ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો : કહો જોઈએ, એનાથી તમારા ઘરમાં આવતા દૂધના ભાવમાં શું ફરક પડ્યો?

ડૉલર મજબૂત થઈ ગયો, ડૉલર સામે રૂપિયો ગગડી ગયો અને ડૉલર સામે રૂપિયો પાતળો પડી ગયો એવી વાતો એકધારી અને સતત કરવામાં આવી રહી છે

મેરે દિલ મેં આજ ક્યા હૈ? -  મનોજ નવનીત જોષી

પેટ્રોલ પછી જો બીજી કોઈ બાબતમાં દેકારો કરવાની આદત આપણને પડી હોય તો એ છે ડૉલર. ડૉલર મજબૂત થઈ ગયો, ડૉલર સામે રૂપિયો ગગડી ગયો અને ડૉલર સામે રૂપિયો પાતળો પડી ગયો એવી વાતો એકધારી અને સતત કરવામાં આવી રહી છે; પણ મારે પૂછવું છે કે આ ડૉલર મજબૂત થાય છે એનાથી તમને ડાયરેક્ટ શું નુકસાન થયું અને એનો ગેરલાભ તમારા હિસ્સામાં શું આવ્યો એના વિશે તમને કંઈ ખબર પડે છે કે પછી બસ બોલવું છે એટલે બોલ્યા કરો છો તમે? કહો જોઈએ ડૉલરની સામે રૂપિયો નબળો પડવાથી તમારા ઘરમાં આવતા દૂધના ભાવમાં શું ફરક પડ્યો? કહો જોઈએ રૂપિયો ડૉલર સામે પાતળો પડ્યો એમાં તમારી થાળીની કેટલી રોટલી ઓછી થઈ અને એને લીધે શું તમારે દાળ બનાવવાનું બંધ કરવું પડ્યું ખરું?

ના, આ એક જ જવાબ છે અને આ જવાબ પછી પણ ડૉલરનો કકડાટ એકધારો સૌકોઈ દેખાડ્યા કરે છે અને એ દર્શાવ્યા કરવામાં આવે છે. કારણ તમને એનું સમજાશે પણ નહીં અને કોઈ આવીને એવું પણ નહીં કહી શકે કે આ કારણે તે બબડાટ કરે છે, કકડાટ કરે છે. અરે, તમને હસવું આવશે પણ હકીકત એ છે કે શાકની લારી પાસે ઊભેલાં બૈરાંઓ પણ ડૉલરની વાત લઈને શાકવાળા સાથે દલીલો કરવા માંડે છે. મારું કહેવું એ છે કે જો ડૉલરનો વધારો ડાયરેક્ટ્લી તમારી લાઇફ સાથે જોડાતો હોય અને એનાથી નુકસાન થવાનું હોય તો ઠીક છે; પણ જેની સાથે તમારે કંઈ નિસબત નથી, તમને કંઈ લાગતું-વળગતું નથી અને તમને જે નડતું પણ નથી એવી વાતોમાં પણ તમારે કઈ વાતની નકારાત્મકતા પકડવી છે? આજે કેટલા લોકો એ વાત સ્વીકારશે વધી રહેલા ડૉલરને કારણે આપણે ત્યાં અમેરિકામાં એક્સર્પોટનો બિઝનેસ કરતા લોકોને બખ્ખા થઈ ગયા છે, ઘી-કેળાં થઈ ગયાં છે અને ડૉલરનો વધેલો ભાવ તેમને ચાંદી જ ચાંદી કરાવી દેવાનું કામ કરે છે.

જરા વિચાર તો કરો કે જે આયુર્વેદ કંપની અમેરિકામાં કે પછી ડૉલરની ડીલ ચાલે છે એવા દેશોમાં માલ મોકલે છે એને પેમેન્ટના બદલામાં મોટી ઇન્કમ થવી શરૂ થઈ ગઈ છે. વધી રહેલા ડૉલરથી એક્સર્પોટર્સ રાજી-રાજી છે. વધી રહેલા ડૉલરથી ડૉલરની કમાણી કરનારાઓને પણ જલસો પડી ગયો છે અને ડૉલરના ભાવવધારાને લીધે તેમની ઇન્કમમાં સીધો દસ ટકાનો ફરક પડી ગયો છે. આ તો છેલ્લાં બે અઠવાડિયાંની વાત છે. જો ચાર વર્ષની વાત કરો તો એક્સર્પોટર્સની આ ઇન્કમમાં ડૉલર જેટલો વધ્યો એટલો જ વધારો થયો છે. ડૉલરનો આ વધારો દેશના હૂંડિયામણને ક્યાંક નુકસાન કરી રહ્યો છે, પણ અમેરિકા જે કંઈ આપણી પાસેથી ખરીદી રહ્યું છે એ બધામાં તો આપણા દેશને લાભ જ થઈ રહ્યો છે અને જો લાભ થઈ રહ્યો હોય તો પછી આટલાં છાજિયાં શું કામ કૂટવાનાં?


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK