ઑનલાઇન સુરક્ષિત રહેવા માટે શું કરશો?

શહેર હોય કે ગામડું, આજકાલ મોટા ભાગના વરિષ્ઠ નાગરિકોનદિવસનો ઘણોખરો સમય ઑનલાઇન રહીને વિતાવે છે. નો ડાઉટ, સમય વિતાવવા માટે આ બેસ્ટ ઑપ્શન છે, પણ તમે ઑનલાઇન હો ત્યારે સુરક્ષિત કેવી રીતે રહી શકાય એ આજે જોઈશું

vadil vishwaવડીલ વિશ્વ - પલ્લવી આચાર્ય

૭૫ વર્ષનાં અરુણા શેઠ તાજેતરમાં ફેસબુક પર તેમના બાળપણના મિત્રોને મYયાં. મિત્રોને મળી તેમને ભારે ખુશી થઈ. લોકોને મળવા માટે તેમને આ બહુ સરસ માધ્યમ લાગ્યું. અહીં મિત્રો શોધવાનું તેમણે ચાલુ રાખ્યું તો સ્કૂલ સમયના મિત્રો પણ શોધી કાઢ્યા. મિત્રોને મળીને તેઓ ખૂબ જ ખુશ હતાં, કારણ કે તેમને જાણવા મળ્યું કે મોટા ભાગના મિત્રો મુંબઈમાં જ છે. તેમણે પરસ્પર મેસેજ મોકલવાનું શરૂ કર્યું અને એકબીજાના કૉન્ટૅક્ટ-નંબરો શૅર કર્યા એટલું જ નહીં, અન્ય પરિવારોને પણ તેમની ફેસબુક ટાઇમલાઇન પર પૂછી માહિતી લેવા અને આપવાનું શરૂ કર્યું. જ્યારે અરુણા શેઠને તેમની પુત્રવધૂએ તેમના ફેસબુકના તમામ સંદેશ ડિલીટ કરવા કહ્યું અને ફોટોને પ્રાઇવેટના ઑપ્શનમાં રાખવા કહ્યું ત્યારે અરુણા શેઠને શૉક લાગ્યો. તે કહે છે, ‘ફેસબુક પર આ બધું નાખતાં મને જરા પણ આઇડિયા નહોતો કે આ બધી માહિતી જાહેરમાં ચર્ચાઈ રહી છે અને તેથી એનો કોઈ નેગેટિવ યુઝ પણ કરી શકે છે.’

અરુણા શેઠે ત્યાર બાદ ઑફલાઇન વાતો કરવાનું શરૂ કર્યું અને પોતાના ફેસબુક પેજ પરનું સેટિંગ પબ્લિકલી બદલીને પ્રાઇવેટ કરી લીધું છે.

૬૯ વર્ષના પ્રવીણ ગાંધી મોટા ભાગે ઑનલાઇન રહે છે. સોશ્યલ મીડિયા પર તેઓ સક્રિય રહે છે. તેમનો દીકરો અને દીકરી બૅન્ગલોર અને કલકત્તામાં છે. તેમને મળવા જવા માટે તેઓ વારંવાર ઍરલાઇનની જે ઑફરો હોય એ જોતા રહે છે. તેઓ કહે છે, ‘તાજેતરમાં મેં સસ્તી ટિકિટ ઑફર કરતી એક ઈ-મેઇલ જોઈ. ઑફર મને ગમી એટલે એનો લાભ લેવા વિચાર્યું. એ માટે મારે મેઇલમાં જણાવ્યા મુજબની લિન્ક પર ક્લિક કરવાનું હતું. મને શું સૂઝ્યું કે મેં આ વાત મારી પુત્રીને કરી તો તેણે મને લિન્ક પર ક્લિક ન કરવાની સલાહ આપી. સાથે એ પણ જણાવ્યું કે ઍરલાઇનની જે ઓરિજિનલ સાઇટ છે એના પર જુઓ કે આ ઑફર છે કે નહીં. તેના કહેવા પરથી મને સમજાયું કે મંે જે મેઇલ જોઈ હતી એ ફેક હતી.’ 

આજના સમયમાં જુવાનિયા જ નહીં, વડીલો પણ મોબાઇલમાં રચ્યાપચ્યા રહે છે. વાસ્તવમાં સિનિયર સિટિઝનો માટે કમ્યુટર કે મોબાઇલ ટાઇમપાસનો બેસ્ટ ઑપ્શન છે. કોઈ ગેમ રમે, કોઈ મ્યુઝિક સાંભળે, કોઈ મિત્રો સાથે વાતો કરે તો કોઈ મિત્રો બનાવે, કોઈ બૅન્કિંગ કરે તો કોઈ મની-ટ્રાન્ઝેક્શન પણ કરે તો કોઈ શૉપિંગ કરે. શહેરના જ નહીં, ગામડાના વરિષ્ઠ નાગરિકો માટે પણ હવે સોશ્યલ મીડિયા ટાઇમપાસની મહાદુકાન બની ગયું છે. ફેસબુક પર ઉપલબ્ધ ડેટા મુજબ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર હવે ભારતીયોની સંખ્યા પણ નોંધપાત્ર છે. સોશ્યલ મીડિયા વિશ્વના જુદા-જુદા ભાગોમાં વસેલા કુટુંબીઓ અને મિત્રો સાથે જોડાયેલા રહેવાનું અને જૂના સંપર્કોને જીવંત કરવા માટેનું મહkવનું પ્લૅટફૉર્મ બની ગયું છે. બધા નહીં પણ કેટલાક ટેક્નૉસૅવી વડીલો ઑનલાઇન ટિકિટ-બુકિંગ કરે છે, કરિયાણાનો ઑર્ડર આપે છે, ઑનલાઇન શૉપિંગ દ્વારા સમય બચાવીને જીવનને સરળ બનાવે છે. ઑનલાઇન રહેવામાં કે ઑનલાઇન ટ્રાન્ઝેક્શનોના ફાયદા ઘણા છે, પણ એમાં સાવચેતી રાખવી જરૂરી છે. સાઇબર સિક્યૉરિટીના નિષ્ણાત શોમિરોન દાસગુપ્તાએ  વરિષ્ઠ નાગરિકોને ઑનલાઇન સુરક્ષિત કેવી રીતે રહેવું એનું માર્ગદર્શન આપ્યું છે એ જોઈએ.

તમારી વાતો પ્રાઇવેટ રાખો

ફેસબુક જેવાં સોશ્યલ મીડિયા ઍપ્લિકેશન્સ તમારાં સેટિંગ્સને ખાનગી રાખવાનો વિકલ્પ તમને આપે છે. આનો અર્થ એ કે તમે જે ફોટો અને લખાણ પોસ્ટ કરો એ ફક્ત તમારા મિત્રો અથવા તો તમે જે મર્યાદિત લોકોના સમૂહને મંજૂરી આપી છે એ લોકો જ જોઈ શકશે. આ ઉત્તમ વિકલ્પ છે, ખાસ કરીને દાદા-દાદી માટે. તેઓ પોતાનાથી દૂર રહેતાં ગ્રૅન્ડચિલ્ડ્રનને મોટાં થતાં જોવા માટે આતુર હોય છે. એ જ રીતે પોતાના ફોટો પોતરાને બતાવવા માટે પણ આતુર હોય છે. વડીલો, જો તમે આ સેટિંગ્સને સમજી ન શકતા હો તો તમારી વિશ્વાસુ વ્યક્તિને બતાવી પ્રાઇવસી સેટિંગ ઍડ્જસ્ટ કરો. કોઈ પણ ચીજ પબ્લિકલી મૂકશો નહીં. તમે તમારાં મિત્રો કે સગાંઓ સાથે જે વાતો કરો છો એને સોશ્યલ મીડિયા પર ખાનગી રાખો.

તમારું રેસિડન્સ-લોકેશન, તમારી અપકમિંગ ટ્રિપ, તમારાં સંતાનોની માહિતી વગેરે બાબતોને સોશ્યલ મીડિયા પેજ પર પબ્લિકલી નથી મૂકી રહ્યાને એની ખાતરી કરો. તમારે તમારા મિત્રો સાથે કોઈ વાત શૅર કરવી છે તો તમે મિત્રોને મેસેજ કરીને માહિતી આપી શકો, જાહેરમાં આ બધું આપવું જોખમી છે.

આડેધડ મિત્રોને ઍડ ન કરો

ફેસબુક જેવા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર તમે માત્ર જાણતા હો તેવા લોકો સાથે મિત્રતા કરો. કોઈ અજ્ઞાત વ્યક્તિની મિત્રતા માટેની રિક્વેસ્ટ આવી છે તો એને ન સ્વીકારો. સોશ્યલ મીડિયા પરના તમારા મિત્રોના લિસ્ટને એક વાર જોઈ લો અને તમે જાણતા ન હો તેવા કોઈ પણને લિસ્ટમાં ઍડ ન કરો.

પાસવર્ડ મૅનેજિંગ

તમે કોઈ પણ વેબસાઇટ્સની મુલાકાત લો તો એ તમને યુઝર્સ નેમ અને પાસવર્ડ રજિસ્ટર કરવા માટે પૂછે છે. કોઈ પણ ઑનલાઇન ટ્રાન્ઝેક્શન માટે આ અત્યંત જરૂરી છે. તમે નેટબૅન્કિંગ કરો, ઑનલાઇન ટ્રાવેલ-બુકિંગ કરો અથવા ઑનલાઇન શૉપિંગ સાઇટ પર જાઓ; પાસવર્ડ દરેક જગ્યાએ જરૂરી છે. પાસવર્ડ એવો રાખો જે તમે સરળતાથી યાદ રાખી શકો. આમાં તમે તમારા પુત્રનું નામ, પૌત્રની જન્મતારીખ અને ટૂંકાક્ષરો વગેરે રાખી શકો. અહીં દાસગુપ્તા એક ચેતવણી આપતાં કહે છે, ‘બે

અલગ-અલગ જગ્યા પર એક જ પાસવર્ડનો ઉપયોગ કરશો નહીં, કારણ કે તમે જે પાસવર્ડનો ઉપયોગ કર્યો હતો એ  ઞ્ૃીર્iશ્ર ત્Dમાં પણ હશે તો તમે જે રેસ્ટોરાંમાં ગયા હશો અથવા ફૂડ-ડિલિવરી સર્વિસની વેબસાઇટ પરના એ હશે. જો એ વેબસાઇટ હૅક થઈ જાય તો તમારો પાસવર્ડ ચોરાઈ જશે અને તમારે સહન કરવાનું આવશે.’

જાતજાતના પાસવર્ડ યાદ રાખવા મુશ્કેલ છે, પણ તમે lastpass( httpsn//lastpass.com/) અથવા https/1password.com/ જેવા સુરક્ષિત પાસવર્ડ મૅનેજર્સ ડાઉનલોડ કરી શકો છો. મોટા ભાગના પાસવર્ડ મૅનેજર્સ વિન્ડોઝ, એન્ડ્રૉઇડ વગેરે માટે જુદી-જુદી આવૃત્તિઓ તૈયાર કરે છે. આ બધાનો યુઝ કરવાનું અઘરુંં લાગતું હોય તો એક ઉપાય છે. તમારા પાસવર્ડની વિગતો એક સુરક્ષિત ડાયરીમાં લખી રાખો ને એને સુરક્ષિત જગ્યા પર સાચવીને રાખો. આ બાબત થોડી જુનવાણી છે, પણ એકનો એક પાસવર્ડ બધે વાપરવા કરતાં વધુ સલામત કહી શકાય.

ઑનલાઇન શૉપિંગ દરેક વ્યક્તિ પાસે બે ક્રેડિટ કાર્ડ હોવાં જરૂરી છે જેમાં એક ક્રેડિટ કાર્ડ એવું હોવું જોઈએ કે જેની ખરીદમર્યાદા ઓછી હોય. ઑનલાઇન શૉપિંગ કરતી વખતે ઓછી ખર્ચમર્યાદાવાળા ક્રેડિટ કાર્ડનો જ ઉપયોગ કરો. આમ કરવાનું કારણ એ છે કે જો તમે ક્રેડિટ કાર્ડને લગતા કોઈ ફ્રૉડનો ભોગ બનો તો પણ તમે મોટી રકમ નહીં ગુમાવો. જો ઑનલાઇન વ્યવહારો વધારે કરતા હો તો ક્રેડિટ કાર્ડ પર વીમો મેળવવાનું સૂચન દાસગુપ્તા કરે છે. તમારી જરૂરિયાતના આધારે કાર્ડની લિમિટ રાખો. આ લિમિટ એક લાખ રૂપિયાથી વધુ ક્યારેય ન રાખો. ભલે તમે કોઈ વિશ્વસનીય સાઇટની મુલાકાત લઈ રહ્યા હો તો પણ સાવચેત રહો. ઑનલાઇન શૉપિંગ કરો ત્યારે ક્રેડિટ કાર્ડની વિગતો મૂકતાં પહેલાં ગ્રીન લૉક સાઇનનું ધ્યાન રાખો, કારણ કે આ સાઈન એન્ક્રિપ્ટ થયેલી સાઇટને દર્શાવે છે.

રૅન્ડમ લિન્ક્સ પર ક્લિક ન કરો

જો તમને કૂપન કોડ સાથે કોઈ જાણીતી સાઇટ પરથી તમારી ઈ-મેઇલમાં ઑફર મળે તો આપેલી લિન્ક પર ક્લિક ન કરશો. એના બદલે જે-તે વેબસાઇટની અલગ મુલાકાત લો અને આપેલા કૂપન કોડનો ઉપયોગ કરો. જો એ સાચી હશે તો એ કામ કરશે. રૅન્ડમ લિન્ક્સ તમારી ઓળખ ચોરી શકે છે. તમારા અકાઉન્ટથી સ્પૅમ મેસેજ મોકલી શકે છે.

છેતરપિંડી સામે સજાગ રહો 

મફતમાં લંચ ઑફર થાય એવું કંઈ નથી હોતું. ઈવન તમારા મિત્ર તરફથી પણ જો આ ઑફર થયું હોય તો પહેલાં તેને કૉલ કરીને ખાતરી કરી લો. એ પહેલાં કોઈ પણ લિન્ક પર ક્લિક ન કરો. અહીં સૌથી મહkવની વાત તો એ છે કે કોઈ જ અજાણી ઈ-મેઇલ ઓપન ન કરો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK