લક્ઝરી બધી જોઈએ છે, પણ એ માટેનું વળતર ચૂકવવાની તૈયારીનો અભાવ છે

આપણને લક્ઝરી તમામ જોઈએ છે, પણ એ માટે વળતર ચૂકવવાની તૈયારી આપણામાંથી કોઈની નથી

મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

પેટ્રોલના ભાવના દેકારાઓ સૌથી વધારે અત્યારે દેશમાં ચાલી રહ્યા છે. પેટ્રોલ અને ડૉલર. ડૉલર વિશે આપણે પછી વાત કરીશું. પહેલાં આપણે પેટ્રોલની વાત કરીએ. પેટ્રોલનો ભાવવધારો આપણા કાળજે ઘા કરી જાય છે, કારમી પીડા આપી જાય છે. આ પીડા વચ્ચે કોઈ ન્યુઝપેપર તો એવું પણ લખે છે કે પેટ્રોલમાં સરકાર સવાસો ટકાનો તોતિંગ નફો કરે છે. આ તોતિંગ નફો લઈને સરકાર કરે છે શું એ વિશે તો કોઈને લખવાનું ક્યારેય સૂઝ્યું નહીં અને એના વિશે તો ક્યારેય કોઈને એવો વિચાર સુધ્ધાં પણ ન આવ્યો કે જે દેશ નફો કરતો હોય એ જ દેશ સુવિધા સારી આપી શકે, એ જ દેશ શ્રેષ્ઠ સગવડો આપી શકે. અગાઉ અનેક વખત કહ્યું છે, ગળું ફાડીને કહ્યું છે અને આંગળીઓ ઘસાઈ જાય એ રીતે લખ્યું પણ છે કે શ્રેષ્ઠ સુવિધાઓની અપેક્ષા રાખતા હો તો એના માટે જે કોઈ વળતર ચૂકવવું પડતું હોય એની પણ પૂરતી તૈયારી રાખવી પડે.

આપણને લક્ઝરી તમામ જોઈએ છે, પણ એ માટે વળતર ચૂકવવાની તૈયારી આપણામાંથી કોઈની નથી. મર્સિડીઝ અને રોલ્સ રૉયસ જેવી ગાડીઓ પણ હવે જૂની થવા માંડી છે. હેલિકૉપ્ટર અને પ્રાઇવેટ જેટની સંખ્યા હજારોમાં પહોંચી ગઈ છે, પણ એ બધા માટે પેટ્રોલના ભાવ વધે તો તરત જ બળતરા થવા માંડે છે. એક વખત ટૂ-વ્હીલરના આંકડાઓ જાણશો તો તમને ખબર પડશે કે પેટ્રોલની આવશ્યકતા પણ કયા સ્તર પર આપણે પહોંચાડી દીધી છે. બાળક સોળ વર્ષનું થયું નથી ત્યાં ફટફટિયું હાથમાં પકડાવ્યું નથી. મુંબઈ હોય કે મૈસૂર, રાજકોટ હોય કે રતલામ - આ જ નીતિ રહી છે અને આ નીતિને લીધે જ તો પેટ્રોલનો ભાવવધારો ચચરવો શરૂ થઈ ગયો છે. ઘરમાં રહેવાવાળા ચાર જણ છે અને વાહન પાંચ છે. પાણી તો એમાં ભરાતું નથી, પેટ્રોલ જ ભરાવવાનું છે અને એ ભરાવવાનું છે એટલે પેટ્રોલના ભાવવધારાની બળતરા શરૂ થાય છે. આવશ્યકતા ઘટાડી દો સાહેબ, મોંઘવારી ક્યાંય નહીં દેખાય અને સો ટકા સોંઘવારીનો અનુભવ થશે અને એમાં કશું ખોટું પણ નથી કહેવાઈ રહ્યું.

જરા વિચાર તો કરો. એક સમયે આ દેશમાં ઇન્શ્યૉરન્સ લેવાનું કામ કેવું અઘરું અને મોંઘું હતું. પ્રતિ ઇન્શ્યૉરન્સ ચારથી પાંચ હજાર રૂપિયા ખર્ચવા પડતા હતા. હવે સરકાર પોતે પાંચસો રૂપિયાથી પણ ઓછા પ્રીમિયમમાં ઇન્શ્યૉરન્સ આપે છે. સવાસો રૂપિયાના ભાવે વેચાતી દાળ હવે ૬૦ રૂપિયા છે એની કોઈ વાત નથી કરતું અને મોબાઇલ બિલ હવે કાપીને આખા દેશને મફતમાં કૉલ કરતો કરી દીધો છે એની પણ ચર્ચા નથી થતી. ચર્ચા થાય છે તો માત્ર ને માત્ર પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાની. સાહેબ, માફ કરજો; પણ કહેવું પડે કે આવી વાતો કરીને આપણે ખરેખર હડપ કરી લેવાની માનસિકતા ધરાવતા લોકોમાં ખપી રહ્યા છીએ. ક્યાંક તો સરકારને, સરકારી કામગીરીને વખાણવાનું કામ તો કરો અને જો નહીં કરો તો પછી તમારી અને પેલી ટિપિકલ સાસુમાં કોઈ ફરક નથી રહેવાનો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK