મોહન ભાગવતે શું કામ કહ્યું કે વિશ્વભરના હિન્દુઓ એક થાય?

માન્યું કે દરેક મુસ્લિમ આતંકવાદી નથી, પણ એની સામે તમારે પણ એ વાત કબૂલ કરવી જ રહી કે આતંકવાદી મુસ્લિમ સિવાય કોઈ હોતો પણ નથી

મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુપ્રીમો મોહન ભાગવત અત્યારે અમેરિકામાં છે અને ત્યાં તેમણે કહ્યું છે કે વિશ્વભરના હિન્દુઓ એક થાય અને એક થશે તો જ તેઓ વૈશ્વિક આતંકવાદનો સામનો કરી શકશે. વૈશ્વિક આતંકવાદનો જે મુદ્દો અત્યારે દુનિયાભરમાં પથરાયો છે એમાં ક્યાંય અન્ય કોઈ કમ્યુનિટી આતંકવાદ સાથે જોડાયેલી નથી અને એ આતંકવાદમાં રસ પણ નથી લઈ રહી. માન્યું કે દરેક મુસ્લિમ આતંકવાદી નથી, પણ એની સામે તમારે પણ એ વાત કબૂલ કરવી જ રહી કે આતંકવાદી મુસ્લિમ સિવાય કોઈ હોતો પણ નથી. આવા સમયમાં પણ જો મહkવની વાત કોઈ હોય તો એ કે મુસ્લિમોનો પહેલો ટાર્ગેટ માત્ર ને માત્ર હિન્દુઓ છે. હિન્દુઓને ટાર્ગેટ બનાવવામાં આવે છે અને હિન્દુઓનો ભોગ લેવાય છે ત્યારે પણ એમાં મોટા ભાગનો વાંક-ગુનો જો કોઈ હોય તો એ જ કે હિન્દુઓ એકત્રિત થયેલા નથી અને તેમની વચ્ચે એકતા નથી એનો પૂરો લાભ આ આતંકવાદી સંગઠનો દ્વારા લેવામાં આવે છે.

શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે બૌદ્ધિક પ્રજા ક્યારેય એક છત નીચે એકત્રિત ન થઈ શકે. શાસ્ત્રોમાં એમ પણ કહેવાયું છે કે બાર ગાંડા સાથે રહી શકે, પણ બે ડાહ્યાને એક છત નીચે રાખવાનું કામ અઘરું છે. હિન્દુ ડાહી પ્રજા છે, પણ એને એમનું આ ડહાપણ જ નડી રહ્યું છે અને આ ડહાપણને લીધે જ એ પ્રજા એક થઈને એકતા સાથે રહી નથી શકતી અને એટલે જ કહેવામાં આવે છે કે વિશ્વભરના હિન્દુઓ એક થાય અને એક થઈને રહે. આજે મુસ્લિમ પ્રજાને જુઓ તમે. કોઈ જાતના વિરોધ વિના એક છત નીચે એકત્રિત થવાની વાત આવે ત્યારે બધા ભેગા થઈ જાય છે. પરિવારો આજે પણ મોટા અને વિશાળ છે અને હિન્દુઓ. હિન્દુઓ બધી જ બાબતમાં અલગ પણ પડતા જાય છે, જુદા પણ થતા જાય છે. બૌદ્ધિકતા ભારોભાર છે અને એટલે જ પરિવાર નાના કરી નાખવાની સમજણ તેમનામાં આવી ગઈ છે. પહેલાં સંતાનોમાં ત્રણ કે પછી એનાથી વધારે બાળકો હતાં. એના પછીની પેઢી આવી. એણે બે બાળકો પર પોતાનો પરિવાર અટકાવી દીધો તો ત્યાર પછીની, અત્યારની પેઢી એક બાળકમાં જ પોતાનું વિશ્વ જુએ છે. આ અવસ્થા અને આ પરિસ્થિતિ વચ્ચે આજે પારિવારિક લાગણીઓ પણ ઓછી થવા માંડી છે. આવા સમયે વિશ્વભરના હિન્દુઓ એક હશે, બધા સાથે મળીને રહેતા હશે તો જ વૈશ્વિક પરિવારની લાગણી અકબંધ રહેશે અને એ લાગણી વચ્ચે સૌકોઈની આત્મીયતા પણ એકમેક સાથે જળવાયેલી રહેશે.

યાદ રાખજો, સાથે હશો તો લડી શકશો. યાદ રાખજો, સાથે હશો તો જ ટકી શકશો અને ટકવાનું છે. આપણી સંસ્કૃતિને પણ ટકાવવાની છે અને આપણા સંસ્કારને પણ અકબંધ રાખવાના છે. આ ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે પરસ્પર જોડાયેલા હશો અને પરસ્પર એકબીજા સાથે એકતાની ભાવના સાથે સંકળાયેલા હશો. એક થવું બહુ જરૂરી છે. અકબંધ રહેવા માટે પણ હવે એક થવાનો સમય આવી ગયો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK