહાનું કાઢશે? કહેશે, સાઇકલ તો મારો ભાઈ લઈ ગયો છે અથવા બહાનું કાઢશે, મારી સાઇકલ રિપેરિંગમાં છે યા પછી કહેશે, મારે પોતે બહાર જવું  છે તેથી મને જ જોઈએ છે. આમ સંખ્યાબંધ વિચાર કરતાં-કરતાં તે મિત્રના ઘરની નીચે પહોંચેલો મિત્ર તેને સાઇકલ માગવાને બદલે સીધું એમ જ કહી દે છે, જા નથી જોઈતી તારી સાઇકલ! આવા તો કેટલાય વિવાદ-સંવાદ આપણા મનમાં સતત ચાલતા હોય છે,  જે કાલ્પનિક હોવા છતાં આપણે એના આધારે નર્ણિય લઈ લઈએ છીએ. બીજા શું કરશે અને કહેશે એ વિચારવાને બદલે બીજા આમ જ વિચારશે એ માનીને આપણે અભિપ્રાય બાંધી લઈએ છીએ. ઝઘડો થાય એ પહેલાં જ આપણે જજમેન્ટ પણ લઈ લઈએ છીએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK