બે હૃદય વચ્ચેનું અંતર - (લાઇફ કા ફન્ડા)

એક દિવસ સંતશ્રીએ પોતાના શિષ્યોને પૂછ્યું, શિષ્યો, એક પ્રશ્ન છે કે બે વ્યક્તિના હૃદય વચ્ચે સૌથી વધારે અંતર ક્યારે હોય છે? અને સૌથી ઓછું અંતર કયારે હોય છે?

(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

બે વ્યક્તિના હૃદય વચ્ચે સૌથી વધારે અંતરની વાત કરતાં કોઈક શિષ્યે કહ્યું, બે વયક્તિ એકબીજાથી સાવ અજાણ હોય ત્યારે. બીજા શિષ્યે કહ્યું, બે વ્યક્તિ જુદાં-જુદાં સ્થળે હોય ત્યારે. કોઈ શિષ્ય બોલ્યો, જ્યારે તેમની વચ્ચે વાતચીતના સંબંધ ન હોય. કોઈ શિષ્ય બોલ્યો, જ્યારે બે વ્યક્તિ વચ્ચે  વેર કે દુશ્મનાવટ હોય ત્યારે તેમના હૃદય વચ્ચે સૌથી વધારે અંતર હોય છે!

ગુરુજી સ્મિત કરી બોલ્યા, ઠીક છે, પણ બે વ્યક્તિ એકબીજાને બરાબર જાણતી હોય, સાથે જ હોય, એકબીજા સાથે બોલતી પણ હોય તો તેમના હૃદય વચ્ચે સૌથી વધારે અંતર ક્યારે સર્જા‍ય? શિષ્યો મૂંઝાયા કે આવી પરિસ્થિતિમાં તો અંતર ક્યાં સર્જા‍ય? કોઈ કંઈ ન બોલ્યું એટલે સંતશ્રીએ કહ્યું, બને જણ એક જ સ્થળે સાથે હોય છતાં સૌથી વધારે અંતર જ્યારે બન્નેના હૃદયમાં એકબીજા પર ક્રોધ પ્રવેશે ત્યારે સર્જા‍ય. તમે જોજો, કોઈ પણ બે વ્યક્તિ પતિ-પત્ની, બે મિત્રો, પિતા-પુત્ર,સાસુ-વહુ એકબીજા સાથે સંબંધોથી જોડાયેલાં હોય, સાથે હોય, છતાં જ્યારે કોઈ ઝઘડો થાય... ગુસ્સો આવે... મનમાં ક્રોધ પ્રવેશે ત્યારે એકમેક સાથે એકદમ મોટા અવાજે ઝઘડતાં હોય છે, કારણ તેઓનાં તન તો પાસે એક જ જગ્યાએ છે, પણ હૃદયમાં ક્રોધ પ્રવેશતાં મનથી તેઓ એકમેકથી બહુ દૂર છે અને એટલે જ એકમેક સાથે મોટેથી બોલીને ઝઘડે છે, એકમેક પર આરોપ મૂકે છે.

શિષ્યો સમજી ગયા. હવે બે વ્યક્તિના હૃદય વચ્ચે સૌથી ઓછું અંતર ક્યારે હોય? જવાબમાં બધા બોલી ઊઠ્યા, જ્યારે મનમાં ગુસ્સો ન હોય ત્યારે.... સંતશ્રી વળી હસ્યા. બોલ્યા, બરાબર. જ્યારે મનમાં ગુસ્સો ન હોય, પણ એના સ્થાને સાચો પ્રેમ હોય તો પાસે બેઠેલી વ્યક્તિ જોડે ધીમા સાદે, મીઠી વાણીમાં આપણે વાત કરીએ છીએ... ક્યારેક તો ધીમે અવાજે માત્ર ગણગણીએ તો પણ સામેવાળું સમજી જાય છે અને ક્યારેક તો સાચા પ્રેમથી હૈયાં એવાં જોડાયેલાં હોય છે કે બોલવાની પણ જરૂર નથી પડતી અને મનની વાત પ્રિયજન શબ્દ વિના સમજી જાય છે. આ વર્તન જ સાબિત કરે છે કે ક્રોધ બે અંતરો વચ્ચે અંતર સર્જે છે - પ્રેમ અંતરો વચ્ચેનું અંતર દૂર કરે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy