જગતના પહેલા વડા પ્રધાન મોદી છે જેમણે જાહેરમાં ઝાડુ હાથમાં લીધું હોય

મોદીના શાસનનાં ચાર વર્ષની વાતો કરનારા માયકાંગલાઓએ જરા આંકડાઓ જોવા જવાની જરૂર છે

મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

મોદીના શાસનનાં ચાર વર્ષની વાતો કરનારા માયકાંગલાઓએ જરા આંકડાઓ જોવા જવાની જરૂર છે. જો એ જોશો તો ખબર પડશે કે આજે દેશમાં અઢાર લાખ ગરીબોનો ચૂલામાંથી છુટકારો થયો અને એ પરિવારો આજે LPG સિલિન્ડર વાપરતા થયા. માત્ર LPG જ મહkવનું નથી. મહkવનું એ પણ છે કે આ સિલિન્ડરના વપરાશને કારણે આજે એવી પરિસ્થિતિ આવી કે બળતણ માટે એટલાં લાકડાં કપાતાં બંધ થયાં અને એટલો પર્યાવરણને જ ફાયદો થયો. ચાર વર્ષમાં મોદી સરકારે ક્યાંય કૉન્ગ્રેસની જેમ ગોટાળાઓ નથી કર્યા અને ક્યાંય આ સરકારે પૈસો ભેગો કરવાનું કામ નથી કર્યું. કૉન્ગ્રેસ સિવાય એક પણ વ્યક્તિ એવી નથી જે આ સરકાર પાસે એનાં કામોની યાદી માગી રહી હોય અને કામ કરવાની મજા ત્યારે આવે જ્યારે જગત તમારા કામને જોઈ શકતું હોય અને તમારા વતી એ કામોની યાદી ગણાવી શકતું હોય. મોદીએ કરેલાં આ કામોની યાદીમાં સૌથી મહkવનું કામ જો કોઈ હોય તો એ કામ છે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઍક્ટ. આ કાયદો નરેન્દ્ર મોદીના શાસનમાં અમલમાં આવ્યો અને એને અમલમાં મૂકવા માટે જે છપ્પનની છાતીની જરૂર હતી એ છપ્પનની છાતી મોદી સરકારની હતી.

ચાર વર્ષે જીવનમાં અઢળક ફેરફારો આપવાનું કામ કર્યું છે અને એ બધા ફેરફારો હકારાત્મક અને સકારાત્મક છે. એક સમય હતો કે મેડિકલની એન્ટ્રન્સ એક્ઝામનો કોઈ તોટો નહોતો, પણ હવે આખા દેશમાં એક જ પરીક્ષા છે અને એક જ એક્ઝામ આપવાની રહે છે. પાસર્પોટ એક તબક્કે કૉન્ગ્રેસ સરકાર પાંચ મહિને તમારા ઘરે પહોંચાડતી હતી અને આજે, આજે નવો પાસર્પોટ એક મહિનામાં તમારા ઘરે પહોંચી જાય છે. મોદી સરકારે જે કંઈ કર્યું છે એ દેખીતું કામ કર્યું છે અને એ દેખીતા કામને લીધે જ આજે બૅન્ક તમારા ઘર સુધી આવવાની શરૂ થઈ ગઈ છે. જનધન યોજના પછી જ પ્રાઇવેટ બૅન્કોએ પણ લોકોનાં અકાઉન્ટ ખોલવાનું શરૂ કરવું પડ્યું અને ઝીરો બૅલૅન્સ સાથે વહીવટો શરૂ થયા. જનધન યોજના ઉપરાંત જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરો તો આ જ દેશના ૧૪ ટકા હાઇવે નવા બન્યા તો આ ચાર વર્ષ દરમ્યાન ૭૦ ટકા હાઇવેના એક્સ્પાન્શનનું કામ હાથ પર લેવામાં આવ્યું જેમાંથી ૩૨ ટકા હાઇવે પૂરા પણ થઈ ગયા.

હાઇવે પરથી સફાઈ-આંદોલન, સ્વચ્છતા અભિયાન યાદ આવ્યું. જગતનો એક પણ દેશ એવો નહોતો જેને આ વિષય પર વાત કરવી હતી, પણ આ વિષય પર મોદીસાહેબે વાત કરી અને એ પણ લાલ કિલ્લા પરથી અને દુનિયાના પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી બન્યા જેમણે જાહેરમાં, રસ્તા પર ઝાડુ લઈને સફાઈ કરી અને તેમને સફાઈ કરતા જોઈને દેશના માલેતુજારો અને ફિલ્મસ્ટારો પણ ઝાડુ લઈને રસ્તા પર આવ્યા અને સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ ગયા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK