એક કરોળિયાનું જાળ - (લાઇફ કા ફન્ડા)

એક દિવસ હજરત મોહમ્મદ પયગંબરને પકડવા દુશ્મન દેશના સિપાઈઓ તેમનો પીછો કરી રહ્યા હતા.

(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

હજરતસાહેબ અને તેમનો એક સાથી એમ બે જણ જ હતા અને સિપાઈઓથી બચવા ભાગી રહ્યા હતા. ભાગી-ભાગીને તેઓ થાક્યા હતા એટલે વિચાર્યું કે કોઈ સુરક્ષિત સ્થાન પર જઈને છુપાઈ જઈએ, નહીં તો પકડાઈ જઈશું. તેઓ સુરક્ષિત સ્થાન શોધી રહ્યા હતા. જંગલમાં એક ગુફા દેખાઈ. વિચાર્યું કે ગુફાની અંદર છુપાઈ જઈએ. હજરતસાહેબ અને તેમનો સાથી ગુફા પાસે પહોંચ્યા. ગુફાના પ્રવેશ પાસે જ કરોળિયાનું મોટું જાળું હતું. ગુફાની અંદર જવા માટે હજરતસાહેબના સાથીએ હાથમાંની લાકડીથી એ જાળું તોડવા લાકડી ઉઠાવી ત્યાં તો તરત જ હજરતસાહેબે તેના હાથમાંની લાકડી ખેંચી લીધી અને કહ્યું, ‘ભાઈ, જાળું ન તોડ. એ બિચારા કરોળિયાનું ઘર છે અને એ એણે કેટલીયે વાર નીચે પડીને પણ હિંમત હાર્યા વિના કેટલી મહેનત કરીને બનાવ્યું હશે. કોઈના ઘરને તોડવું ઉચિત નથી.’

સાથીને નવાઈ લાગી. તે બોલ્યો, ‘માફ કરજો સાહેબ, પણ અત્યારે તમારો જીવ જોખમમાં છે અને મારી ફરજ તમારો જીવ બચાવવાની છે. તમે આવી નાની-નાની વાતો વિચારો છો. માફ કરજો, પણ તમારી પાસે અત્યારે આવી વાતો પર વિચાર કરવાનો કોઈ જ સમય નથી.’

હજરત મોહમ્મદ બોલ્યા, ‘ભાઈ, આપણો જીવ બચાવવા બીજા જીવને દુ:ખ આપવું ઉચિત કાર્ય નથી. સમય કોઈ પણ હોય, આપણે મનનો દયાભાવ ખોવો ન જોઈએ. આ જ આપણી પરીક્ષાનો સમય છે. સંકટના સમયે જે પોતાનો વિવેક જાળવી રાખે છે અને પોતાના આદર્શો પર કાયમ રહે છે તે જ સાચો માનવ છે.’

સાથીને હજરતસાહેબની વાત સમજાઈ ગઈ. તેણે જાળું તોડ્યું નહીં અને ધીમેથી ગુફાની બાજુની ઝાડીઓમાં છુપાઈ ગયા. પીછો કરતા સિપાઈઓ પણ ત્યાં પહોંચી ગયા. તેમણે ગુફા જોઈ અને ગુફા પરનું જાળું પણ જોયું અને વિચાર્યું કે જો આ ગુફામાં તેઓ છુપાયા હોત તો આ જાળું તૂટેલું હોત

એટલે તેઓ અહીં ગુફામાં ગયા નથી, અચૂક આગળ નીકળી ગયા હોવા જોઈએ. આમ વિચારીને સિપાઈઓ આજુબાજુ તપાસ કર્યા વિના આગળ નીકળી ગયા.

પોતાના આચરણથી હજરતસાહેબે પોતાની અને સાથીના પ્રાણની રક્ષા કરી, કરોળિયાના ઘરને બચાવ્યું અને દાખલો બેસાડ્યો કે સંકટના સમયે જ આપણા આદર્શોની પરીક્ષા થાય છે. સંકટ સમયે જે આદર્શ જાળવી શકે તે સંકટમાંથી ઊગરે છે અને સાચો માનવ પણ સાબિત થાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK