આવક જાહેર થાય તો અને તો જ દેશનો વિકાસ પણ દુનિયાની આંખ સામે આવે

નોટબંધી પછી બીજો પણ એક ફાયદો થયો. આ ફાયદો એ કે રિટર્ન્સ ફાઇલ કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો

મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

નોટબંધી પછી આજે પરિસ્થિતિ એ થઈ કે પૈસો સક્યુર્લેશનમાં આવ્યો અને સક્યુર્લેશનમાં લગભગ ચોવીસ ટકાનો વધારો થયો. આ સક્યુર્લેશનને સમજવાની જરૂર છે. પહેલાં પૈસો પડ્યો રહેતો હતો અને પડી રહેલો પૈસો ક્યારેય બહાર નહોતો આવતો, પણ હવે એવું નથી બનતું. હવે લોકો ઇમર્જન્સીના પૈસા પણ બૅન્કમાં રાખતા થયા અને એ જ પૈસાનો ઉપયોગ કરવાની આદત પણ તેમણે કેળવી લીધી. મજાની વાત એ છે કે કેળવાયેલી આ આદત વચ્ચે પૈસો સંઘરવાની આદત છૂટવા માંડી. ના, આજે પણ અમુક-તમુક રકમ લોકો ઘરમાં રાખે છે, પણ એ તો સ્વાભાવિક પ્રક્રિયા છે અને એમાં તો કોઈનો વિરોધ ક્યારેય હતો જ નહીં. નોટબંધી પછી ઉત્તર પ્રદેશ આખું સાફ થઈ ગયું. રાજકારણીઓના ટ્રક ભરાય એટલા રૂપિયા પસ્તી થઈ ગયા અને એ પણ એવી પસ્તી કે જેને બહાર, જાહેરમાં પસ્તીવાળાને આપવામાં પણ બીક લાગે.

નોટબંધી પછી બીજો પણ એક ફાયદો થયો. આ ફાયદો એ કે રિટર્ન્સ ફાઇલ કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો. એક સમય હતો કે આપણે ત્યાં ઇન્કમ-ટૅક્સ રિટર્ન્સ ફાઇલ કરનારા લોકોની સંખ્યા ૧.૧ ટકાની હતી, પણ મોદી સરકાર આવ્યા પછી એ વધીને છેક ૩.૭ ટકા પર પહોંચી અને નોટબંધી પછી આ જ આંકડો વધીને છેક દસ ટકાને ક્રૉસ કરી ગયો. અહીં ટૅક્સપેયર રિટર્ન્સના જ આંકડા લેવામાં આવ્યા છે. જેમાં ટૅક્સ વસૂલ ન કરવાનો હોય એવાં રિટર્ન્સની વાત કરવાની હોય તો કહી શકાય કે એ આંકડો છેલ્લાં ચાર વર્ષમાં છેક બત્રીસ ટકાને ક્રૉસ કરી ગયો છે અને નરેન્દ્ર મોદીનું સપનું છે કે આ દેશનો એકેએક નાગરિક પોતાનું રિટર્ન્સ ભરતો હોય, દેશ સામે સાચી રીતે અને પ્રામાણિકતા સાથે પોતાની ઇન્કમ રજૂ કરતો હોય.

આ થવું જોઈએ અને એમાં કશું ખોટું નથી. તમે જેવા છો એવા રહોને. સ્ટીવ જૉબ્સની ઇન્કમ આખા અમેરિકાને ખબર પડતી અને એ વધારે હોય તો બધા પ્રાઉડ પણ કરતા. આજે પણ એવું જ થાય છે. મુકેશ અંબાણીની ઇન્કમ જાહેર કરવા માટે તો ઑફિશ્યલ પ્રેસ-કૉન્ફરન્સ થાય છે. આ પ્રાઉડ મોમેન્ટ કહેવાય કે તમે વિકાસ કર્યો. મિત્રો, એ બધી બહુ જૂની વાતો છે જેમાં ઇન્કમ છુપાવવામાં આવતી હતી અને એ કોઈને ખબર ન પડે એનું ધ્યાન રાખવામાં આવતું હતું. અરે, કેટલાક તો એવું પણ કહેતા કે ઇન્કમની ખબર પડે તો લોકોની નજર લાગી જાય. જો એવી રીતે નજર લાગતી હોત તો આ ઉદ્યોગપતિઓ ક્યારેય વિકાસ કરી ન શક્યા હોત અને તેમણે ક્યારેય ‘ફૉબ્ર્સ’માં પોતાનું સ્થાન બનાવ્યું ન હોત.

આવક જાહેર થવી જ જોઈએ અને એ જાહેર થાય તો અને તો જ દેશનો વિકાસ પણ દુનિયાની આંખ સામે આવે. આ નરેન્દ્ર મોદીનું સપનું છે અને આ સપનાની દિશામાં જ આપણે આગળ વધી રહ્યા છીએ. કેવી રીતે, એની વધારે ચર્ચા આપણે કરીશું આવતી કાલે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK