નિરંતર અભ્યાસ - (લાઇફ કા ફન્ડા)

એક દિવસ હવા, નદી અને મોટા પવર્તોાની ચટ્ટાન વાતો કરી રહ્યાં હતાં.

(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

એક દિવસ હવા, નદી અને મોટા પવર્તોાની ચટ્ટાન વાતો કરી રહ્યાં હતાં. વાતો કરતાં-કરતાં વાત શક્તિ પર પહોંચી. મોટી ચટ્ટાને ખૂબ ગર્વથી કહ્યું, ‘હું સૌથી શક્તિશાળી છું. કોઈ મને કોઈ નુકસાન પહોંચાડી શકે એમ નથી.’

હવાએ કહ્યું, ‘સાચી વાત છે. તું સૌથી મજબૂત છે. તને નુકસાન પહોંચાડવું લગભગ અશક્ય છે.’

ચટ્ટાન ઘમંડથી હસી. નદી આ વાત સાથે સહમત નહોતી. એ ધીમેથી બોલી, ‘બેશક તું ખૂબ જ મજબૂત છે, પણ અન્યને કમજોર માનવાની ભૂલ ન કરવી. હું પણ કમજોર નથી.’

નદીની વાત સાંભળીને હવા અને ચટ્ટાન હસવા લાગ્યાં. હવા બોલી, ‘નદી, નાહક ખોટી વાત ન કર. કબૂલ કરી લે કે ચટ્ટાન સૌથી મજબૂત છે. જો કબૂલ ન કરવું હોય અને તારામાં શક્તિ હોય તો આ ચટ્ટાનને નુકસાન પહોંચાડીને બતાવ.’

નદી કંઈ બોલી નહીં. બસ પોતાના માર્ગે વહેવા લાગી. માર્ગમાં ચટ્ટાન આવતાં ઘણા વેગથી એના પરથી પસાર થઈ, પણ ચટ્ટાનને કંઈ ન થયું. નદી સતત વહેતી રહી. વરસાદ પડ્યો, નદીમાં પાણી વધ્યું. નદી સતત વહેતી રહી. શિયાળો આવ્યો. નદીનું પાણી થીજી ગયું. ચટ્ટાન એમ જ અડગ ઊભી હતી. ઉનાળો આવ્યો. નદીમાં નામમાત્ર પાણી રહ્યું. ચટ્ટાનને કોઈ નુકસાન થયું નહોતું. હવા અને ચટ્ટાન સુકાયેલી નદી પર હસી રહ્યાં હતાં. નદીએ એટલું જ કહ્યું, ‘હસવામાં ઉતાવળ ન કરો. થોડી ધીરજ રાખો. પછી હસજો.’

વળી વરસાદ આવ્યો. નદીમાં પાણી વધ્યું. નદી એકસરખા વેગથી વહેતી રહી. આમ ફરી બડી •તુઓ પસાર થઈ. ત્રણ વર્ષ પસાર થયાં. નદી વહેતી, થીજતી, સુકાતી. સતત વહેતા નદીના પાણીથી ચટ્ટાન હવે વચ્ચેથી ચિરાઈને બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી અને નદી ચટ્ટાનને ચીરીને આગળ પોતાના રસ્તે વહી રહી હતી. હવે હસવાનો વારો નદીનો હતો.

નદી હસતાં-હસતાં બોલી, ‘જો હવા, મેં તને કહ્યું હતું એ કરી બતાવ્યું. આ સૌથી મજબૂત ચટ્ટાન મારા પાણીના વેગથી આજે બે ભાગમાં ચિરાઈ ગઈ છે. જો આ કોઈ એક દિવસમાં કરેલા વારનું પરિણામ નથી. આ મારા જેને તમે એક કમજોર નદી માની હતી એના સતત, નિયમિતરૂપે વહેતા પાણીનું પરિણામ છે.’

અઘરામાં અઘરું લક્ષ્ય મેળવવા સતત લગાતાર અભ્યાસ જરૂરી છે અને કઠિન કાર્ય નિરંતર મહેનત અને પ્રયત્નોથી પૂરું કરી શકાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK