કોઈ કહેશે મને કે આ અનામતનો લાભ લઈને કયો વૈજ્ઞાનિક દેશના નસીબમાં આવી ગયો?

ગઈ કાલે સવારે મેં ટીવી પર જોયું કે હાર્દિક પટેલે એક નવું ગતકડું કર્યું છે

મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

ગઈ કાલે સવારે મેં ટીવી પર જોયું કે હાર્દિક પટેલે એક નવું ગતકડું કર્યું છે અને એ ગતકડા મુજબ ભાઈએ પોતાની વસિયત બનાવી લીધી છે. આવું કરવાનું કારણ માત્ર એટલું જ કે તેણે જગતને દેખાડવું છે કે તે આ અનશનને કારણે મરી શકે છે અને તેનો જીવ જાય એમ છે. જોકે મારે કહેવું છે કે તે વસિયતમાં લખશે શું? અનામતનું જે ઝેર અત્યારે તે લોકોના માનસ પર પાથરી રહ્યો છે એ ઝેર કોના ભાગમાં મૂકશે અને આ ઝેરની આગેવાની તે કોને સોંપશે, કોણ એ હાથમાં લેશે?

હાર્દિક પટેલના આ ગતકડા વચ્ચે મારે એ પણ પૂછવું છે કે અનામતથી પોતાના અંગત લાભને રોઈ રહેલા આ સૌ મહારથીઓ કેમ એ જોવા રાજી નથી કે અનામતથી દેશને કોઈ લાભ થયો નથી અને જો લાભ દેશને હોય નહીં તો પછી એ અનામત આપવાની પણ શું કામ? કહો જોઈએ, અનામતનો લાભ લઈને આ દેશે કયો મોટો વૈજ્ઞાનિક મેળવી લીધો અને કહો જોઈએ કે આ અનામતની મદદથી આજે દેશે કયો મહાત્મા ઉછેરી લીધો? અનામતની વાત કરે છે, પણ આજ સુધી આ અનામતનો જેણે પણ લાભ લીધો છે એમાંથી કેમ કોઈ એવો ભડવીર સામે નથી આવ્યો કે અમે બહુ લઈ લીધો અનામતનો લાભ, હવે અમને નથી જોઈતો આ લાભ; અમે અમારા અનામતના તમામ લાભ સામે ચાલીને સરેન્ડર કરીએ છીએ. એક પણ નહીં.

અનામત ખેરાત છે, અનામત પ્રાયશ્ચિત છે. અનામત મદદ છે અને અનામત ઉપકાર હતો અને એમાં કોઈ જ શબ્દો ચોરવાની વાત પણ નથી. અનામતે જે ઘડીએ રાજકીય રંગ પકડ્યો અને એનો વોટિંગ માટે લાભ લેવાનું શરૂ થયું એ જ મિનિટે નક્કી થઈ ગયું હતું કે અનામતના નામે આ દેશ હવે અંદરોઅંદર લડવા પર આવી જશે. દુશ્મને સરહદ પર કોઈ મહેનત નહીં કરવી પડે, દેશમાં ભાઈઓ જ અંદરોઅંદર લડી મરશે અને એકબીજા માટે ઝેર ઓકતા થઈ જશે. બન્યું પણ એવું જ છે. આજે દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં આ જ નોબત છે. અનામત મળે છે તેમને એમ છે કે આ તેમનો હક છે અને અનામતમાં નથી એ લોકોને પછાત થવા માટે દોટ મૂકવી છે. દેશમાં કોઈ પછાત ન રહે એ માટે અનામતની સુવિધા ઊભી કરવામાં આવી અને આ સુવિધા માટે હવે બીજા લોકો પછાત થવાની સામેથી માગણી કરવા માંડ્યા છે. અનામતને પૂરી કરવાનો સમય આવ્યો છે ત્યારે હવે નવેસરથી અનામત માગનારાઓ વધવા માંડ્યા છે અને ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન પણ શરૂ કરી દીધાં છે. જોકે મિત્રો, ગાંધીજીએ ખોટી વાત માટે અનશન નહોતા કર્યા. ગાંધીજીના અનશનમાં ક્યાંય સ્વાર્થભાવ નહોતો. નહીં કરો આવું, નહીં બદનામ કરો આ ગાંધીના ઉપવાસને. હાર્દિકને પણ મારી આ જ વિનંતી છે અને હાર્દિકે પણ સમજવાની જરૂર છે કે તે જે દિશામાં છે એ દિશા જ આખી ખોટી છે. દિશા જ્યારે ખોટી હોય ત્યારે ક્યારેય મંઝિલની પ્રાપ્તિ થતી નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK