કુછ લોગ યૂંહી શહર મેં હમ સે ભી ખફા હૈં

બધાને ખુશ રાખવા શક્ય નથી. આવો ભયાનક વિચાર જો આપણને આવે તો તરત એને ખંખેરી નાખવો જોઈએ, નહીં તો આપણો જ ભોગ લેવાઈ જાય. નજીક કે દૂર કોઈ પણ સંબંધમાં રોજ અનેક લોકો નારાજ થયા કરશે. દરેકની અપેક્ષા પૂર્ણ કરવાનો વિચાર આપણને આપણાથી દૂર કરી શકે છે. ખુશી વહેંચવાની ભાવના ઉત્તમ છે, પણ હું દરેકને ખુશ રાખી શકું એ ઉત્કૃક્ટ વિચાર નથી

social science



સોશ્યલ સાયન્સ - સેજલ પોન્દા

શહેરની તાસીરમાં હાંફ, દોડ, પૈસાની સાથે-સાથે નારાજગી પણ વણાયેલી છે. શહેરનો સમય ઉતાવળિયો છે. ફુરસદ અને શહેરને બહુ ઓછું બને છે. શહેરના માણસોને નિરાંતની કૃપા નથી મળતી. અહીં આપણી ઝડપ બીજાથી વધે એવી ભાવના સાથે આપણે બીજાને હડસેલતા દોડતા રહીએ છીએ. દોડતાં-દોડતાં થાકી જઈએ ત્યારે નિરાંત મેળવવા ફાંફાં મારીએ છીએ.

રોજેરોજ અનેક લોકોના સંપર્કમાં આવીએ છીએ. માણસોના સ્વભાવને અનુકૂળ થઈને જીવવાનો આપણો પ્રયાસ અથવા તો લોકો આપણને અનુકૂળ બનીને રહે એવો આપણો મિજાજ આપણી સામે સતત ડોકાયા કરતો હોય. આ પ્રયાસ અને મિજાજ વચ્ચે જે કંઈ જિવાય છે એમાં સંબંધો ગાઢ તો ક્યારેક ગોખલા જેવા બની જાય છે. ક્યારેક સંબંધો બોલકા તો ક્યારેક બુઠ્ઠા બની જાય છે.

રોજ આપણે અનેક લોકોની નારાજગીનો ભોગ બનીએ છીએ. ભોગ એટલા માટે કે તેમની અપેક્ષા અનુસાર જીવવામાં આપણે ફેલ થઈ જઈએ ત્યારે તરત લોકો તેમની નારાજગીની વર્ષા આપણા પર વરસાવી દે. નારાજગીનાં આ અમીછાંટણાંમાં તેમના મનમાં કેટકેટલો ગુસ્સો ઘર કરી જાય છે.

બધાને ખુશ રાખવા એ શક્ય નથી આવો ભયાનક વિચાર જો આપણને આવે તો તરત એને ખંખેરી નાખવો જોઈએ, નહીં તો આપણો જ ભોગ લેવાઈ જાય છે.

અમુક સત્ય એટલું ધારદાર હોય કે તરત સામેની વ્યક્તિને તીરની જેમ ભોંકાઈ જાય છે. અને એ વ્યક્તિ આપણને દોષ આપવા લાગે. આપણે કેટલા ખરાબ છીએ, આપણામાં શરમ નામની કોઈ વસ્તુ નથી વગેરે શબ્દો કહી આપણને ઉતારી પાડવામાં કંઈ બાકી નથી રાખતા, પણ તેમના આવા વર્તનથી સત્ય બદલાઈ નથી જતું. પરીક્ષામાં ભૂલ કરીએ તો માક્સર્‍ કપાઈ જાય, પણ જીવન જીવતાં થતી ભૂલો જો કોઈને બતાવીએ તો બહુ ઓછા લોકો એનો સ્વીકાર કરી સુધરવાનો પ્રયત્ન કરે છે. દરેક જણ પોતાના સત્ય સાથે જીવે છે. પછી ભલે એ સત્ય અસત્ય હોય.

આપણે જે કંઈ આપીએ એ જ આપણી પાસે પરત ફરે છે આ સત્ય સ્વીકારવાનું ગજું બહુ ઓછા માણસોનું હોય છે. દરેકના ગજવામાં સત્ય અને અસત્યની પોટલીની સાથે નારાજગીનું નાણુંય ખનકતું હોય છે. જેવું પોતાનું ધાર્યું ન થાય એટલે નારાજગી વેરાતી જાય.

એમાંય ચારિત્રય, મૂલ્યો, સિદ્ધાંતોની બાબતે જો કોઈને સૂચન કરીએ તો-તો આપણા પર કારમો ઘા પડે. બધું જ જીવી લેવાની લાયમાં અમુક માણસો મૂલ્યો અને સિદ્ધાંતોને પોતાના જીવનમાંથી હડસેલી દે છે. દરેકને હું સૌથી શ્રેષ્ઠ છું, હું જે જીવું છું એ શ્રેષ્ઠ છે એવું લાગે છે. જ્યારે આ શ્રેષ્ઠતાની ધારણા તોડવાનો પ્રયાસ થાય કે અહંકાર વચ્ચે કૂદી પડે. કોઈકને અરીસામાં સાચું પ્રતિબિંબ બતાવવું હવે જોખમી બનતું જાય છે. આવા પ્રતિબિંબ બતાવીએ કે તરત આપણે તેમના કૉન્ટૅક્ટ-લિસ્ટમાંથી ડિલીટ અથવા તો બ્લૉક થઈ જઈએ.

અરીસો બતાડનારને બ્લૉક કરી દેવાથી સાચું પ્રતિબિંબ બદલાઈ જવાનું નથી. ખોટો રસ્તો એટલો બધો સુંવાળો ભાસે છે કે એમાં લપસી જતાં વાર નથી લાગતી. લપસતાં-લપસતાં છેલ્લે તો ખીણમાં જ પડવાનું હોય છે. ખોટા રસ્તાની પસંદગી આ સત્યને ઢાંકી દેતી હોય છે.

માણસોને અનેક ચહેરાઓ સાથે લઈ જીવવાનું માફક આવી ગયું છે. કોઈકની નારાજગીનો ભોગ બન્યા પછી એ વ્યક્તિ આપણી અંદર એવું ઠસાવે છે કે આપણે દુનિયાની સૌથી ખરાબ વ્યક્તિ છીએ અને તેમને સાચો રસ્તો બતાડી આપણે મોટું પાપ કરી નાખ્યું છે. આવી વ્યãક્ઓ આપણા મનમાં ઘૂંટાયા કરે છે. એટલી હદ સુધી કે નજીકના સંબંધોમાં તેમની નારાજગી માટે આપણે ખુદને જ વિક્ટિમ માની લઈએ છીએ.

નજીક કે દૂર કોઈ પણ સંબંધમાં રોજ અનેક લોકો નારાજ થયા કરશે. દરેકની અપેક્ષા પૂર્ણ કરવાનો વિચાર આપણને આપણાથી દૂર કરી શકે છે. ખુશી વહેંચવાની ભાવના ઉત્તમ છે, પણ હું દરેકને ખુશ રાખી શકું એ ઉત્કૃક્ટ વિચાર નથી. કોઈને સવળો રસ્તો બતાવીએ તો કોઈ નારાજ થઈ જાય, કોઈની વાહિયાત ઇચ્છાઓ આપણા દ્વારા ન સંતોષાય તો કોઈ નારાજ થઈ જાય, ક્યાંક પૈસાના વ્યવહારની નારાજગી તો ક્યાંક કોઈનો ઈગો ન સંતોષાય એની નારાજગી બિલાડીના ટોપની જેમ બહાર આવ્યા જ કરશે. એનો અર્થ એ નથી કે દરેક વખતે આપણે ખોટી ડિમાન્ડને પોસતા રહેવું.

નારાજ થઈ સંબંધ ન રાખવો હોય અને સંપર્કમાં ન રહેવું હોય તો આવા લોકોને બહુ પંપાળવાની જરૂર નથી. આપણી મનાવવાની કોશિશ છતાં તેમની ગેરસમજણ દૂર ન થતી હોય તો આપણે આપણા રસ્તે ચાલતા થવું. બીજાને અનુકૂળ થઈને રહેવાનો અર્થ એ નથી કે ખોટા વિચાર, વ્યવહાર, વર્તનને આધીન થઈ જવું.

સંબંધને સાચવવાની એને ટકાવી રાખવાની ભાવના એટલી હદ સુધી ન લંબાવી જોઈએ કે આપણી અંદરની ખુશી અને આપણું સુખ ગાયબ થઈ જાય.

નિદા ફાઝલીનો શેર છે:

કુછ લોગ યૂંહી શહર મેં હમ સે ભી ખફા હૈ

હર એક સે અપની ભી તબિયત નહીં મિલતી

કોઈ ખફા એટલે કે નારાજ થઈ જાય તો તેને મનાવજો જરૂર પણ તેની નારાજગી ખોટી હોય તો જાતને અપરાધી ન ગણી એક વાસ્તવિકતાને વળગી રહેવું કે દરેક લોકો સાથે આપણો મિજાજ ક્યારેય નહીં મળે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK