કાનમાં કહો – (લાઇફ કા ફન્ડા)

ટીચરની સમજાવવાની અને ભણાવવાની રીત થોડી જુદી હતી. વર્ગમાં ત્રણ તોફાની વિદ્યાર્થીઓની ટોળકી હતી. આ ત્રણ જણ એકદમ ગરીબ ઘરમાંથી અને ચાલમાંથી આવતા હતા. તેમની ભાષા ખરાબ હતી


(લાઈફ કા ફન્ડા – હેતા ભૂષણ)
સ્કૂલમાં નવમા ધોરણનો વર્ગ હતો. વર્ગમાં નવા ટીચર આવ્યા. ટીચરની સમજાવવાની અને ભણાવવાની રીત થોડી જુદી હતી. વર્ગમાં ત્રણ તોફાની વિદ્યાર્થીઓની ટોળકી હતી. આ ત્રણ જણ એકદમ ગરીબ ઘરમાંથી અને ચાલમાંથી આવતા હતા. તેમની ભાષા ખરાબ હતી. તેઓ અપશબ્દો બોલતા, અન્ય વિદ્યાર્થીઓની મોંઘી સારી ચીજવસ્તુઓ બળજબરીથી લઈ લેતા, છોકરીઓને હેરાન કરતા અને ટીચરોને પણ પજવતા. મોટા ભાગે કોઈ તેમની જોડે બોલતું નહીં. નવા ટીચર આવ્યા. તેમને પણ આ ત્રણ જણે પજવવાની શરૂઆત કરી. રોજ કંઈક ને કંઈક તોફાન હોય જ.

ત્રણ-ચાર દિવસ ટીચરે આ જોયું, પણ કંઈ બોલ્યા નહીં. રોજ બીજા વિદ્યાર્થીઓ પણ તેમની વિરુદ્ધ કોઈ ને કોઈ ફરિયાદ કરતા છતાં ટીચર સાંભળી લેતા, પણ તે ત્રણ જણને કંઈ કહેતા નહીં. તોફાની ત્રિપુટીનાં તોફાનો વધતાં ગયાં. સજાનો તો જાણે ડર જ નહોતો. હવે તો ટીચરને બીજા વિદ્યાર્થીઓ કહેવા લાગ્યા કે તમે કેમ તેમની વિરુદ્ધ પ્રિન્સિપાલને ફરિયાદ નથી કરતા? ટીચર કંઈ ન બોલ્યા.

સાંજે ટીચર આ ત્રણ તોફાની છોકરાઓ જ્યાં રહેતા હતા એ ચાલમાં પહોંચી ગયા અને તેમનાં ઘર શોધી કાઢ્યાં. ટીચરે ત્રણે જણનાં માતા-પિતાને કહ્યું, ‘તમે ગરીબ પરિસ્થિતિમાં બાળકોને ભણાવો છો એ બહુ સારી વાત છે. તમારાં બાળકો આમ તો ભણે છે, પણ તેમના ગણિત અને વિજ્ઞાન વિષયો થોડા કાચા છે તો હવે હું રોજ તેમને સ્કૂલ છૂટuા પછી બે કલાક ભણાવીશ. એ માટે તમારી મંજૂરી જોઈએ છે. હા, કોઈ વધારાની ફી તમારે નહીં આપવી પડે.’

માતા-પિતા તો રાજી થઈ ગયાં.

બીજા દિવસથી સ્કૂલ છૂટી ગયા પછી ટીચરે એકલામાં આ ત્રણ બાળકોને બોલાવ્યાં અને કહ્યું, ‘તમારાં માતા-પિતા કાળી મજૂરી કરી પૈસા કમાઈને તમને ભણાવે છે. તેમને સ્કૂલમાં તમારા આવા વર્તનની ખબર પડે તો શું થશે? હું તેમને સ્કૂલમાં બોલાવીને પ્રિન્સિપાલને તમારી ફરિયાદ કરી શકું છું, પણ એમાં તમારું નુકસાન છે. આજે એકલામાં કાનમાં કહું છું કે માતા-પિતાની મહેનતનો અને તમારા ભવિષ્યનો ખ્યાલ કરો અને સુધરી જાઓ.’

આ ટકોરની અસર સજા કરતાં વધારે થઈ. તોફાનો સાવ બંધ થઈ ગયાં અને તેઓ ભણવામાં ધ્યાન આપવા લાગ્યા. મહિના પછી ટીચરે ત્રણ જણને ગોલ્ડન સ્ટાર આપીને શાબાશી આપી. હંમેશાં યાદ રાખો કે કોઈ પણ ભૂલ કે ખામીને શાંતિથી કાનમાં કહો, જાહેરમાં અપમાન ન કરો અને કોઈ પણ સારા કામનાં વખાણ જાહેરમાં કરો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK