સત્તર ટૅક્સ, મલ્ટિનૅશનલ મેડિસિન, હજારો કરોડોની સબસિડી ને એવા ઘણાબધાનો સંહાર આ મોદીભાઈએ કર્યો છે

સત્તર ટૅક્સ, મલ્ટિનૅશનલ મેડિસિન, હજારો કરોડોની સબસિડી ને એવા ઘણાબધાનો સંહાર આ મોદીભાઈએ કર્યો છે


મેરે દિલ મેં આજ ક્યા હૈ? -  મનોજ નવનીત જોષી

મોદી સરકાર આવ્યા પછી દેશમાં અનેક સુધારાઓ આવ્યા છે અને એ સુધારાઓ વાજબી રીતે આવ્યા છે. ગઈ કાલે જ આપણે રાષ્ટ્રીય સંપત્તિ માટે સાડાનવ ટન સોનું ખરીદ્યું. નવ વર્ષ પછી આ પહેલી ઘટના છે જેમાં આપણે આ રીતે સોનાની ખરીદી કરી હોય અને રાષ્ટ્રની સંપત્તિમાં વધારો કર્યો હોય. નવ વર્ષ પહેલાં કોંગ્રેસની સરકાર હતી અને એ સરકારના એક પણ નેતાએ આવું પગલું નહોતું ભર્યું. ભરે પણ ક્યાંથી અને ભરે પણ કઈ રીતે. રાષ્ટ્રની તિજોરી તળિયાઝાટક હતી અને સબસિડીના નામે દેશના ફન્ડની જ્યાફત ઊડતી હતી. પેટ્રોલ અને ન્ભ્ઞ્માં સૌથી મોટી સબસિડી જમી જવામાં આવતી હતી અને આધાર કાર્ડના નામે એ બધું પકડવામાં પણ આવ્યું છે. ચાર વર્ષ પહેલાંની વાત કરું તો એ સમયે રેસ્ટોરાંમાં તમે જમવા ગયા હો તો તમારે અંદાજે ૨૮ ટકા ટૅક્સ ભરવો પડતો હતો, પણ આજે એ ઘટીને અંદાજે પાંચ ટકા પર આવી ગયો છે. આ ઍવરેજ રકમ છે અને આ રકમને કોઈએ ચૅલેન્જ કરવાની જરૂર નથી. આ ચાર વર્ષમાં, મોદી સરકાર આવ્યા પછી હોમલોન પણ સસ્તી થઈ છે. પહેલાં સાડાદસ ટકાના રેટ પર હોમલોન મળતી હતી અને હવે જો ઘર ખરીદવું હોય તો ઍન્યુઅલ સાડાઆઠ ટકા ઇન્ટરેસ્ટ ચૂકવવું પડે છે અને એ પણ કહ્યું એમ, ઍન્યુઅલ. એક સમય હતો, મોબાઇલ કંપનીઓ તમને અઢીસો રૂપિયામાં એક ઞ્ગ્ ૩ઞ્ ડેટા પૅક આપતી હતી અને આજે, આજે તમારા મોબાઇલમાં એટલો ડેટા ભર્યો છે કે તમે ધારો તો એને કોઈને આપી શકો અને તમે આપતા પણ હશો. ધારો કે, માની લો કે તમારો ડેટા ખાલી થઈ ગયો અને તમારે એ પછી પણ જો ડેટા લેવાની જરૂરિયાત પડી તો એ ડેટા તમને માત્ર પાંચ રૂપિયામાં મળે છે અને એ પણ એક જનરેશન ઊંચો એટલે કે ૪ઞ્ ડેટા. ચાર વર્ષ પહેલાં કોઈએ જેનરિક દવાનું નામ પણ નહોતું સાંભYયું, પણ હવે જેનરિક દવાને લીધે ગરીબ અને મિડલ ક્લાસના લોકોના અંદાજે એંસી ટકા પૈસા બચતા થયા છે અને સારી વાત તો એ છે કે એ પૈસા મલ્ટિનૅશનલ કંપનીઓનાં ગજવાંમાં જવાને બદલે ઘરમાં જ રહે છે જે તમે બાળકોના ભણતર, ઉછેર પાછળ ખર્ચી શકો છો.

આ ચાર વર્ષની કમાલ છે અને આ કમાલ નરેન્દ્ર મોદીના નામે જ લખવી પડે એમ છે અને તેમના જ ખાતામાં ઉમેરવી પડે એમ છે. નરેન્દ્ર મોદીએ આ કમાલની સાથોસાથ જો કોઈ બીજી કમાલ કરી હોય તો બે દિવસ પહેલાં કહ્યું હતું એમ નોટબંધી હતી અને એ ઉપરાંતની જો કોઈ એક મોટી કમાલ હોય તો એ હતી GSTની. ચાર વર્ષ પહેલાં, મોદી સરકાર સત્તા પર આવી એ પહેલાં આ દેશના નાગરિકે સત્તર જાતના ટૅક્સ ભરવાના હતા. લિટરરી સત્તર ટૅક્સ ભરવાના હતા, પણ હવે આખા દેશમાં એક જ ટૅક્સ છે અને એ છે. આ GSTને લીધે કેટલો લાભ થયો છે અને આ LPG કેવી શાંતિ કરી ગયો છે એ જાણવું હોય તો તમે કોઈ પણ ટૅક્સ-કન્સલ્ટન્ટને મળી શકો છો, પૂછી શકો છો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK