પ્રોત્સાહન જરૂરી - (લાઇફ કા ફન્ડા)

એક રિટાયર્ડ ટીચર.

(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

એક રિટાયર્ડ ટીચર. તેમની પૌત્રી યશ્વી દસમા ધોરણમાં આવી. બધા કહે, બહુ ભણજે, બરાબર ભણજે; પણ ખાટલે મોટી ખોડ કે યશ્વીને ભણવું જરાય ન ગમે. દાદી કહે કે નાની, ભણવાની કે ભણાવવાની વાત કોઈ કરે એટલે તે રોકડું જ પરખાવી દે કે ભણવાની વાત કરવાના હો તો મારી જોડે બોલતા જ નહીં.

મમ્મી-પપ્પા બધાને તેના ભણવાની અને દસમાના રિઝલ્ટની ચિંતા. જે વિષયમાં બધા પૂરા માર્ક લાવે એ ગણિત યશ્વીને જરાય ન ગમે. સ્કૂલમાં ભણવા જાય, ટ્યુશનમાં પણ જાય; પરંતુ બધું બીજા માટે. પોતે મનથી કોઈ દિવસ ભણવા બેસે નહીં. મમ્મી ચાર વાર કહે ત્યારે યશ્વી ચોપડા ખોલે. એ પણ થોડી વારમાં બંધ. આમ વર્ષ પસાર થઈ ગયું. પરીક્ષા આવી. યશ્વીએ પરીક્ષા આપી. રિઝલ્ટનો દિવસ આવ્યો. યશ્વીનું શું રિઝલ્ટ આવશે? ક્યાંક ગણિતમાં નાપાસ ન થઈ જાય એવો બધાના મનમાં ડર. રિઝલ્ટ આવ્યું અને યશ્વી ૭૧ ટકા માર્ક સાથે પાસ થઈ ગઈ. ગણિતમાં પણ ૫૦ માર્ક આવ્યા. બધા ખુશ અને દાદીમા તો એકદમ રાજી-રાજી થઈ ગયાં.

યશ્વીને પણ દાદીની જેમ ટીચર બનવું હતું. આજકાલ બધા ૯૦ ટકા આવે તો પણ રડે અને અહીં યશ્વીનાં દાદીએ હોટેલમાં શાનદાર પાર્ટી રાખી. બધાને નવાઈ લાગી. યશ્વીના પપ્પાએ કહ્યું, ‘મા, યશ્વીને ૭૧ ટકા જ આવ્યા છે. તે કઈ સ્કૂલમાં પહેલી નથી આવી કે તું આટલી મોટી પાર્ટી રાખે છે. આજકાલ લોકો ૯૦ ટકામાં પણ પાર્ટી નથી રાખતા. બધા હસશે.’

દાદીમાએ સાંભળી લીધું અને ફરીથી બધાને આમંત્રણના ફોન કરવામાં બિઝી થઈ ગયાં.

બીજા દિવસે તેઓ યશ્વી માટે નવો ડ્રેસ લઈ આવ્યાં. યશ્વીના પપ્પા ફરી બોલ્યા, ‘મા, આ પાર્ટી કરવાની જ મને જરૂર લાગતી નથી. તું બહારગામથી મહેમાન બોલાવે છે અને નવાં કપડાં લાવે છે, શું કામ?’

હવે દાદીમા બોલ્યાં, ‘ભાઈ, આપણને બધાને યશ્વી પાસ પણ થશે કે નહીં એની ચિંતા હતી અને તે છોકરીએ ભલે જેટલી મહેનત કરી એટલી, પણ ૭૧ ટકા માર્ક લાવીને. શું તને એનો આનંદ નથી. બધા ભલે ૯૦ ટકામાં દુ:ખી થતા, મારે દુ:ખી નથી થવું. કોઈ સાથે સરખામણી પણ નથી કરવી. મારી પૌત્રી તેની ક્ષમતા કરતાં સારા માર્ક લાવી છે. મારે એની ઉજવણી કરવી છે. મારે તેને આગળ ટીચર બનવા સુધી સાથ, વિશ્વાસ અને પ્રોત્સાહન આપવાં છે અને તેનો આત્મવિશ્વાસ વધારવો છે. બોલ, હવે તને કઈ વાંધો છે.’

યશ્વીના પપ્પા પણ પાર્ટીની તૈયારીમાં લાગી ગયા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK