નવા વર્ષમાં આ ગૃહિણીઓની મહેમાનગતિ માણવા જેવી છે

ર્હેલ્થ, ટેસ્ટ ને પ્રેઝન્ટેશનને ફોકસમાં રાખી મહેમાનોની આગતાસ્વાગતા માટે યુનિક નાસ્તા બનાવતી મુંબઈની મહિલાઓને મળીએ

cadburyવર્ષા ચિતલિયા

રસોડામાં કામ કરવું એ ગૃહિણીઓ માટે એક ચૅલેન્જિંગ ટાસ્ક છે. કુટુંબમાં બધાને ભાવે એવી વાનગી બનાવવી અને તેમની હેલ્થનું પણ ધ્યાન રાખવું એ આપણે ધારીએ છીએ એટલું સરળ નથી. એમાંય દિવાળીમાં પરંપરાગત રીતે બનાવવામાં આવતાં ફરસાણ-મિષ્ટાન્નની સાથે મહેમાનોની સરભરામાં કંઈક નવું પીરસવાનું હોય તો મગજ કસવું પડે. મુંબઈમાં

દૂર-દૂરનાં પરાંમાં રહેતાં મહેમાનો દિવાળી પછી એક અઠવાડિયા સુધી એકબીજાના ઘરે જતા હોય છે.  બધાના ઘરમાં ટેબલ પર એ જ ચીલાચાલુ નાસ્તો જોઈને આપણે પણ કંટાળી જઈએ છીએ તો દૂરથી આવનારા મહેમાનોને ક્યાંથી ભાવે? આજની હેલ્થ-કૉન્શિયસ ગૃહિણીઓ પણ માને છે કે તળેલા નાસ્તા હવે કોઈ અડતું નથી. આજે આપણે ગૃહિણીઓ પાસેથી જાણીએ કે ઘરના સભ્યોની હેલ્થ અને ટેસ્ટનું ધ્યાન રાખવાની સાથે નવા વર્ષે આંગણે આવેલા મહેમાનો માટે તેઓ કેવા યુનિક નાસ્તા બનાવે છે તેમ જ પ્રેઝન્ટેશનમાં કેવી ક્રીએટિવિટી ઉમેરે છે.

મારા હાથનાં ફરસાણ-મીઠાઈ ખાધા વગર મહેમાન જાય નહીં - પૂજા અજમેરા, કાંદિવલી

કાંદિવલીનાં ગૃહિણી પૂજા અજમેરાનું માનવું છે કે દિવાળીમાં તળેલા નાસ્તાને સદંતર અવૉઇડ કરવાની જરૂર નથી. તેઓ કહે છે, ‘જેમ મશીનને ઑઇલિંગની જરૂર પડે છે એવી જ રીતે આપણા શરીરના પાટ્ર્સને પણ સમયાંતરે ઑઇલિંગ કરવા જોઈએ. ઘી-તેલ હેલ્થ માટે ખરાબ છે એવી માન્યતા સાવ જ ખોટી છે. હા, બહારના તળેલા નાસ્તા હેલ્થ માટે નુકસાનકારક છે. ચોળાફળી અને મઠિયા જેવા તળેલા નાસ્તા હું ઘરે જ બનાવું છું. આજે ગૃહિણીઓને લોટ બાંધી કૂટવાનો કંટાળો આવે છે એટલે બહારથી વણેલાં મઠિયાં લાવી તળી નાખે. હું ઘરમાં જ મહેનત કરી બનાવું છું. મહેમાનો બહારના નાસ્તા જોઈને કંટાળી જાય, પરંતુ ઘરમાં શુદ્ધ ઘીમાં બનાવેલી મીઠાઈઓ, બેક્ડ નાનખટાઈ તેમ જ મોઢામાં મૂકતાં જ ભૂકો થઈ જાય એવા સૉફ્ટ નાસ્તા જુએ તો ખાધા વગર ન જાય. હોમમેડ નાસ્તાની વાત જ નોખી છે. બીજું, નાસ્તાને સર્વ કરવાની પણ રીત હોવી જોઈએ. ઘણાના ઘરમાં મોંઘી મીઠાઈઓ મૂકી હોય અને ડાયટ નાસ્તાની પ્લેટ હોય, પણ બધું જ અસ્તવ્યસ્ત અને મિક્સ થઈ ગયું હોય. આવી પ્લેટ જોવી પણ ન ગમે. આજે આપણા બધાની લાઇફ એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે કોઈ કોઈના ઘરે જવા માટે નવરું નથી. એવામાં જો તમારા આંગણે કોઈ આવે તો આવકારો એવો હોવો જોઈએ કે તેમને ફરી આવવાનું મન થાય. બહારના નાસ્તા અને મીઠાઈઓ ખાઈને કંટાળી ગયેલા મહેમાનોને નવા વર્ષે હોમમેડ સૂકા નાસ્તા સાથે વેજિટેબલ ઇડલી અને કટલેટ જેવા ગરમાગરમ નાસ્તા સાથે લસણ અને કોથમીરની તીખીતમતમતી ચટણી પીરસીએ તો મજા પડી જાય.’


sweetબાળકોના ટેસ્ટને ફોકસમાં રાખી નાસ્તા બનાવવામાં મારી માસ્ટરી : અલકા સંઘવી, કાંદિવલી

પરંપરાગત રીતે બનાવવામાં આવતા નાસ્તાને આજનાં બાળકો હાથ પણ નથી લગાવતાં એમ જણાવતાં કાંદિવલીનાં ગૃહિણી અલકા સંઘવી કહે છે, ‘હું જ્યારે પણ નવી ડિશ ટ્રાય કરું મારું ફોકસ બાળકો જ હોય. સાલમુબારક કરવા આવનારા મહેમાનો વર્ષોથી એક જ પ્રકારનો નાસ્તો ખાઈને કંટાળી ગયા છે. ચોળાફળી કે ઘૂઘરા જેવા નાસ્તા આપણી પરંપરા છે એટલે શુકન પૂરતાં બનાવીએ ખરાં, પણ ખૂટતાં નથી. આપણે હવે હેલ્થ-કૉન્શિયસ થઈ ગયાં છીએ અને બાળકોને અટ્રૅક્ટિવ ફૂડ જોઈએ છે. બન્ને બાબતોને નજરમાં રાખી ડિફરન્ટ ફૂડ સર્વ કરવું મને ખૂબ ગમે છે. મુંબઈની ફાસ્ટ લાઇફમાં કોઈની પાસે એકબીજાના ઘરે જવાનો સમય નથી એવામાં પર્વના દિવસે કોઈ આપણા ઘરે આવે તો તેમને એવો જ નાસ્તો સર્વ કરવો જોઈએ જેનાથી પેટ ભરાય એથી હું ગરમ નાસ્તો જ પ્રિફર કરું છું. બાળકો હોય કે મોટા- બધાને બ્રેડ પીત્ઝા, બ્રેડ-ક્રાફ્ટ, ચૉકલેટ બ્રેડ, મિક્સ વેજિટેબલ સ્ટફિંગથી બનાવેલા લઘાનિયા જેવા નાસ્તા ભાવે છે. આવા નાસ્તા હેલ્ધી અને ટેસ્ટી હોય છે. મારું માનવું છે કે નાસ્તાની રેસિપીની જેમ એને સર્વ કરવાની રીત પણ અનોખી હોવી જોઈએ. માત્ર નાસ્તા જ નહીં કૅન્ડી કે આઇસક્રીમ જેવી વસ્તુ પણ સર્વ કરતી વખતે હું પ્રેઝન્ટેશનનો ખાસ ખ્યાલ રાખું છું. આઇસક્રીમ સ્ટિક પર ડેકોરેશન કરી સર્વ કરવાથી બાળકો ખુશ થઈ જાય છે. સ્વીટ્સ અથવા ચૉકલેટ આપવી હોય તો ડ્રાયફ્રૂટ્સથી સજાવીને આપો. મારા બનાવેલા નાસ્તા તો ફેમસ છે જ, એના ફોટો પણ એટલા જ પૉપ્યુલર છે.’

બેક્ડ સેવપૂરી અને પાનશૉટ મહેમાનોમાં પૉપ્યુલર - નીતા લાઠિયા, બોરીવલી

હવે શુગર-ફ્રી મીઠાઈનું ચલણ વધ્યું છે એમ જણાવતાં બોરીવલીનાં ગૃહિણી નીતા લાઠિયા કહે છે, ‘દિવાળીના પર્વમાં બધાના ઘરમાં એકસરખી મીઠાઈઓ જોઈને લોકો મોઢું મચકોડે છે એથી એમાં વેરિએશન લાવવું પડે. વેલકમ ડ્રિન્કથી મુખવાસ સુધી દરેક વસ્તુમાં નવીનતા હોવી જોઈએ. વેલકમ ડ્રિન્કમાં ફુદીના પંચ બેસ્ટ છે. હેલ્થ અને ટેસ્ટને નજરમાં રાખી હું ઓટ્સ, ખજૂર અને અંજીરમાંથી મીઠાઈ બનાવીને રાખું. મહેમાન આવે ત્યારે પેપરકપમાં મીઠાઈના પીસને મૂકી એેના પર ડાર્ક ચૉકલેટ સિરપ રેડી ઉપરથી ડ્રાયફ્રૂટ્સ વડે ગાર્નિશ કરી પીરસીએ તો જોનારાને ટેસ્ટ કરવાનું મન થઈ જાય. બાળકોને તો આવી મીઠાઈ ખૂબ ભાવે. શુકનની સાતપડી તો હોવી જ જોઈએ. એમાં પણ પાંઉભાજી મસાલો, ચાટ મસાલો અને આમચૂર પાઉડર ભભરાવી તળી લો તો સ્પાઇસી લાગે છે. અન્ય નાસ્તામાં મારા હાથની બેસ્ટ સેવપૂરી વખણાય છે. કેળાં અથવા બટાટાના સ્ટફિંગને બે પૂરી વચ્ચે દબાવી બેક કરી લેવાનું. ઉપરથી સેવ અને દાડમથી સજાવી ચટણી તેમ જ સૉસ સાથે સ્વાદિષ્ટ લાગે છે. કૅનપીનો ઑપ્શન પણ રાખી શકાય. દિવાળીમાં જલદીથી બની જાય એવા નાસ્તા હોવા જોઈએ. સ્પþાઉટ્સ ભેળ પણ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો ગણાય. મને મુખવાસના ઢગલા કરવાનું ખાસ ગમતું નથી. એમાં પણ વેરિએશન જોઈએ. સૌથી મજાની આઇટમ છે પાનશૉટ. પાનના મસાલાને દૂધમાં ભેળવી મિક્સરમાં ચર્ન કરી લેવાનું. છેલ્લે નાની સાઇઝના કાચના ગ્લાસમાં પાનશૉટ રેડી, ડેકોરેટ કરીને મહેમાનોને આપું છું. આ શૉટ માઉથફ્રેશનરનું કામ કરે છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK