બનો પાણી જેવા - (લાઇફ કા ફન્ડા)

હવે સ્પીકર બોલ્યા, ‘આજનો વિષય છે કે કોના જેવા બનશો? એનો જવાબ તમારા બધાના ટેબલ પર તમારી સામે છે.’

(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

એક મોટિવેશનલ સેમિનાર હતો. સ્પીકર બોલ્યા, ‘કોના જેવા બનશો?’

બધાએ મનમાં વિચાર્યું કે એક પછી એક મોટા મહાનુભાવોની વાત થશે, તેમના ફોટો બતાવવામાં આવશે અને તેમના ગુણો સમજાવવામાં આવશે. થોડી વાર થઈ. આવું કઈ શરૂ ન થયું, પણ દરેક રાઉન્ડ ટેબલ પર જેટલા જણ બેઠા હતા એટલી પાણીની બૉટલો આવી અને એટલા જ ખાલી ગ્લાસ. એટલા જ શરબતના રંગીન સિરપથી પા ભાગ ભરેલા ગ્લાસ મુકાયા.

હવે સ્પીકર બોલ્યા, ‘આજનો વિષય છે કે કોના જેવા બનશો? એનો જવાબ તમારા બધાના ટેબલ પર તમારી સામે છે.’

બધાની નજર ટેબલ પર મૂકેલી ફાઇલમાં ગઈ, પણ એમાં તો કંઈ જ નવું લખેલું નહોતું.

સ્પીકર ફરીથી બોલ્યા, ‘તમારે જેના જેવા બનવાનું છે એ તમારી સામે જ છે.’

થોડી વાર ચૂપ રહીને સ્પીકર બોલ્યા, ‘એ છે સાફ ચોખ્ખું જીવનોપયોગી પાણી. હા, તમારે બધાએ પાણીના ગુણો જાણી લઈને એના જેવા બનવાનું છે. ચાલો, શરૂ કરીએ આજની વાતો.’

‘જળ જીવન છે બરાબર, પણ જીવન જળ જેવું બનાવવું પણ ઉપયોગી છે. સૌથી પહેલાં તમે જુઓ કે આ પાણી તમારી સામે ચોખ્ખી પીવાલાયક બૉટલના આકારમાં સમાયેલું છે. હવે તમે બૉટલ ખોલો અને પાણીથી ખાલી ગ્લાસ અને શરબતના સિરપવાળો ગ્લાસ ભરી દો. શરબત હલાવી લો. પાણી રંગીન થઈ જશે અને સ્વાદ પણ માણવાલાયક.’ બધાએ સ્પીકરે કહ્યું એમ કર્યું.

હવે સ્પીકર બોલ્યા, ‘જેમ પાણી બૉટલમાં એના આકારમાં ગોઠવાયેલું હતું એમ તમે પણ તમને જે પરિસ્થિતિ મળી છે એમાં ગોઠવાયેલા રહો અને હા, જેમ બૉટલ ખોલીને પાણી તમે ખાલી ગ્લાસમાં નાખ્યું અને પાણી ગ્લાસના આકારમાં ગોઠવાઈ ગયું એમ તમે પણ પરિસ્થિતિ બદલાતાં જે સંજોગો હોય એનો સ્વીકાર કરીને ગોઠવાઈ જાઓ. જેમ તમે રંગીન શરબત સિરપમાં પાણી નાખ્યું અને એ માણવાલાયક શરબત બની ગયું એમ તમે કોઈ સારી તક મળે ત્યારે જાતને ભૂલી સતત મહેનત કરીને તમારું મૂલ્ય વધારો.’

બધાને રસ પડ્યો અને ઘણી સરસ વાતો જાણવા મળી. હવે સ્પીકરે પ્રોજેક્ટર પર બતાવ્યું કે પાણી કેવી રીતે પોતાનો આગળ વધવાનો રસ્તો કરે છે અને કેવી રીતે સતત વહેતું પાણી પથ્થરને પણ તોડી શકે છે. પછી તે બોલ્યા, ‘પાણી જેવા બનો. તમારો રસ્તો જાતે શોધો અને સતત મહેનત કરીને અઘરાં સોપાન સર કરો. કોઈ પણ આકારમાં ઢળી જાઓ. બધા સાથે ભળી જાઓ અને પાણીની જેમ અન્ય લોકો માટે પણ ઉપયોગી બનો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK