તુમ સાથ હો જબ અપને, દુનિયા કો દિખા દેંગે

તમે વાત કોની સાંભળો છો, તમે સલાહ કોની માગો છો અને તમે ટાઇમપાસ કોની સાથે કરો છો એ પણ બહુ મહત્વનું છે

amitabh



સોશ્યલ સાયન્સ - રશ્મિન શાહ

તમે ક્યારેય કોઈ સિંહને સસલા સાથે ટાઇમપાસ કરતો જોયો છે? નૅશનલ જ્યોગ્રાફિકના તમે ભલે રીઢા શોખીન હો અને ડિસ્ક્વરીના તમે ભલે જબરદસ્ત શોખીન હો, પણ જવાબ આપો, તમે ક્યારેય હાથીને ગાયની સાથે મજાકમસ્તી કરતો જોયો છે ખરો? ક્યારેય વાઘે મસ્તી કરવા માટે ઉંદરડીની હેલ્પ લીધી હોય એવું પણ તમને દેખાયું છે? ના, ના અને ના જ. ભલા માણસ, તમે કોની સાથે રહો છો, તમારી ઊઠબેસ કોની સાથે છે, તમારા ફ્રી સમયમાં તમે ટાઇમપાસ પણ કોની સાથે કરો છો, કોની સલાહને અનુસરો છો અને કોની વાતો સાંભળો છો, માનો છો એ પણ મહત્વનું છે. મહારાણા પ્રતાપે ક્યારેય માયકાંગલાને પોતાની આજુબાજુમાં નહીં રાખ્યા હોય અને અકબર પણ પોતાની આજુબાજુમાં પોતાનાં નવરત્નોને જ સ્થાન આપતો હતો એ વાતનો ગવાહ ઇતિહાસ છે, છે અને છે જ. નકારાત્મકતાથી ઠાંસોઠાંસ ભરાયેલી વ્યક્તિ સાથે રહો તો એક દિવસ તમે એ જ નકારાત્મકતાના પ્રતિનિધિ બનો અને એ જ નેગેટિવિટીના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનીને તમે એ ફેલાવવાની જવાબદારી ઉપાડી લો. અજાણતાં જ આ થઈ જતું હોય છે, પણ થઈ રહેલી એ પ્રક્રિયા તમારા વ્યક્તિત્વને આકાર આપવાનું કામ કરે છે. જરા જુઓ તો ખરા, નરેન્દ્ર મોદી જ્યારે નવરાધૂપ હશે ત્યારે તે ટાઇમપાસ કરવા માટે કોને મળતા હશે. જરા વિચારો તો ખરા, મુકેશ અંબાણી પોતાનો ફ્રી ટાઇમ કઈ વ્યક્તિ સાથે પસાર કરતા હશે કે પછી અમિતાભ બચ્ચન કોની સાથે બેસીને ગપ્પાં મારતા હશે. જરા કલ્પના તો કરો, અમિતાભ જેની સાથે ટાઇમપાસ કરતાં ફાંકાફોજદારી કરતા હશે એ ફાંકાફોજદારી પણ કેવી હોતી હશે અને એ અમિતાભ બચ્ચનની ફાંકાફોજદારી સાંભળવા બેસતી હશે એ હસ્તી પણ કેવી હોતી હશે, એની ક્ષમતા પણ કેવી હોતી હશે અને એ પણ પોતાના ક્ષેત્રમાં કેવી પાવરધી હશે?

ગમે તેની પાસે ઊભા રહી જનારા અને ગમે તેની સાથે બેસીને ટાઇમપાસ કરનારાઓ જો તમારી આસપાસમાં હોય તો ખરેખર તમે સાવચેત રહેજો. કાં તો તેનાથી અંતર બનાવવાનું કામ કરજો અને કાં તો તમારું સ્તર હવે બગડી રહ્યું છે એ સ્વીકારીને સપનાંઓનું કદ નાનું કરી નાખજો. તમારો સંગાથ તમને તેના જેવા બનાવવાનું કામ કરે છે. દિશાવિહીન સાથ દિશાવિહોણા બનાવે અને દૃષ્ટિહીન દૃષ્ટિ હણવાનું કામ કરે. મહkવાકાંક્ષી સાથે રહેશો તો આકાશને સ્પર્શવાની ક્ષમતા આપે એવી પાંખ તમને ન મળે પણ આસમાનને આંબવાની મહત્વકાંક્ષા કદાચ તમારામાં આવે અને એ મહkવાકાંક્ષાને કારણે ઍટ લીસ્ટ ડાકોટા કંપની પાસેથી આઠ સીટનું પ્લેન ખરીદવાની બુદ્ધિ આપોઆપ ખીલે એવું બની શકે.

ફિલ્મ ‘સત્તે પે સત્તા’નું એક ગીત છે.

‘તુમ સાથ હો જબ અપને, દુનિયા કો દિખા દેંગે...’ પણ આ શબ્દોને સાકાર કરવા હોય તો સાથ એવી વ્યક્તિનો જોઈએ જે દુનિયાને દેખાડી દેવાની અવસ્થા આવે ત્યારે તાકાત બનીને ઊભી રહેવાની હોય, પીઠબળ બનીને સાથ આપવાની હોય અને લડી લેવા માટે મેદાનમાં ઊતરવાની તૈયારી સાથે છપ્પનની છાતી અને બત્રીસનાં બાવડાં ધરાવતી હોય અને એના માટે અત્યારથી જ સજાગ રહેવાનું છે. સજાગ રહેવાનું છે અને એ સજાગતા સાથે સભાનતા પણ રાખવાની છે. યાદ રાખજો, ગમે એ બધું આપણું નથી હોતું અને ન ગમે એ હંમેશાં ખરાબ એવું ક્યાંય પુરવાર નથી થયું. જો ગમે એ સારું હોય એવી ભ્રમણા મનમાં હોય તો ડાયાબિટીઝના પેશન્ટ માટે અઢીસો ગ્રામ પેંડા ઝેર જેવા ન હોત અને ધારો કે ન ગમે એ ખરાબ એ વાતમાં દમ હોત તો કૅન્સરના પેશન્ટ માટે કીમોથેરપી સુરક્ષાકવચનું કામ ન કરતી હોત. ગમે એ દોસ્ત નહીં અને કડવો લાગે એ શત્રુ જ હોય કે પછી તેને તમારા અહિતમાં રસ છે એવું કમ્પલ્સરી નથી જ નથી. જરા વિચાર તો કરો, અમિતાભ બચ્ચનને અભિષેક બચ્ચનની ચિંતા થતી હશે, તેની કરીઅરનો વિચાર આવતો હશે ત્યારે તે જયાભાભી કે પછી બીજા ફૅમિલી-મેમ્બર્સ સિવાય બીજા કોની પાસે એની ચર્ચા કરતા હશે? તેને જયાભાભીને ઐશ્વર્યાની અકોણાઈની ફરિયાદ કરવી હશે ત્યારે તે કોના કાનને ઘરના કાન ગણીને પોતાનું મન હળવું કરતા હશે? મિત્રો, તમે ફરિયાદ પણ કોને કરો છો અને કોની પાસે હૈયું ઠાલવો છો એ પણ મહત્વનું છે, એ પણ તમારા વ્યક્તિત્વને અરીસો આપવાનું કામ કરે છે અને એ પણ તમારા વ્યક્તિત્વની ગરિમા નક્કી કરે છે. દરેક કાનમાં ફરિયાદની પીપી કરનારાઓની આ જગતમાં કમી નથી પણ કાનની પણ ક્વૉલિટી જોઈને એના વિશે વાત કરનારી વ્યક્તિ જ પોતાની મહાનતાનું સ્તર નક્કી કરતી હોય છે. જ્યારે પણ આ વાતનું ધ્યાન રાખવામાં આવે છે ત્યારે એ ધ્યાન રાખવાની સાથોસાથ જ સભાનતા પણ આવતી હોય છે કે તમે કૂથલી કરવામાં નહીં પણ તમે હળવા થવામાં માનો છો. જ્યારે પણ આવી જ કોઈ વાતમાં સલાહ લેવાનું બને છે ત્યારે એ પણ નક્કી થતું હોય છે કે તમારા સલાહકારોમાં કૃષ્ણ છે કે પછી શકુનિ. આગળ કહ્યુંને સાહેબ, હાલત ખરાબ થઈ ગઈ હોય અને પરિસ્થિતિ બેકાબૂ થઈ ગઈ હોય એવા સમયે તમે સલાહ કોની લો છો એ પણ એટલું જ મહત્વનું છે. સલાહ આપવાનું કામ તો કૃષ્ણએ પણ કર્યું હતું અને શકુનિએ પણ આ જ કામ સુપેરે નિભાવ્યું હતું, બન્ïનેની સલાહ પછી કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતનું નિર્માણ થયું હતું એ પણ એટલું જ સાચું છે. બન્નેનેએ પોતે પણ મેદાનમાં ઊતરવું પડ્યું હતું એ પણ એટલું જ સાચું, ફરક માત્ર એટલો જ કે એકની સલાહ પછી ધ્વંસ થયો હતો અને બીજાની સલાહને લીધે સત્યના વિજયનું નર્મિાણ થયું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK