સુખ મેળવવામાં અને સુખ જાળવવામાં બહુ ફરક હોય છે દોસ્ત

જીવનસાથીની બાબતમાં પણ આવું જ કંઈક આપણી સાથે બને છે.

social science


સોશ્યલ સાયન્સ - ફાલ્ગુની જડિયા-ભટ્ટ


આપણા જીવનમાં આપણે જ સર્જેલી દુનિયામાં ઘણી વાર આપણને ફાવતું નથી હોતું અને આપણે જ રચેલી માયાજાળમાં જાણે આપણે ફસાઈ ગયા હોઈએ એવો એહસાસ કોરી ખાય છે. આવું કેમ થાય છે? આનો ઉપાય શું કરવો? જવાબ અઘરો છે, પરંતુ એને શોધવાનો પ્રયાસ કરવા જેવો છે

બંધાયા નથી હોતા છતાં એમ થાય છેછટકીને ક્યાંક ભાગી જઈએ...ઘણી વાર પોતાની જાતને તથા આસપાસના લોકો તરફ જોઈએ ત્યારે વિચાર આવે કે આપણે મનુષ્યો ક્યાંક અટવાઈ ગયા છીએ. આપણને બધાને ક્યાંક પહોંચવું છે, પરંતુ ક્યાં તે સમજાતું નથી. પહેલાં આપણે જ આપણી મંઝિલનો ચુનાવ કરીએ છીએ, ત્યાં પહોંચવા માટે તનતોડ મહેનત પણ કરીએ છીએ; પરંતુ જેવા ત્યાં પહોંચીએ કે થોડા જ સમયમાં આપણું દિલ એ બાબત પરથી ઊઠી જાય છે. પેલી કવિતામાં આવે છે એવું, જ્યાં પહોંચવાની ઇચ્છા વર્ષોથી હોય ત્યાં પહોંચતાં જ મન પાછું ફરે એમ પણ બને. આવું થાય ત્યારે પ્રશ્ન થાય કે ક્યાંક આપણા બધાની ડાગળી ચસકી તો નથી ગઈને?

પહેલાં તો આપણે બધા ઇચ્છીએ છીએ કે આપણે સારું ભણીએ. સારું ભણીએ કે સારી કૉલેજમાં ઍડ્મિશન મળી જાય અને ત્યાંથી આગળ એ અભ્યાસના આધારે સારી નોકરી મળી જાય કે પછી આપણે પોતાનો અલાયદો બિઝનેસ શરૂ કરી શકીએ, પરંતુ કોણ જાણે કેમ મોટા ભાગના કિસ્સાઓમાં એવું બને છે કે એ સારી નોકરી કે પોતાનો બિઝનેસ ચાલુ કર્યાના થોડા સમયમાં જ આપણું દિલ એના પરથી ઊઠી જાય છે અને એમ લાગવા માંડે છે કે આ એ નથી જે મને જોઈતું હતું.

જીવનસાથીની બાબતમાં પણ આવું જ કંઈક આપણી સાથે બને છે. પહેલાં તો એક સારી છોકરીને પટાવવા કે પછી એક સારા યુવકની શોધમાં આપણે વર્ષો કાઢી નાખીએ છીએ, પરંતુ જેવું તેની સાથે પરણીને ઠરીઠામ થઈએ કે થોડાં જ વર્ષોમાં આપણને એવું લાગવા માંડે છે કે આ એ દામ્પત્યજીવન નથી જે મને જોઈતું હતું.

બાળકોના મામલામાં પણ આપણા મનમાં આવા જ સવાલો ઊભા થાય છે. લગ્ન બાદ આપણા જીવનમાં નવા મહેમાનનું આગમન થાય છે. શરૂઆતનાં વર્ષો તેની કાલીઘેલી વાતો અને નાદાન હરકતોમાં ક્યાં નીકળી જાય એનો ખ્યાલ પણ આવતો નથી, પરંતુ જેવું એ બાળક એક વાર કિશોરાવસ્થામાં પ્રવેશ કરે કે તેના મૂડ સ્વિંગ્સ, આક્રોશ તથા તેના બેફામ વર્તનને જોઈ આપણને મનમાં પ્રશ્ન થવા લાગે કે આ એ જ બાળક છે જેના માટે આપણે આટઆટલી બાધાઓ રાખી હતી?

તાજેતરમાં એક જણે એક બહુ સરસ વાત કરી. તેમની વાત સાંભળી એવું લાગ્યું જાણે એ બધા સવાલોના જવાબો એકસાથે મળી ગયા. એ ભાઈનું કહેવું હતું કે દરેક સુખ પોતાની સાથે તકલીફોનો ભંડાર લઈને આવે છે. આપણા બધાની સમસ્યા એ છે કે આપણે બધા સુખનો ચુનાવ તો કરી નાખીએ છીએ, પરંતુ એ સુખની સાથે જે મુસીબતો આવશે એને આપણે ક્યાં સુધી ભોગવવા તૈયાર છીએ એનો વિચાર ક્યારેય કરતા નથી. જે સારું છે એ બધા જ એન્જૉય કરવા તૈયાર છે. બધાને જ સારું, સરળ અને બિન્ધાસ્ત જીવન જોઈએ છે; બધાને જ સુંદર અને પ્રેમાળ જીવનસાથી જોઈએ છે, બધાને જ બ્યુટિફુલ અને હૅન્ડસમ દેખાવું છે, લોકપ્રિય બનવું છે અને સમાજમાં માન-મરતબો જોઈએ છે. આમાં નવું કશું નથી. મહત્વનો સવાલ એ છે કે આ બધું મેળવવા માટે તમે કેટલું ભોગવવા તૈયાર છો? તમે કેટલું તણાવા, ભીંસાવા, ખેંચાવા તૈયાર છો? આ પ્રfનો આપણે ક્યારેય આપણી જાતને પૂછતા નથી, કારણ કે આ જ એ પ્રfનો છે જે વાસ્તવમાં આપણા જીવનની દિશા નક્કી કરે છે. 

દા.ત. મલ્ટિનૅશનલ કંપનીમાં ઊંચા હોદ્દાની મોટા પગારવાળી નોકરીનાં સપનાં જોવામાં કશું ખોટું નથી; પરંતુ એની સાથે જે જવાબદારીઓનો બોજો, કામના અનિયમિત કલાકો, ટાંટિયાખેંચ હરીફાઈ, ઑફિસનું રાજકારણ વગેરે આવશે એ બધા માટે તમે માનસિક રીતે કેટલા તૈયાર છો અને કેટલાં વર્ષો સુધી એ બધું સહન કરી શકો છો એનો પણ વિચાર કરવો આવશ્યક છે. એવી જ રીતે પોતાનો બિઝનેસ ચાલુ કરવાનો વિચાર સારો જ છે, પરંતુ પોતાનો બિઝનેસ ચાલુ કરો તો એમાં વારંવાર નિષ્ફળતા પણ મળી શકે છે. આર્થિક, શારીરિક અને માનસિક પાયમાલી પણ ભોગવવાની આવી શકે છે. શું તમે એ બધા માટે તૈયાર છો? એ જ રીતે સારા પાર્ટનર સાથે લગ્ન કરી સુખી દામપત્યજીવન ભોગવવું છે, પરંતુ દરેક દામ્પત્યજીવનમાં ઉતાર-ચડાવ તો આવે જ છે. શું તમે તમારા એ જ પ્રેમાળ પાર્ટનરનો ક્યારેક અકારણ ગુસ્સો, નારાજગી, મહેણાંટોણા, અવહેલના, મૌન વગેરે ભોગવવા માનસિક રીતે સજ્જ છો?

વાસ્તવમાં જીવનમાં કોઈ પણ મહત્વની બાબતનો નર્ણિય લેતી વખતે, કોઈ પણ પસંદગી કરતી વખતે આપણે આવા કેટલાક મુશ્કેલ સવાલો પોતાની જાતને પૂછી લેવા જોઈએ અને એના યોગ્ય ઉત્તરો પણ મેળવી લેવા જોઈએ; કારણ કે સુખને માત્ર મેળવવા માટે જ નહીં, એને ટકાવી રાખવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. સુખ કંઈ આકાશમાં મેધધનુષની જેમ કે બગીચામાં ફૂલોની જેમ ઊગી નથી નીકળતું. એને વાવવું પડે છે, એનું સીંચન કરવું પડે છે. એક અભિનેતા કે મૉડલ દિવસના કલાકોના કલાકો જિમમાં કસરત કરવા માટે તથા માત્ર કાચી શાકભાજી અને ફ્રૂટ્સ ખાવા મનથી પોતાની જાતને મજબૂત કરે છે ત્યારે ક્યાંક જઈને સિક્સ-પૅક ઍબ્સ ધરાવતી બૉડી બનાવી શકે છે. એવી જ રીતે કલાકાર બનવાની ખેવના ધરાવનારે પણ એની સાથે આવતી અનિãતતા, બેકારી તથા લોકોના હાંસીના પાત્ર બનવાની માનસિક તૈયારી હોય તો જ કલાકાર બનવાનાં સપનાં જોવાં જોઈએ.

વાસ્તવમાં આપણા બધાની ભૂલ એ થાય છે કે આપણે એમ માની બેસીએ છીએ કે આપણે ફક્ત સુખ પામવા માટે જ મહેનત કરવાની છે. એને ટકાવી રાખવા માટે જે જદ્દોજહદ કરવી પડે છે એનો આપણે ક્યારેય વિચાર કરતા નથી. વાસ્તવમાં સુખ સુધી પહોંચવું એ તો માત્ર એનો પહેલો પડાવ છે, એને ટકાવી રાખવાની જદ્દોજહદ જીવનભર ચાલતી કશ્મકશ છે. એનો ક્યારેય અંત આવતો નથી. બલકે જેમ-જેમ તમે જીવનમાં આગળ વધતા જાઓ છો તેમ-તેમ આ કશ્મકશ વધુ રસાકસીભરી બનતી જાય છે. તેથી તમે કઈ કશ્મકશના કશ જીવનભર લઈ શકો છો એના આધારે નયો લેવા જોઈએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK