જેમ-જેમ માણસ સફળ થતો જાય છે તેમ-તેમ નજીકના માણસો દૂર થતા જાય છે

ઇતના ન કીમતી બના ખુદ કો, લોગ અકસર મહંગી ચીઝોં કો દેખકર છોડ દેતે હૈં!

માણસ એક રંગ અનેક     - પ્રવીણ સોલંકી

ઢાલની બે બાજુ છે. મધ્યમ કે ગરીબ માણસ વસ્તુની કિંમત ઊંચી જોઈને દૂર ભાગે છે, જ્યારે એક વર્ગ એવો પણ છે જે માને છે કે જેટલું મોંઘું એટલું વધારે સારું. મધ્યમ વર્ગના માણસના વિચારો વાસ્તવિક છે. તેમને બે છેડા ભેગા કરવાની ચિંતા હોય છે. જ્યારે મોંઘું એટલું સારું માનનાર વર્ગ એનો વટ પાડવા, દેખાડો કરવા, અન્યથી ઊંચો છે-જુદો છે એવો ડોળ કરનારો હોય છે. આવો વર્ગ માણસ કે માણસાઈની કિંમત કરતાં પોતાના ‘સ્ટેટસ’ની કિંમત વધારે આંકતો હોય છે.

ઉપરની પંક્તિઓનો આ શબ્દાર્થ છે. ગુણાર્થ એ છે કે જેમ-જેમ માણસ સફળ થતો જાય છે તેમ-તેમ નજીકના માણસો દૂર થતા જાય છે, ક્યારેક દૂર રહેવાની ફરજ પણ પડે છે. એકલો પડતો જાય છે, મિત્રો ઓછા થતા જાય છે, મતલબીઓ પાસે આવવાના પ્રયત્નોમાં લાગી જાય છે. સગાંસંબંધીઓના સંબંધમાં મર્યાદા આવી જાય છે કે જાળવવી પડે છે. સફળતા આર્શીવાદ છે તો અભિશાપ પણ છે.

એક સંત જ્યારે વ્યાખ્યાન આપતા ત્યારે હંમેશાં જમીન પર, નીચે બેસીને જ આપતા. શ્રોતાઓ ખુરસી પર, સંત નીચે ધરતી પર. બધાને આર્ય થતું કે સંત આવું શું કામ કરે છે. એક દિવસ કોઈએ હિંમત કરીને પૂછ્યુંં, ‘મહાત્મા, તમે જમીન પર જ બેસીને વ્યાખ્યાન કેમ આપો છો? આપને માટે તો સદા ઉચ્ચ આસન તૈયાર જ હોય છે. ઊંચા આસને બેસવાને બદલે ધરતી પર જ કેમ બેસો છો?’

સંતે મીઠું હસીને ટૂંકો-ટચ જવાબ આપ્યો, ‘ભાઈ, નીચે બેસનારને પડવાનો ભય નથી લાગતો.’

ક્યા બાત હૈ! કેટલું માર્મિક વાક્ય! સફળતા પામ્યા પછી સફળતા ટકાવી રાખવાની ચિંતા હોય એના કરતાં વધારે ચિંતા હવે પછી મળનારી નિષ્ફળતાની હોય છે. જે ઊંચે ચડે છે તેનું પતન નિિત છે જ! તો પછી પહેલેથી જ નીચા રહેવું શું ખોટું? ખીણમાં રહેનારને પર્વતની ટોચ પરથી ગબડી પડવાના વિચાર જ ક્યાંથી આવે?

સફળતા કે નિષ્ફળતા મળે ત્યારે હૈયામાં વિચારોનો પ્રકંપ થાય છે. વધુપડતો લાગણીશીલ માણસ વધુ મૂંઝાય છે. આવી અવસ્થાને ઉજાગર કરતો મેં એક નિબંધ લખ્યો હતો. ર્શીષક હતું ‘હું કોણ?’ એક અતિ સફïળ વ્યક્તિ વધુપડતી સફળતાથી મૂંઝાય છે. જેમ વધુપડતા પ્રકાશમાં માણસની આંખો અંજાઈ જાય એમ! તે માને છે કે જીવનમાં સફળતા-નિષ્ફળતા જેવું કંઈ છે જ નહીં. તમારે જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચવા માટે એક સીડી છે. ક્યારેક તમે ચડો છો, પછી થોડા સમય પછી ઊતરો છો. ફરી પાછા ચડો છો, ફરી ઊતરો છો. તમારો મુકામ ત્યાંનો ત્યાં છે, ફક્ત તમે ચડ-ઊતર કર્યા કરો છો.

બીજી રીતે કહું તો સફળતા-નિષ્ફળતા સિક્કાની બે બાજુ જેવી છે. માણસ એ ઉછાïળે છે. ક્યારેક છાપ પડે છે, ક્યારેક કાંટો. કભી કિંગ, કભી સ્કેલ. વ્યક્તિ એની એ જ રહે છે, પડે છે માત્ર સિક્કો! વ્યક્તિએ તો ફક્ત ઉછાYયો છે, શું પડે છે તેના હાથની કે વશની વાત નથી. તો પછી શું કામ વ્યક્તિ સફïળતાથી ફુલાય છે કે નિષ્ફળતાથી ગભરાય છે? પણ મારી અવઢવ જુદી જ છે. મને લાગે છે કે હું કોઈ મહાભિનિષ્ક્રમણ કરી રહ્યો છું ત્યારે માર્ગમાં મને પ્રશ્ન ઊઠે છે કે હું કોણ છું? હું સિક્કો છું કે સિક્કો ઉછાળનાર છું?

કોણ છું હું? ‘અહં બ્રહ્માસ્મિ’ કહેવાની મારી હિંમત નથી કે ગજું પણ નથી. હું તો હજી માણસ બનવાના પ્રયત્નો કરી રહ્યો છું. એક ઘૂંટડે ઝેરનો આખો કુંભ ગટગટાવી શંકર નીલકંઠ બની ગયા. મેં તો ટીપે-ટીપે હજી ચાખ્યું છે તો ‘બ્રહ્મ’ બનવાની ગુંજાઈશ મારામાં ક્યાંથી હોય? હું પૂરો માણસ નથી, નથી પૂરો દેવ. તો કોણ છું હું?

હું જે દેખાઉં છું એ છું? હું જેવો છું એવો દેખાઉં છું? લોકો મને જે રીતે ઓળખે છે એવો ખરેખર છું? હું છું એવો દેખાતો નથી અને જેવો નથી એવો દેખાઉં છું? મારે જેવું દેખાવું જોઈએ એ રીતે હું દેખાતો નથી કે લોકોએ મને જે રીતે જોવો જોઈએ એ રીતે જોતા નથી? કે પછી...

મૈં ખયાલ હૂં કિસી ઔર કા, મુઝે સોચતા કોઈ ઔર હૈ
સરે-આઇના મેરા અક્સ હૈ, પસે-આઇના કોઈ ઔર હૈ

બસ, એ જ તો મથામણ છે. અરીસામાં કોણ છે? અરીસા પાછળ કોણ છે? બોલોને! હું કોણ છું? ક્યાંકથી ગેબી અવાજ પડઘાય છે કે તારી ભીતર ઝાંખ, તને સમજાઈ જશે કે તું કોણ છે. કેવી રીતે ઝાંખું? એ દિવ્ય ચક્ષુઓની તો મારી શોધ છે. જે છે એ.

દિવસે છે દૂબળા ને રાતે આંધળા
આંખડીના દીવા એવા પ્રગટ્યા છે પાંગળા

એટલે તો મને જ હું દેખાતો નથી. હું મને પોતાને જ જ્યાં ઓળખી શકતો નથી તો બીજા મને ઓïળખવાનો દાવો કઈ રીતે કરી શકે?

કેટલીક વ્યક્તિઓની ઉંમર વધવા સાથે વિચારો વૃદ્ધ થતા જાય છે તો કેટલાકના સમૃદ્ધ. તો કેટલાક અનુભવથી વૃદ્ધ અને સમૃદ્ધ બને છે. કેટલાક ન ઉંમરમાં કે ન અનુભવમાં, નથી વૃદ્ધ કે નથી સમૃદ્ધ હોતા, એવો ત્રિશંકુ હું છું? બોલોને હું કોણ છું? મને ખબર નથી હું કોણ છું, પણ એટલું જાણું છું કે હું કોઈ અકળ ભ્રાંતિમાં છું. નથી મને કોઈ ઉંમર વળગી, નથી અનુભવ. મને વળગ્યો છે વૈરાગ્ય! જાણે હું નિ:શેષ થઈ ગયો છું. ‘સંસાર અસાર છે’ એવું જ્યારે વર્ષો પહેલાં વાંચતો ત્યારે લખનાર પ્રત્યે મને ધિક્કાર છૂટતો. આજે અધિકારપૂર્વક મને સાચું લાગે છે.

આપણું કોઈ અસ્તિત્વ જ નથી. આપણે જીવતા નથી, બીજા આપણને જિવાડે છે. આપણે આપણા માટે જીવતા નથી, બીજાના માટે જીવવું પડે છે. આપણી ખુશી માટે બીજા ભોગ આપે છે. બીજાના દુ:ખ માટે આપણે બલિદાન આપીએ છીએ. બધું અરસપરસ છે. આપીને લઈએ છીએ, લઈને આપીએ છીએ. હિસાબ ચૂકતે કરવાની આ રમત છે. જેટલું જમા એટલું ઉધાર!

ને સાલું આ મન પણ કેવું અળવીતરું છે? એક નાનકડી પ્રશંસા કે સિદ્ધિ મળે ત્યારે ઘડીભર રાજમાર્ગ પર ઊભા હોઈએ એવું લાગે ને ક્ષણભર પછી આપણા ગામની માટીની સુગંધ - એ ધૂળિયા રસ્તા આપણી આંખ સામે તરવરવા લાગે! રાજમાર્ગ તુચ્છ ભાસવા માંડે જ્યારે સિંહાસન પર બેસવા ïમળે કે ઘડીભર છાતી પહોળી થઈ જાય ને પછી તરત નાનકડા ઘરનો ઓટલો યાદ આવવા માંડે - ગંદો, ગોબરો, તૂટેલી-ફૂટેલી લાદીવાïળો! પણ એ ઓટલા સામે આ સિંહાસનની કોઈ ઔકાત નથી દેખાતી. કોઈ જ્યારે પરંપરા મુજબ આપણાં ચાર શબ્દોમાં વખાણ કરે ત્યારે કાનને ગમી તો જાય, પણ એ જ સમયે આપણને સુધારવા માતાએ દીધેલી મીઠી ગાળો કે ભરેલા ચીંટિયા યાદ આવી જાય છે! કમાલ છેને! આપણે કોઈ વસ્તુ પૂરેપૂરી માણી જ નથી શકતા.

આ અને આવા વિચારો ક્ષુબ્ધ કરી રહ્યા છે. માંકડું મન આમતેમ ઊછળતું જ રહે છે. બધું જ હોવા છતાં ખાલીખમ હોવાની ભ્રાંતિ થાય છે. હજાર માણસોએ કરેલા ઉપકાર યાદ નથી આવતા, એકાદ માણસે કરેલી છેતરપિંડીનો ડંખ કાયમ રહી જાય છે. અનેક માણસોએ કરેલા પ્રેમને બદલે કોઈ એકાદ માણસે કરેલી નફરત આકરી થઈ પડે છે! આવું કેમ? કદાચ હું કોણ છું એ જાણી શક્યો હોત તો આનો જવાબ જરૂર મળી જાત.

હું કોણ છું એ જાણવા માટે હું કોણ નથી એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છું. બાળપણમાં બારાખડી ભણતા ત્યારે ‘ણ’ કોઈનો નહીં ભણતા. હું આ ‘ણ’ કોઈનો નથી છું? માણસની ઓળખાણ શું? તેનું શરીર, તેની આંખ, તેના કાન, તેનું નાક, તેનો ચહેરો? તેનું આધાર કાર્ડ? તેની ઊંચાઈ? તેની સફળતા? તેની સિદ્ધિ? તેનું સરનામું કે તેનું નામ? માણસ મરતાંની સાથે જ તેનું નામ પણ મરી જાય છે. ફલાણા ભાઈને ક્યારે લઈ જવાના છો એવું કહેવાને બદલે ‘લાશને ક્યારે કાઢી જવાના છો’ એવું સાંભળીએ ત્યારે આપણને નામની નિરર્થકતાનો અંદાજ આવે છે. નામ મરી જવાનું છે, શરીર ભસ્મ થઈ જવાનું છે; પણ શું કામ એ જાણવા પ્રયત્ન કરે છે કે તું કોણ?

અને છેલ્લે...

બૌદ્ધ કથા છે. મિલિંદ નામના જ્ઞાની રાજાને નાગસેન નામના પ્રસિદ્ધ તપસ્વી ચિંતકને મળવાની ઇચ્છા થઈ. તેણે સૈનિકોને બોલાવવા મોકલ્યા. નાગસેને આવવાની ના પાડી કે સૈનિકોએ ધમકી આપી, ‘આ રાજાનો હુકમ છે, નહીં માનો તો શિરચ્છેદ થશે.’

નાગસેને કહ્યું, ‘કાપી નાખો મારું માથું. મારે પણ જોવું છે કે માથા વગરનો હું કેવો લાગું છું?’

સૈનિકોને આ માણસ ગાંડો લાગ્યો. રાજા અહેવાલ સાંભળીને વધુ આતુર બન્યા. તે નાગસેનની ઝૂંપડી પાસે જાતે પહોંચ્યા. વિનયપૂર્વક પૂછuું, ‘આપ નાગસેન છો?’

નાગસેને કહ્યું, ‘હું નાગસેન નથી.’

રાજાએ કહ્યું, ‘બધાએ કહ્યું કે તમે નાગસેન છો.’

નાગસેને કહ્યું, ‘બધા જે કહે છે સાચું નથી હોતું ને જે સાચું હોય છે એ બધા કહેતા નથી.’
રાજા મૂંઝાયો. ફરી બોલ્યા, ‘પણ તમારાં આંખ, કાન, નાક, નકશો બધું જ તમારા વર્ણન પ્રમાણે જ છે.’

નાગસેને કહ્યું, ‘તમે રથમાં આવ્યા, બરાબર? શું ઘોડાઓ રથ છે? આ પૈડાં, રથનો માફો, રથની બેઠક, ઘાટ એ રથ છે? નાને? રથ તો આ બધાં થકી બન્યો છે. મારી આંખ, મારા કાન, પગ, માથું એ નાગસેન નથી. મારું શરીર પણ મારું નથી. એટલે હું નાગસેન નથી. નાગસેન શરીરથી નહીં, આત્માથી ઓળખાય છે. મારો આત્મા એ જ મારી ઓળખ.’
મિલિંદ રાજા તેની સામે ઝૂકી ગયા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK