એક નાનકડા બાળકની મોટી વાત

માત્ર બાળકની હોશિયારી કે સ્માર્ટનેસ વિકસાવવાની ઘેલછામાં ઘણી વાર ચારિત્ર્ય ઘડતર કે માનવીય ગુણો ખીલવવાનું ચૂકી જવાય છે

kidસોશ્યલ સાયન્સ - તરુ કજારિયા

થોડા સમય પહેલાંનું આ દૃશ્ય છે. બે-ત્રણ વર્ષનો એક નાનકડો છોકરો તેના પપ્પાની બાજુમાં બેસીને ટીવી જોઈ રહ્યો છે. ટીવી પર કોઈ ન્યુઝ-ચૅનલમાં એ અરસામાં કેરળમાં અતિવર્ષાથી થયેલી ભયંકર તારાજીના સમાચાર આવી રહ્યા છે. વરસાદે સર્જેલી પૂર જેવી પરિસ્થિતિનાં ડરામણાં દૃશ્યો જોઈને પેલા છોકરાના ચહેરા પર ડર અને દુખની રેખાઓ અંકાઈ ગઈ છે. વરસાદને જોઇ ગભરાઈ ગયેલા દીકરાને પપ્પા કહે છે કે હવે વરસાદ અટકશે પછી કેરળમાં સાફસફાઈ કરશે. છાતીસમાણા પાણીમાં ચાલીને જતા જવાનોને જોઈને તે છોકરો પપ્પાને પૂછે છે કે આ લોકો ક્યાં જઈ રહ્યા છે? જવાબ મળે છે કે મકાનોમાં ફસાઈ ગયા છે એ લોકોને બચાવવા જાય છે. એ સાંભળી નાનકડો દીકરો મોટી વાત કહે છે, ‘પપ્પા, આપણે એક કામ કરીએ, આપણે એ લોકોને આપણા ઘરે બોલાવી લઈએ.’ અને એ શબ્દો બોલતાં એ બાળકના ગળે ડૂમો બાઝી જાય છે. તેની આંખોમાં આંસુ આવી જાય છે. એ જોનાર પણ રડી પડે એટલું હૃદયસ્પર્શી એ બાળકનું વર્તન છે. સહજ તેના પપ્પાને પણ દીકરાની આ સંવેદનશીલતા સ્પર્શી જાય છે. દીકરાને વહાલ કરી તે કહે છે કે ‘હા, આપણે તેમને કહીશું કે અમારું ઘર સૂકું છે તો અહીં આવી જાઓ.’ દીકરો પૂછે છે, ‘પણ વરસાદ રહી જશે તો?’ પપ્પા જવાબ આપે છે કે પછી એ લોકો પોતાના ઘરે ચાલ્યા જશે. દીકરો પૂછે છે, ‘કેમ?’ પપ્પા કહે છે, ‘પછી તો તેમનું ઘર સાફ થઈ ગયું હશેને એટલે.’

ઉપરની વિડિયો-ક્લિપ જેટલી વાર જોઈ એટલી વાર આંખ ભીની થઈ. કાલી મીઠી બોલીમાં એ નાનકડા બાળકે કરેલું દિલદાર સૂચન સાંભળીને તેના પપ્પાને આવેલું એટલું જ વહાલ આપણને પણ આવે. અન્યોને તકલીફમાં જોઈને તેમના માટે એ બાળકના મનમાં ઉદ્ભવેલી અનુકંપા એ બાળકના ઉછેર વિશે પણ ઘણું કહી જાય છે. બહુ શક્ય છે કે તેનાં મમ્મી-પપ્પા કે કુટુંબના અન્ય સભ્યોને લોકોના દુખમાં દુખી થતાં કે મુશ્કેલીની ઘડીમાં મદદરૂપ થતાં જોયાં હશે, કેમ કે બાળક જુએ છે એ શીખે છે. એ ઘટનાઓની અજાણતાં જ તેના કુમળા મન પર પડેલી છાપે તેના હૃદયમાં એવી ઋજુતા ખીલવી હશે.


એક અન્ય દૃશ્ય જુઓ. બગીચામાં ફરવા ગયેલા પપ્પા અને નાનકડી દીકરી એક બેન્ચ પર આવીને બેસે છે. પપ્પા ટિફિન-બૉક્સમાંથી બે સફરજન કાઢી તેને પૂછે છે કે તારે કયું જોઈએ? દીકરી પહેલાં એક સફરજન હાથમાં લે છે, પછી બીજું લે છે. બંïનેમાંથી કયું પસંદ કરવું એની અસમંજસમાં છે. એક સફરજનમાંથી બટકું ભરે છે, પણ બીજું પપ્પાને આપવાને બદલે હાથમાં પકડી રાખે છે. અને હવે તે એમાંથી પણ ટુકડો મોઢામાં નાખે છે! પપ્પા મનોમન વિચારે છે કે અમે તો હંમેશાં બધું શૅર કરીએ છીએ! આ દીકરી આવું સ્વાર્થી વર્તન ક્યાંથી શીખી હશે?! ત્યાં દીકરી બીજું સફરજન પપ્પાના હાથમાં મૂકી કહે છે, ‘પપ્પા, આ લો, આ વધારે મીઠું ને રસદાર છે.’ થોડી વાર પહેલાં દીકરી પર કરેલી શંકા બદલ પપ્પાએ ગિલ્ટ અનુભવ્યું, પરંતુ તેના મનમાં ઊઠેલો સવાલ બરાબર હતો, કેમ કે તેઓ ઘરમાં જે પ્રકારે એકબીજાનો ખ્યાલ રાખીને, એક્બીજા સાથે શૅરિંગ કરતાં હતાં એનાથી દીકરીનું વર્તન તદ્દન વિરુદ્ધ હતું, પરંતુ પપ્પાએ કદાચ જે મુદ્દો મિસ કર્યો તે એ હશે કે તેઓ હંમેશાં સારામાં સારું દીકરીને આપતા હશે અને આજે દીકરીને એ પસંદગીની તક મળી તો તેણે પણ મમ્મી-પપ્પાનું અનુકરણ કર્યું હશે.

પેલા છોકરામાં દેખાઈ એ સહાનુભૂતિ કે આ છોકરીમાં જોવા મળેલી ઉદારતા બાળકના સમગ્રતયા વિકાસ માટે અત્યંત ઉપયોગી નીવડે છે. સામી વ્યક્તિનો વિચાર કરવાની કે તેની સ્થિતિનો અહેસાસ કરવાની સંવેદનશીલતા બાળકને સ્વચ્છંદી બનતું અટકાવે છે. તાજેતરમાં જ વાંચેલા સમાચાર યાદ આવે છે - સાઉથ મુંબઈની એક પ્રતિષ્ઠિત સ્કૂલના આઠમા ધોરણના એક છોકરાને સસ્પેન્ડ કરવામાં આવેલો. તે છોકરાએ હાઈ ર્કોટમાં ફરિયાદ કરી હતી કે તેની સ્કૂલના બધા ટીચર્સ તેની સામે એક થઈ ગયા છે! હકીકતમાં તે છોકરાની ઉદ્દંડતાથી બધા જ ટીચર્સ વાજ આવી ગયા હતા. એક વાર તો તેણે કાઉન્સેલરના ચહેરા પર જૂતું ઉછાળ્યું હતું! સ્કૂલમાં બીજા છોકરાઓ સાથે પણ તે ઉદ્ધતાઈપૂવર્‍ક વર્તતો હતો. હાઈ ર્કોટમાં તેના વકીલે કહેલું કે છોકરાને નાની વાત માટે સ્કૂલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, પરંતુ પોતાની ભૂલ બદલ ક્ષમા માગવાને બદલે શિક્ષકો પર તેની સામે ગૅન્ગ-અપ કરવાનો આક્ષેપ કરતાં તે છોકરાના સ્વચ્છંદી વર્તન અને ગેરશિસ્તના પુરાવાઓ સ્કૂલ-મૅનેજમેન્ટ તરફથી રજૂ કરવામાં આવ્યા હતા અને સ્કૂલનો તે છોકરાને પાછો નહીં લેવાનો નિર્ણય હાઈ ર્કોટે સ્વીકાર્યો હતો! આમ અભ્યાસમાં હોશિયાર અને તેજસ્વી હોવા છતાં એક વિદ્યાર્થીને પોતાની પ્રકૃતિ અને વર્તણૂકને કારણે સ્કૂલમાંથી બરતરફ થવું પડ્યું હતું.


માત્ર બાળકની હોશિયારી કે સ્માર્ટનેસને વિકસાવવાની ઘેલછામાં ઘણી વાર ચારિhઘડતર કે માનવીય ગુણો ખીલવવાનું ચૂકી જવાતું જોવા મળે છે. આ લેખની શરૂઆતમાં જેનો ઉલ્લેખ કર્યો છે એવી કરુણા અને ઉદારતા જેવા ગુણો બાળકોમાં રોપાય અને મહોરે એવી પરવરિશ કેટલા પરિવારો આપે છે? એવું શિક્ષણ અને તાલીમ કેટલી નર્સરી કે સ્કૂલોમાં મળે છે? જોકે એ બધું બાળક જોઈને જ શીખે છે એટલે આ માનવીય ગુણો કેટલા પરિવારોમાં કે સ્કૂલોમાં અસ્તિત્વમાં છે એવો સવાલ વધુ યોગ્ય ગણાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK