ઝૂકીને ચાલવું - (લાઇફ કા ફન્ડા)

પર્વતારોહણ શીખવવાના વર્ગ હતા.

(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)


જુદાં-જુદાં ક્ષેત્રોમાંથી લોકો શોખ પૂરો કરવા પર્વતારોહણની તાલીમ લેવા આવ્યા હતા. એક અનુભવી પર્વતારોહક પર્વતારોહણ શીખવા ઇચ્છુક નવા-નવા વિદ્યાર્થીઓને પર્વતારોહણના પાયાના નિયમો શીખવી રહ્યા હતા. તેમણે એક સરસ વાત કરી કે જ્યારે કોઈ પણ નાની ટેકરી કે ઊંચો પર્વત ચડવો હોય એટલે કે ઊંચાઈ તરફ ઉપર જવું હોય ત્યારે શરીર આગળની તરફ ઝુકાવીને ચાલવું. જેટલું શરીર આગળ તરફ નમેલું હશે તમે સહેલાઈથી ઉપર ચડી શકશો અને જ્યારે ટેકરી કે પર્વત પરથી નીચે ઊતરવું હોય ત્યારે શરીર થોડું અક્કડ, ટટ્ટાર, ઝૂક્યા વિનાનું રાખવું તો સહેલાઈથી નીચે ઊતરી શકાશે. બીજા દિવસે તેમણે આ નિયમ પ્રમાણે બધાને નાનકડી ટેકરી ચડવાનું અને પછી ઊતરવાનું કહ્યું. ચડતી વખતે શરીર ઝૂકેલું રાખવું અને ઊતરતી વખતે અક્કડ. બધાએ એ પ્રમાણે કર્યું.

સાંજે વર્ગ પછી બધા વિદ્યાર્થીઓ કૉફી પીતાં-પીતાં વાતો કરી રહ્યા હતા. બધા પોતાના વિશેની માહિતીની આપ-લે કરી રહ્યા હતા. એમાંથી એક લાઇફ-કોચ તરીકે પ્રવચનો આપતા એક્સપર્ટ હતા. તેમણે પોતાની ઓળખાણ આપી. બધા તેમને મળીને રાજી થયા અને તરત ફરમાઇશ આવી કે તમે લાઇફ-કોચ છો તો અમારી સાથે છો એટલા દિવસમાં અમને પણ કંઈક શીખવજો.

લાઇફ-કોચ બોલ્યા, ‘આપણા જીવનને એકદમ સુંદર બનાવી શકે અને સાચી સમજ આપી શકે એવી વાત આજે જ આપણે શીખી છે.’

બધા વિચારવા લાગ્યા કે ‘આજે તો આપણે પર્વત પર ઊંચાઈ પર ચડવું હોય તો કેમ ચડવું અને કેમ ઊતરવું શીખ્યા છીએ. એમાં વળી જીવનને સુંદર અને સાચી સમજ આપતી વાત ક્યાં આવી?’

લાઇફ-કોચ બોલ્યા, ‘શાંતિથી વિચારો. આપણે શીખ્યા કે ઉપર તરફ ચડવું હોય તો શરીર ઝુકાવીને ચાલવું. હવે એને જીવનના પરિપેક્ષ્યમાં વિચારીએ તો જે વ્યક્તિ ઝૂકીને એટલે કે નમ્રતાપૂર્વક આગળ વધે છે તે જીવનમાં ઉપર જાય છે. વિવેક અને નમ્રતાથી પ્રગતિનાં શિખરો સર કરી શકાય છે અને અક્કડ ચાલીને પર્વત પરથી નીચે ઊતરવાનું હોય છે જે શીખવે છે કે જો તમે અભિમાની અને અક્કડ બનશો તો જીવનમાં તમે નીચે તરફ આવશો. અભિમાન અને ઘમંડ જીવનમાં અધોગતિનાં કારણો બને છે.’

લાઇફ-કોચ બોલ્યા, ‘આપણી લાઇફ ડગલે ને પગલે આપણને કંઈક શીખવે છે. માત્ર જાગૃત રહી આપણે એ શીખવાની જરૂર છે. જુઓ, અહીં પર્વતારોહણ શીખવા આવનારા આપણે સૌને જીવનમાં આગળ વધવાનો પણ નિયમ શીખવા મળી ગયો. ઝૂકીને ચાલો અને આગળ ઉપર વધતા રહો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK