વિદ્વત્તાની શોભા - (લાઇફ કા ફન્ડા)


એક દિવસ રાજા જ્ઞાનસેનના દરબારમાં આવો જ શાસ્ત્રાર્થ ચાલી રહ્યો હતો અને એમાં જ્ઞાની જયદેવ વિજયી થયા. દરબારમાં ઉપસ્થિત વિદ્વાનોએ જયદેવની સર્વોપરિતા સ્વીકારી. રાજાએ પણ કહ્યું, ‘આજ સુધી મેં અનેક વિદ્વાનોને સાંભળ્યા છે, પણ જયદેવ જેટલા જ્ઞાની કોઈ નથી.’

(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

રાજા જ્ઞાનસેન નામ પ્રમાણે જ્ઞાની હતા અને જ્ઞાનીઓના ચાહક પણ હતા. તેમના દરબારમાં હંમેશાં શાસ્ત્રાર્થ થતો અને જે આ શાસ્ત્રાર્થમાં વિજયી થતું તેને રાજા તરફથી ભરપૂર માન-સન્માન અને ધન મળતું. જ્ઞાનથી ભરેલી આવી બેઠકો કરી શ્રેષ્ઠ જ્ઞાની અને તેના જ્ઞાનને વધાવવામાં રાજાને આનંદ મળતો. તેઓ જાતે વંદન કરીને જ્ઞાનીનું માન વધારતા.

એક દિવસ રાજા જ્ઞાનસેનના દરબારમાં આવો જ શાસ્ત્રાર્થ ચાલી રહ્યો હતો અને એમાં જ્ઞાની જયદેવ વિજયી થયા. દરબારમાં ઉપસ્થિત વિદ્વાનોએ જયદેવની સર્વોપરિતા સ્વીકારી. રાજાએ પણ કહ્યું, ‘આજ સુધી મેં અનેક વિદ્વાનોને સાંભળ્યા છે, પણ જયદેવ જેટલા જ્ઞાની કોઈ નથી.’

રાજાએ ખૂબ ધન, નોકર-ચાકર, હાથી-ઘોડા જયદેવને ભેટમાં આપ્યાં. જયદેવને હાથી પર બેસાડી, ચામર ઢાળતા બે દાસ સાથે ઘરે વિદાય કર્યા અને કહ્યું, ‘તમે આજથી રાજદરબારની શોભા છો અને હવેથી તમારે રોજ આ હાથી પર જ દરબારમાં આવવું.’

જ્ઞાની જયદેવ તો આટલું માન-સન્માન મેળવીને ખુશખુશાલ થઈ ગયા. હાથી પર બિરાજમાન થઈને વિદ્વાન જયદેવ ઘરે આવ્યા. શાસ્ત્રાર્થમાં તેમના વિજયની વાત ઘર સુધી પહોંચી ગઈ હતી. ઘરે માતા-પિતા, પત્ની-બાળકો બધા પરિવારજનોએ તેમના સ્વાગતની તૈયારી કરી. જયદેવ હાથી પર બિરાજમાન થયા. સાથે-સાથે અભિમાનના ગજરાજ પર પણ બેસી ગયા. દરબારમાં પોતાની સર્વોપરિતા સાબિત થયા બાદ અને રાજાએ પણ વંદન કરીને આટલું માન આપ્યું એથી તેઓ સાતમા આસમાન પર હતા.

ઘરે પહોંચ્યા. હાથી પરથી તો નીચે ઊતર્યા, પણ અભિમાનના ગજ પરથી નહીં. રોજ માતા-પિતાને પ્રણામ કરનારા જયદેવે આજે માત્ર હાથ જોડીને નમસ્કાર કર્યા, ચરણસ્પર્શ ન કર્યા. માતાએ પિતાને સાક્ટાંગ દંડવત્ પ્રણામ કરવા ઇશારો કર્યો, પણ જયદેવે ઉપેક્ષા કરી. જ્ઞાની જયદેવનાં માતા-પિતા થોડા દુ:ખી થયાં, પણ મન માનવી લીધું. જયદેવનાં પત્ની શ્યામા પણ વિદુષી સન્નારી હતાં. પતિએ માતા-પિતાની ઉપેક્ષા કરી તે તેમના ધ્યાનમાં તરત આવ્યું. પતિને હાથ-પગ ધોવડાવવા પાણી લઈને તેઓ સ્વયં પતિ પાસે ગયાં અને હાથ ધોવડાવતાં ધીમેથી કહ્યું, ‘સ્વામી, તમારી સફળતાના મૂળને પ્રણામ કરવાનું તમે ભૂલ્યા છો. આ પિતાએ તમને નાનપણથી અભ્યાસ કરાવ્યો ત્યારે તમે આજે સર્વોપરી વિદ્વાન સાબિત થયા છો. માતાએ સતત તમારી સફળતા માટે પ્રાર્થના કરી છે. વિદ્વત્તાની શોભા વિનમþતા છે માટે ગવર્‍ના ગજરાજ પરથી હેઠા ઊતરો અને વિનમþતાથી માતા-પિતાનાં ચરણસ્પર્શ કરો.’

જ્ઞાની જયદેવ પત્નીની ટકોર અને પોતાની ભૂલ સમજી ગયા અને માતા-પિતાની ક્ષમા માગી.  

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK