માફી માગવાની વૃત્તિ બાબતે સ્ત્રી-પુરુષના જેન્ડર કરતાં વ્યક્તિની પ્રકૃતિ અને ઉછેર વધુ જવાબદાર

અઠવાડિયામાં લગભગ બેથી ત્રણ વાર પોતાનાં કામોમાંથી એક-બે કામ કરવાનું ભૂલી જાય, પણ આજ સુધીમાં ક્યારેય તેના મોઢામાંથી સૉરી શબ્દ નીકળ્યો નથી

sorryસોશ્યલ સાયન્સ - તરુ કજારિયા

ગયા મંગળવારે ‘સૉરી’ વિશેના સર્વેક્ષણનો આધાર લઈને જે વાત લખી હતી એ વાંચીને કેટલાક વાચકમિત્રોએ ખાસ્સો અસંતોષ વ્યક્ત કર્યો હતો. એ લેખનો સૂર એવો હતો કે સ્ત્રીઓ વાત-વાતમાં ‘સૉરી’ કહી દે છે, પરંતુ આ મિત્રોએ એ વાતનો સ્પક્ટ વિરોધ કર્યો. તેમનું કહેવું હતું કે ખરેખર તો વાસ્તવિકતા એનાથી ઊંધી જ છે. પોતાની ભૂલ ક્યારેય કબૂલે જ નહીં તે વળી સૉરી ક્યાંથી કહેવાના? તેમના સ્વાનુભવના કિસ્સાઓ તેમની દલીલોને પુક્ટ કરે એવા હતા. એક બહેને પોતાની વાત રજૂ કરી. તે બહેન યોગના વર્ગો ચલાવે છે. તેમની સાથે એક પચીસેક વરસની મદદનીશ કામ કરે છે. રોજ વર્ગો શરૂ થાય એના અડધા કલાક પહેલાં મદદનીશે સેન્ટર પર પહોંચીને કેટલાંક કામો કરી લેવાનાં હોય છે. જેમ કે બારી-બારણાં ખોલી નાખવાં, ઍક્વાગાર્ડમાંથી માટલામાં પાણી ભરી લેવું, દિવસ દરમ્યાન જુદા-જુદા બૅચના વર્ગોને શીખવવાનાં આસનોનો પ્રોગ્રામ તૈયાર કરી રાખવો, એ દિવસે આવનારા મુલાકાતીઓની યાદી ટેબલ પર મૂકી દેવી ઇત્યાદિ. હવે તે મદદનીશ અઠવાડિયામાં લગભગ બેથી ત્રણ વાર તેના આ તથા અન્ય કામોમાંથી કાં તો એક-બે કામ કરવાનું ભૂલી જાય, કાં જે પદ્ધતિ અનુસાર એ કરવાનાં હોય એ ભૂલી જાય. પેલાં બહેને કહ્યું કે હું જ્યારે તેને એ વિશે કહું કે આજે આ કામ નથી થયું, તો તે ચહેરા પર વિચિત્ર ભાવ લાવીને સાંભળે, પણ ક્યારેય સૉરી, હું ભૂલી ગઈ કે મારાથી ચુકાઈ ગયું એવું બોલે નહીં! મને ખરેખર નવાઈ લાગે કે હું પોતે પણ ક્યારેક મારી કોઈ ભૂલ થઈ જાય તો તેને કે ઈવન મારા સ્ટુડન્ટ્સને પણ સૉરી કહી દઉં છું, તે એ જુએ છે, છતાં આજ સુધીમાં તેના મોઢામાંથી ક્યારેય સૉરી નીકળ્યુ નથી એટલું જ નહીં, મને તો લાગે છે કે પોતે ભૂલી જાય છે કે કામ યોગ્ય રીતે નથી કરતાં એનો અફસોસ પણ તે અનુભવતાં નથી. અને માત્ર એક આ બહેન જ નહીં, ઘણી મહિલાઓની આ માનસિકતાનો મને અનુભવ છે.

બીજા એક મિત્રએ પોતાની પુત્રવધૂનો દાખલો આપતાં કહ્યું કે મારા દીકરાની વહુને પોતાને દરેક શાક કે દાળમાં લસણ નાખવા જોઈએ. મને લસણની ઍલર્જી છે, લસણ મને ફાવતું નથી અને ભાવતું પણ નથી. એટલે અમારા ઘરમાં રસોઈ થતી હોય ત્યારે મારાં પત્ની મારા માટે લસણ વગરનું શાક કાઢી લે, પરંતુ જ્યારે તે રસોડામાં ન હોય અને મારી વહુ રસોઈ કરે તો તે બધાના શાકમાં લસણ નાખી દે. આને કારણે ઘણી વાર એવું બન્યું છે કે મારે શાક વગર જમી લેવું પડે. આ વિશે મારી પત્નીએ તેને અનેક વાર કહ્યું છે, પણ તેણે ક્યારેય ‘સૉરી’ કહ્યું નથી. પોતાની ભૂલને કારણે પપ્પાએ ભૂખ્યું રહેવું પડ્યું એનો કોઈ જ વસવસો તેના એક પણ વર્તન કે વ્યવહારમાં ક્યારેય વ્યક્ત નથી થયો.

બીજા મિત્રોએ પણ સૂર પુરાવ્યો કે આવો એટિટ્યુડ અમને તો સ્ત્રીઓમાં વધારે જોવા મળ્યો છે. તેમની સાથે દલીલમાં ઊતરો તો પણ આવો અનુભવ થાય. ઊલટાનું પુરુષો બિચારા જલદીથી માફી માગી લે કે ઝઘડો થાય ત્યારે પણ લાંબું ખેંચે નહીં. જોકે મારો અંગત અનુભવ કહે છે કે પોતાની ભૂલ વિશે માફી માગી લેવી અને વાત લાંબી ખેંચવી નહીં એ કોઇ જેન્ડર-સ્પેસિફિક વર્તન નથી. એ દરેક વ્યક્તિની પોતાની પ્રકૃતિ અને માનસિકતા પર અવલંબે છે. કેટલીક વ્યક્તિઓ સ્વભાવથી જ એટલી સ્વકેન્દ્રી એટલે કે કેવળ પોતાનો જ વિચાર કરનાર હોય; પોતાના લાભ કે મોજ માટે જે કરવું હોય એ કરીને રહે. ભલે પછી તેનાથી પોતાના સ્વજનો કે આસપાસના લોકોને નુકસાન થતું હોય કે તેમને અગવડ પડતી હોય. તેમને બીજાઓનો વિચાર જ ન આવે. હવે આવી વ્યક્તિ જ્યારે પરિવારમાં હોય કે પાડોશમાં, તેમના સ્વાર્થી સ્વભાવને કારણે અપ્રિય થઈ જાય છે. આનાથી તદ્દન બીજા છેડાની વ્યક્તિઓ પણ આપણે જોઈ છે જેને સામા માણસનો વિચાર કરવાની આદત હોય છે. તે કોઈ પણ કામ કરતી વખતે સૌનું હિત જુએ છે અને ભૂલથી પણ પોતાનાથી કોઈનું અહિત થયું હોય તો આ વ્યક્તિઓ માફી માગતાં અચકાતી નથી. આ સ્વભાવગત તટસ્થતા તેમને સૌની આદરપાત્ર બનાવે છે.

અને છેલ્લે આ ‘સૉરી’ કહેવામાં પણ કેટકેટલી વિવિધતા છે! ઘણાને અનુભવ હશે કે નાના હોઈએ ત્યારે ઘરમાં કે સ્કૂલમાં આપણી ભૂલ થઈ હોય અને મમ્મી કે ટીચર આપણને ‘સૉરી’ બોલવાનું કહે ત્યારે જેમ પરાણે કહેવા ખાતર ધીમા અવાજે કે કોઈ સાંભળે એ પહેલાં જ એ શબ્દ બોલી નાખીએ. કોઈ દાધારંગા વળી કોઈને ડારતા હોય એમ જોરથી કહે, ‘સૉ..રી...’ હવે તમે જ કહો, એવા ‘સૉરી’માં ક્યાંય ભૂલનો અફસોસ કે માફીની વિનમþતા સંભળાય છે? અને આગળ કહ્યું એમ આમાં પણ વ્યક્તિના જેન્ડર કરતાં તેની પ્રકૃતિ અને તેનો ઉછેર જવાબદાર હોય છે. એેટલે માફી માગવા બાબતે સ્ત્રી-પુરુષના ભેદ કરવા રહેવા દઈએ એમાં જ સાર છે.

આ સંદર્ભે જ એક મોટિવેશનલ સ્પીકરની શીખ યાદ આવી ગઈ. તેમની જુસ્સાભરી વાતો સાંભળીને ઉત્સાહિત થયેલી એક મહિલાએ તેમને કહ્યું કે મને ક્યારેક બહુ મન થાય છે કે હું પણ કંઈક નવી પ્રવૃત્તિ કરું, પણ ઘરની જવાબદારી અને પરિવારના સભ્યોની નાની-મોટી જરૂરિયાતનું ધ્યાન રાખવામાંથી મને ફુરસદ જ નથી મળતી. પેલી સ્પીકરે તેને કહ્યું કે બહેન, આજે તું ઘરે જઈને આખા પરિવારને ભેગો કરીને આટલું કહી દેજે, ‘મારે તમારા બધાની માફી માગવાની છે. ‘હા, મારે તો ક્યારેય ક્યાંય જવાનું જ ન હોય’, ‘મને તો ક્યારેય કોઈ ચીજનો શોખ જ નથી’, ‘મને તો ક્યારેય થાક લાગે જ નહીં’, ‘મને તો વધ્યું-ઘટ્યું ખાવાનું જ ચાલે’ - આવું બધું માનવા તમને મેં પ્ર્રેયા એ બદલ મારે તમારી માફી માગવાની છે!’ ખરેખર આમાં કોણે કોની માફી માગવાની છે?! જોયું? માફી માગતાં-માગતાં પણ કેટલો મોટો સંદેશો આપી શકાય છે!

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK