ભક્તનું અભિમાન - (લાઇફ કા ફન્ડા)

કૃષ્ણાવતારમાં ભગવાન કૃષ્ણ દ્વારકામાં પોતાની રાણીઓ સાથે બેઠા હતા અને અલકમલકની વાતો કરતા હતા.



(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

વાતચીતમાં ગરુડજી અને સુદર્શનચક્ર પણ જોડાયા હતા. બધી રાણીઓ પોતે ભગવાનને કેટલો પ્રેમ કરે છે એની વાતો કરી રહી હતી. ગરુડજીને ખૂબ જ અભિમાન હતું પોતાની ગતિનું. ગરુડજીએ એક પછી એક પોતાની ગતિના અનેક કિસ્સા સંભળાવ્યા. કૃષ્ણ મરક-મરક હસતા આ કિસ્સો સાંભળી રહ્યા અને મનમાં વિચારી રહ્યા મારા ભક્તના મનમાં અભિમાન પ્રવેશ્યું લાગે છે. કંઈક કરવું પડશે.

હવે ગરુડજીની વાત સાંભળી સુદર્શનચક્રના મનમાં પણ પોતાનાં પરાક્રમો જણાવવાની તાલાવેલી જાગી. જેવા ગરુડજી વાત કરતાં અટક્યા, સુદર્શનચક્રે પોતાની બહાદુરી અને પ્રચંડ તાકાતની વાતો શરૂ કરી. પોતે એકલા હાથે પ્રભુને કેટલાં યુદ્ધ જિતાડ્યાં છે, શિશુપાલ જેવાને સજા આપી છે વગેરે વાતો સુદર્શનચક્રએ કરી. બધી રાણીઓ અહોભાવ સાથે બન્નેની વાતો સાંભળી રહી હતી. પ્રભુ વળી હસ્યા કે ચાલો આ ભક્તમાં પણ અભિમાને પગપેસારો કર્યો. હવે મારે આ બન્નેનું અભિમાન ઊતરે એવી લીલા કરવી પડશે.

ક્યારના ચૂપચાપ બધી વાતો સંભાળી રહેલા ભગવાન કૃષ્ણ બોલ્યા, આજે ભક્ત હનુમાનને મળવાની ઈચ્છા થઈ છે. ગરુડજી, તમે એક કામ કરોને આ પૃથ્વી પર હનુમાન જ્યાં મારા રામસ્વરૂપની ભક્તિ કરતા હોય તેમને ગોતીને અહી મળવા આવવાનો સંદેશ આપો. બસ, પ્રભુની આજ્ઞા થતાં જ ગરુડજી તો ઊડ્યા... પછી થોડી વાર રહીને ભગવાન કૃષ્ણે સુદર્શનચક્રને બોલાવી કહ્યું, જુઓ, મારે રાણીઓ સાથે વાતો કરવી છે, મારી પરવાનગી વિના મહેલમાં કોઈને પ્રવેશ ન આપતા. સુદર્શનચક્ર મહેલ જેટલું મોટું સ્વરૂપ લઈ મહેલનું રક્ષાકવચ બની ફરવા લાગ્યું.

પૃથ્વીનાં ચક્કર લગાવી ગરુડજીએ હનુમાનજીને શોધ્યા અને કૃષ્ણનો સંદેશો આપ્યો. અભિમાનવશ ગરુડજી હનુમાનજીની મહિમા ભૂલી ગયા અને વિચાર્યું, આ વૃદ્ધ વાનર કઈ રીતે ક્યારે દ્વારકા પહોંચશે. એથી ગરુડજીએ કહ્યું, મારી પીઠ પર બેસી જાઓ, હું તમને દ્વારકા પહોંચાડી દઉં. હનુમાનજીએ વિવેકથી ના પાડી. કહ્યું, તમે નીકળો, હું આવું છું. ગરુડજી દ્વારકા પહોંચ્યા તો જોયું હનુમાનજી તેમની પહેલાં મહેલમાં પ્રવેશ કરી રહ્યા હતા. અંદર જતાં કૃષ્ણએ પૂછ્યું, હનુમાનજી, આપ આવી ગયા. રસ્તામાં કોઈએ રોક્યા નહીં. હનુમાનજીએ મોઢું ખોલ્યું એમાંથી સુદર્શનચક્ર બહાર આવ્યું. ગરુડજી અને સુદર્શનચક્રનું અભિમાન એકસાથે ઊતરી ગયું. બન્ને હનુમાનજીના પગે પડ્યા અને પ્રભુ કૃષ્ણની ચરણવંદના કરી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK