વરસોથી ધર્મ, જ્ઞાતિ, જાતિ ને સ્થાપિત હિતો માટે આંદોલન થયા કરે છે પણ રાષ્ટ્રના, સમાજના, માનવતાના હિતમાં આંદોલન ક્યારે થશે?

શું કોઈ પક્ષ કે સંગઠન ક્યારેય સવાર઼્ગી સમાજના હિતમાં આંદોલન કરવા આગળ આવ્યાં છે? મોરચા કાઢ્યા છે? ઉપવાસ પર ઊતયાર઼્ છે? માગણીઓ પોકારી છે? તો કોના હિતમાં આમ થતું હોય છે? સાચો નાગરિક ક્યારે જાગશે?

સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

મુંબઈના રસ્તાઓના ખાડાઓ પૂરો, સારા રસ્તા બનાવો નહીં તો મુંબઈ બંધ કરાવીશું!, મુંબઈની ટ્રાફિકની સમસ્યા સામે ઉગ્ર આંદોલન, વિશાળ મોરચો મંત્રાલય સુધી જશે! મુંબઈમાં વધતી જતી અપરાધની પ્રવૃત્તિઓ રોકો, મહિલાઓની તથા સામાન્ય નાગરિકોની સુરક્ષા નહીં કરાય તો ઉપવાસ પર ઊતરશે ફલાણા-ઢીકણા રાજકીય નેતાઓ! સ્વચ્છ મુંબઈને સાકાર કરવા અનેક રાજકીય પક્ષો-સામાજિક પક્ષો એક થયા! સરકાર સામે સહીઝુંબેશ! શહેરમાં ઠેર-ઠેર થતા બળાત્કારના કિસ્સા સામે મહિલાઓ અને પુરુષોના સંયુક્ત મોરચા-જન આંદોલન! આ અપરાધની સજા આકરી કરો! ન્યાયાલય સામે દેખાવો! મુંબઈમાં આડેધડ વધતી વસ્તી સામે અંકુશ લાવવા જોરદાર માગણી. સવર્‍પક્ષો એક મંચ પર હાજર! મુંબઈને ગંદકીમુક્ત બનાવો, અપરાધમુક્ત બનાવો, સ્વચ્છ-સુંદર શહેર બનાવો!

વાંચી લીધાં આ બધાં સૂત્રો-સ્લોગન? નવાઈ લાગીને? આવી માગણી ક્યારેય કોઈ સંગઠને કરી છે? કોઈ રાજકીય પક્ષે, કોઈ ચોક્કસ ભાષાના, કોઈ ચોક્કસ કોમ યા જાતિના લોકોએ આ વિષયમાં અવાજ ઉઠાવ્યો છે? શું આમાં દેશનું, શહેરનું, એના નાગરિકોનું હિત નથી? તો પછી આવા લોક-આંદોલનો કેમ થતાં નથી? આવી મૂળભૂત બાબતો સામે અવાજ કેમ ઉગ્ર બનતો નથી? કેમ આ વરસોથી ચાલતી આવેલી સમસ્યાના વિરોધમાં મુંબઈ બંધનું એલાન થયું નથી? કારણ કે આવું કરવામાં કોઈ સ્થાપિત હિતને ફાયદો થવાનો નથી. આ બધી સમસ્યા સામે અવાજ ઉઠાવવાથી કોઈ રાજકીય પક્ષને વોટ મળવાના નથી. તેમનો જયજયકાર થવાનો નથી. જે સમસ્યા બધાની છે એ સમસ્યા કોઈ એક વ્યક્તિની યા એક જાતિ કે જ્ઞાતિની રહેતી નથી.

પ્રજાના પણ ભાગલા

આપણે આપણા (પ્રજાના) પણ ભાગલા પાડી નાખ્યા છે. મરાઠીઓ મરાઠીના હિતમાં યા સ્વાર્થમાં લડવા આગળ આવશે યા તેમને ઊભા કરાશે કે તેમને ઉશ્કેરવામાં આવશે. ગુજરાતીઓ પોતાનો કોઈ અંગત સ્વાર્થ હશે તો થોડીઘણી બૂમાબૂમ કરશે. મુસલમાનો માઇનૉરિટીના નામે વરસોથી અવાજ ઉઠાવતા રહ્યા છે, પોતાના માટે આગવા અધિકાર માગતા રહ્યા છે. આમાંથી કોઈ આમ ન કરે તો રાજકીય પક્ષો પોતાના સ્વાર્થમાં આ લોકોની માગ ઉઠાવશે, રાધર આ લોકોના નામે માગણી ઉઠાવશે જેમાં પોતાની વોટબૅન્ક વધારવા સિવાયનો કોઈ ઉદ્દેશ નહીં હોય. દરેક ધર્મના, સંપ્રદાયના, જાતિ કે જ્ઞાતિના લોકો પોતપોતાના માટે આંદોલન કરતા જોવા મળે છે, પણ માત્ર જાહેર સમાજ યા શહેર કે જાહેર હિત માટે કોઈ કરતા કોઈ ધર્મના, જ્ઞાતિ, જાતિ, સંપ્રદાયના લોકો આગળ આવતા જોવા મળતા નથી. વરસોથી ધર્મ, જ્ઞાતિ, જાતિ અને સ્વાર્થ માટે એક યા બીજા સ્વરૂપનાં આંદોલન થયાં કરે છે. રાષ્ટ્રના, સમાજના, માનવતાના હિતમાં ક્યારે આંદોલન થશે?

આંદોલન કરાવાય છે

ખેડૂતો પોતાના માટે મોરચા કાઢે અથવા તેમને હાથા બનાવી રાજકીય પક્ષો મોરચા કઢાવે, આંદોલન ઉપાડે, આગ ચાંપે, બળતામાં ઘી હોમે છે ત્યારે તેમને ખેડૂતોની કોઈ પડી હોતી નથી, કોઈ ચિંતા પણ હોતી નથી, તેમને માત્ર ખેડૂતોના નામે પોતાનો વોટનો પાક ચણી લેવો હોય છે. વાત માત્ર ખેડૂતોની નથી, કોઈ પણ વર્ગ હોય, આંદોલનો મોટા ભાગે માત્ર અને માત્ર સંકુચિત હિતમાં અને સ્વાર્થ માટે થતાં હોય છે, જેમાં પછી ભલે દેશને કેટલું પણ મોટું નુકસાન થતું હોય, આ કરનાર યા કરાવનારને એની (દેશની) ચિંતા હોતી નથી.

એકેક જાતિ-જ્ઞાતિની માગણી

અનામત આંદોલન અત્યારનો તાજો દાખલો છે. શું આમ દરેક જ્ઞાતિ પોતાના હિતમાં અનામત માટે નીકળી પડે એ કેટલે અંશે ન્યાયી અને વાજબી ગણાય? દરેક ધર્મના લોકો પોતાની અંગત માગણી અને લાગણી લઈને ઊભા રહી જાય એ કેટલી હદે ધર્મ કહેવાય? એકેક જાતિ પોતાના માટે અલગ-અલગ માગણી કરે, અધિકારો માગે તો દેશના કેટલા ભાગલા પડે? પ્રત્યેક જાતિ-જ્ઞાતિ પોતાના હિતમાં-લાભમાં સરકાર સામે, સિસ્ટમ અને કાનૂન સામે આંધળી લડત કરવા માંડે અને એના જ લોકો સમજયા વિના એનો સાથ આપવા માંડે કે પછી પોતે સાથ નહીં આપે તો પોતાની જ્ઞાતિ-જાતિના લોકોમાં બદનામ થશે યા આંખે ચડશે એવા ભય હેઠળ કામ કરવા લાગે તો દેશનું શું થાય?

રાષ્ટ્રના હિતમાં કેમ કોઈ ઉપવાસ નહીં?

તાજેતરમાં આપણે ત્યાં સંખ્યાબંધ પ્રકારનાં આંદોલનો થયાં. પણ શું તમને ક્યાંય કોઈ આંદોલન સામાન્ય પ્રજા, સામાન્ય સમાજ કે રાષ્ટ્રના હિતમાં હોય એવું લાગ્યું ખરું? કોઈ પણ વિરોધ યા આક્ષેપોની નારાબાજી રાષ્ટ્રના હિતમાં થઈ હોય એવું દેખાયું ખરું? અપવાદરૂપ કોઈ છૂટાછવાયા આવા વિરોધ થયા પણ હશે તો એ ટૂંકજીવી હશે, દેખાવ પૂરતા હશે. બાકી તમે મુંબઈ બંધ કરાવ્યું હોય ત્યારે એનું કારણ તપાસજો યા દેશબંધની હાકલ કરી હોય એ ઉદ્દેશ જાણજો યા જોજો. આપણને થશે કે આવા કારણસર એક મહાનગર બંધ કરાય? એક આટલો મોટો દેશ બંધ રખાય? લાખો-કરોડોની રોજીરોટીને અસર થાય, કરોડો-અબજોના વેપારનું નુકસાન થાય, સરકારને (દેશને) અબજોની ખોટ ખમવી પડે, એમ છતાં આ બધું ચાલે, ચાલવા દેવાય અને એ સફળ રહ્યું એવાં ટાઇટલ બતાવાય, એનું ગૌરવ લેવાય આ તે કેવી માનસિકતા? આવા લોકો નેતા બનીને વરસો સુધી રાજ કરે! લોકો પર હકૂમત કરે. આ એ જ લોકો હોય જેઓ પોતે હિંસા ફેલાવે અને પછી હિંસા વિરુદ્ધ આંદોલનો ચલાવે, જેથી સરકારને બદનામ કરી શકાય. દેશના ભોગે આવા લોકો એ બધું કરે, એમછતાં તેઓ કહેવાય દેશના નેતા! પછી સવાલ જ ઊઠેને, સૌ મેં સે નબ્બે બેઈમાન, ફિર ભી મેરા દેશ મહાન!

આપણે ભારતીય છેલ્લે હોઈએ છીએ!

આપણા દેશની કે આપણી પ્રજાની કરુણતા એ છે કે અહીં હિન્દુ, મુસ્લિમ, સિખ, ઈસાઈ છે. અહીં ગુજરાતી ,મરાઠી, બંગાળી, કન્ïનડ, પંજાબી છે. અહીં ધર્મના પણ અલગ-અલગ પંથ યા સંપ્રદાય છે. અહીં લોકો રાજ્ય, શહેર, જાતિ, જ્ઞાતિ, પેટાજ્ઞાતિ સહિત કેટલીયે બાબતોમાં વહેંચાયેલા છે. પણ ભારતીય કેટલા? આપણે આપણા ધર્મની કથિત રક્ષા માટે, આપણી જ્ઞાતિ કે જાતિ માટે ઝનૂની બની શકીએ છીએ, આક્રોશ ઠાલવી શકીએ છીએ, સરકાર સામે, સત્તા સામે લડી શકીએ છીએ, પણ રાષ્ટ્ર અને માનવતાની રક્ષાની-હિતની વાત આવે તો જાણે આપણને કંઈ લાગેવળગે જ નહીં એવા થઈ જઈએ છીએ, ત્યારે આપણી પાસે માત્ર વાતો અને ઠાલો આક્રોશ જ હોય છે. અહીં રાષ્ટ્રની રક્ષાની વાત એટલે બીજા દેશ સામેના યુદ્ધ માત્રની વાત નથી, બલકે વાત એ છે કે આપણા માટે સૌથી વધુ મહkવનાં દેશ-માતૃભૂમિ હોવાં જોઈએ; પરંતુ આપણા અંગત સ્વાર્થ આગળ આપણા માટે રાષ્ટ્ર છેલ્લી પ્રાયોરિટી બની જાય છે, કારણ કે આપણે પહેલાં બીજું-બધું છીએ, ભારતીય છેલ્લે છીએ. જ્યારે વાસ્તવમાં આપણે પહેલા ભારતીય હોવા જોઈએ. કોઈ પણ પ્રકારના બંધન કે ટોળાના ભાગ નહીં બનીને આપણે સ્વતંત્રપણે માત્ર માનવી અને ભારતીય તરીકે વિચારીએ સત્ય શું હોવું જોઈએ, જે સત્ય છે એ જ ધર્મ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK