સેંકડો ગૌમાતાઓની હાજરીમાં બહેને ભાઈને બાંધી રાખડી

વિલે પાર્લેના કુણાલ કોઠારી અને તેના મિત્રોએ રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરી. તેમણે કાગડાને ગાંઠિયા, કૂતરાને દૂધ-રોટલી, માછલીને લોટની ગોળી, પંખીઓને ચણ, કીડિયારું પૂરવાનો સામાન, વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને જમણ તેમ જ સેંકડો માંદાં-અશક્ત પશુઓને નીરણ આપીને આ તહેવાર અનુકરણીય રીતે મનાવ્યો. આ ઉપરાંત કુણાલ અને તેના મિત્રો ચાર વર્ષથી દિવાળી પણ આ જ રીતે સેલિબ્રેટ કરે છે


groupઅલ્પા નિર્મલ

જનરલી દરેક કુટુંબમાં રક્ષાબંધનનો શું પ્રોગ્રામ હોય? બહેન ભાઈને રાખડી બાંધે, ભાઈ બહેનને ઉપહાર આપે અને પછી ઘરમાં કે રેસ્ટોરાંમાં લંચ અથવા ડિનર. હા, કોઈ-કોઈ પરિવારોમાં વન-ડે પિકનિકનું આયોજન થાય ને વીક-એન્ડ કે જાહેર રજાઓ હોય તો કોઈ ફૅમિલી એક-બે દિવસનું મુંબઈની બહાર આઉટિંગ પ્લાન કરે. જોકે મૉડ્યુલર કિચન અને ફર્નિચરના મૅન્યુફૅક્ચરિંગનું કામકાજ કરતા કુણાલ કોઠારી બે વર્ષથી તેમની બહેન હેમાલી શાહને પોતાની સાથે જીવદયાનાં કાયોર્માં લઈ જાય છે અને વસઈ નજીક સકવાર ગામ પાસેના સકવાર આૈર ભાલીવલી પશુઆશ્રમમાં સેંકડો ગાયમાતાઓની હાજરીમાં રાખડી બંધાવે છે.

પાંજરાપોળમાં રક્ષાબંધનની ઉજવણીનો વિચાર કઈ રીતે આવ્યો? એના જવાબમાં વિલે પાર્લે (વેસ્ટ)માં રહેતો ૩૫ વર્ષનો કુણાલ કોઠારી કહે છે, ‘અમે પંદર-વીસ મિત્રો ચાર વર્ષથી દર મહિનાની પૂનમ અને અમાસે સવારે સાત વાગ્યે મુંબઈથી નીકળી જઈએ. કીડિયારું પૂરવાની સામગ્રી, ગાંઠિયા, દૂધ, લોટની ગોળીઓ, રોટલી, લાપસી, લાડવા જેવી આઇટમો અમારી સાથે હોય. ઘોડબંદર રોડથી પછી હાઇવે પર આ બધું આપતાં-આપતાં અમે આગળ મહાવીરધામ જઈએ જ્યાં વૃદ્ધાશ્રમમાં પીરસવાનું જમણ તૈયાર જ હોય. અમે એ જમીએ અને પછી વિરાર (ઈસ્ટ)ના બાબા ભાસ્કર પવાર વૃદ્ધાશ્રમ ટ્રસ્ટમાં પહોંચાડીએ. ત્યાંથી અમે સકવાર ઔર ભાલીવલી પશુઆશ્રમ આવીએ જ્યાં ગાયો અને અન્ય બીમાર-વસૂકી ગયેલાં, પાંગળાં પશુઓને ઘાસનું નીરણ તેમ જ રોટલી, લાપસી, લાડવા ખવડાવી બપોરે બારથી એક વાગ્યા સુધીમાં બૅક ટુ મુંબઈ અને બૅક ટુ વર્ક. આ તિથિઓએ રવિવાર હોય કે રજા આવે તો મારા દીકરાને પણ સાથે લઈ જાઉં. અન્ય ફ્રેન્ડ્સના ફૅમિલી-મેમ્બર્સ પણ આવે. મારા આ શેડ્યુલ વિશે મારી બહેન, જીજાજી, કઝિન્સ, અન્ય સંબંધીઓને પણ ખબર છે. હું તેમને સાથે આવવાનું કહું પણ ખરો. ઍક્ચ્યુઅલી, આ કાર્યમાં મને બહુ મજા આવે. એવો આનંદ આવે કે મને એમ થાય કે મારા બધા નિયર ઍન્ડ ડિયરને પણ આ આનંદની અનુભૂતિ કરાવું. એટલે જ હું મારી બહેન અને જીજાજીને પણ વારંવાર મારી સાથે આવવાનું કહું. જોકે કંઈ વર્કઆઉટ જ નહોતું થતું એટલે મને ગઈ શ્રાવણી પૂર્ણિમાએ વિચાર આવ્યો કે જો રક્ષાબંધનનો પ્રોગ્રામ હું અહીં બનાવીશ તો મારી બહેન અને જીજાજી આવશે જ. એટલે ગયા વર્ષે અને આ વર્ષે પણ અમે અહીં રક્ષાબંધન ઊજવી.’

raxabandhan


આખા ગ્રુપે શેડ્યુલ મુજબ સવારથી જીવદયાનાં વિવિધ કાયોર્ કયાર઼્ અને છેલ્લે ભાઈના કાંડે પ્રેમના પ્રતીક સમી રાખડી બંધાઈ.

જુહુ સ્કીમમાં રહેતાં હેમાલી શાહ ‘મિડ-ડે’ને કહે છે, ‘રક્ષાબંધનનું આ રીતનું સેલિબ્રેશન કુણાલે આપેલી મને બેસ્ટ ગિફ્ટ છે. મૂંગાં પ્રાણીઓ-પક્ષીઓ માટે કંઈક કરવું, અજાણ્યા વૃદ્ધોને જમાડવા ને લાચાર પશુઓની આંતરડી ઠારવી... ઓહ, મને અને મારા હસબન્ડને આ કાર્ય એવું આદ્રર્ કરી ગયું કે અમે આ વર્ષે મારાં નણંદ અનીતાબહેનને પણ અહીં લઈ આવ્યા અને તેમણે પણ અહીં રાખડી બાંધી.’

જોકે કુણાલે આ વખતે બધાં કઝિન બ્રધર્સ-સિસ્ટર્સને પણ અહીં નીમંત્ર્યા હતાં, પરંતુ તેમને સેટ ન થયું એટલે તેઓ ન આવી શક્યાં. કુણાલના મિત્રોની બહેનો પણ આવી હતી. એમાંથી કોઈ-કોઈએ કુણાલની જેમ અહીં રાખડી બંધાવી હતી. કુણાલ કહે છે, ‘આ ભાઈ-બહેન ઉપરાંત મમ્મી-પપ્પા સાથે રીકનેક્ટ થવાનો પણ તહેવાર છે. રાખડી બાંધતાં-બાંધતાં બાળપણની બધી યાદો તાજી થાય છે જેમાં પેરન્ટï્સ પણ કનેક્ટેડ હોય છે. ૧૦ વર્ષ પહેલાં અમારાં મમ્મી-પપ્પા એક્સ્પાયર થઈ ગયાં એટલે તેમના આર્શીવાદ તો અમને મળતા નથી, પણ મને અને હેમાલીને લાગે છે કે અહીં આવવાથી સેંકડો ગાયોના બ્લેસિંગ અમને મળે છે અને અમારું બૉન્ડ મજબૂત રાખે છે.’

ઉજવણીની અનોખી રીત ઉપરાંત અલ્ટ્રા-મૉડર્ન કુણાલની જીવદયામાં કનેક્ટ થવાની કથા પણ રસપ્રદ છે. કુણાલ કહે છે, ‘હું પાર્લાનો યંગ-સ્માર્ટ બૉય. ધર્મ, જીવદયા, અનુકંપા એ શબ્દો સાથે, કાયોર્ સાથે મને કોઈ જ કનેક્શન નહીં. ચાર વર્ષ પહેલાં હું મારા બિઝનેસના એક્સ્પાન્શન માટે બિઝનેસ-ગ્રુપમાં જોડાયો જ્યાં મને ચેતન શાહ મળી ગયો. અમારી મસ્ત દોસ્તી થઈ ગઈ. તે શ્રી સેજલ પાર્ક જૈન જીવદયા મંડળ સાથે દર પૂનમ-અમાસે આ કાર્યમાં જતો હતો. તેણે મને પણ આવવાનું કહ્યું અને હું ફ્રેન્ડ સાથે ફરવાના બહાને અને નવા લોકોનો કૉન્ટૅક્ટ થશે એ બહાને એ ગ્રુપ સાથે એક વખત ગયો. ત્યાં મેં એવું એન્જૉય કર્યું કે ચાર વર્ષની ૭૬ અમાસ-પૂનમ ગણો તો હાર્ડ્લી ચાર-પાંચ મારાથી મિસ થઈ હશે. દિવાળી પણ અમાસે જ આવે. મેં અત્યાર સુધી ચાર દિવાળી પણ અહીં જ મનાવી છે.’

આ ગ્રુપનો પ્રોગ્રામ બહુ ક્વિક હોય છે. કામકાજી વ્યક્તિઓ દિવસના ફસ્ર્ટ હાફ પહેલાં જ કામકાજમાં લાગી જઈ શકે છે. એટલે ગ્રુપના મોટા ભાગના લોકો આ કાર્ય મિસ નથી કરતા. ૧૮ વર્ષથી શરૂ થયેલા આ ગ્રુપમાં હાલ દરરોજ પંખીઓને ૧૨૦ કિલો ચણ નખાય છે અને મહિનામાં બે વખત તેઓ કાગડાઓને આઠ કિલો ગાંઠિયા, કૂતરાઓને ૧૦ લીટર દૂધ, ગાયોને અઢી હજાર કિલો ઘાસ, માછલીઓ માટે ૧૨ કિલો લોટની ગોળી, ૨૫ કિલો કીડિયારું ઉપરાંત ગોળ, લાપસી, લાડવા વગેરે આપવા ઉપરાંત વૃદ્ધાશ્રમના ૧૨૦ વૃદ્ધોને પૂરું જમણ તેમ જ ક્યારેક-ક્યારેક સકવાર ગામની આજુબાજુનાં બાળકોને બિસ્કિટ, ચૉકલેટ વગેરે વહેંચે છે. ગ્રુપના લાલજી મહેતા કહે છે, ‘સકવારના પશુઆશ્રમમાં અત્યારે ૧૦૮૮ પ્રાણીઓ છે જેમાં ગાય ઉપરાંત ઘોડા, બકરી, બળદ પણ છે. બીમાર, લંગડાં-લૂલાં પ્રાણીઓને અહીં સચવાય છે એમ જ જરૂર હોય તો વૈદકીય ટ્રીટમેન્ટ પણ અપાય છે. ઘણી ગૌશાળાઓ અને પાંજરાપોળો ગાયનાં દૂધ, મૂત્ર, છાણ વગેરે વેચીને કમાણી પણ કરે છે. અહીં તો રોગિષ્ઠ અને ઘરડી ગાયો છે જેમને નથી દૂધ આવતું કે નથી એમનું મૂત્ર અને છાણ પણ ઉપયોગી. એટલે આ સંસ્થા ટોટલી ડિપેન્ડન્ટ છે. અમે એને અમારાથી બનતો સપોર્ટ કરીએ છીએ.’

કુણાલ કહે છે, ‘આમ તો આ કાયોર્માં ઇન્વૉલ્વ થવું થોડું બોરિંગ લાગે, પણ કોઈ ફેસ્ટિવલનું સેલિબ્રેશન આ વર્ક સાથે જોડી દઈએ તો ઉજવણી નવો રંગ લાવે. ઉપરાંત પરિવારનાં બાળકો અને યંગસ્ટર્સને પણ ગમ્મત સાથે વેલ્યુબેઝ્ડ પ્રૅક્ટિકલ ટ્રેઇનિંગ મળે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK