લાઇફ કા ફન્ડા - હું બહેરો છું અને બહેરો રહીશ

આ અવાજો સાંભળીને હવે ઉત્સાહિત પર્વતારોહકોની હિંમત પણ તૂટવા લાગી. તેઓ હવે નીચે પડતા તો હતાશ થઈને પ્રયાસ છોડી દેતા.


લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ

એક દિવસ એક ઊંચા સીધા ચડાણવાળા પવર્‍ત પર પર્વતારોહણની સ્પર્ધા હતી. ઘણા પર્વતારોહકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને જોવાવાળાની પણ ઘણી ભીડ હતી. સ્પર્ધા શરૂ થઈ. ચડાણ ખરેખર અઘરું હતું. પર્વતારોહકોએ ચડવાનું શરૂ કર્યું. જોવાવાળા બધાના મનમાં શંકા હતી કે આ ચડાણ કોઈ પૂરું કરી શકશે કે નહીં.

નીચે ચારે બાજુ એ જ સંભળાતું હતું કે ‘અરે, આ તો બહુ કઠિન છે. આટલા સીધા પહાડ પર ચડવું બહુ અઘરું છે. લગભગ અત્યાર સુધી આ પહાડ કોઈ ચડી શક્યું નથી.’

જેમ બધા બોલી રહ્યા હતા એમ જ થતું હતું. સ્પર્ધા શરૂ થતાં જે-જે સ્પર્ધકો કોશિશ કરી રહ્યા હતા તેઓ થોડે સુધી પહોંચ્યા બાદ નીચે પડતા. ફરી કોશિશ કરતા, ફરી પડતા. થોડા જણે બે-ત્રણ વાર પ્રયત્ન કર્યા બાદ પ્રયાસ છોડી દીધા અને તેઓ પણ બોલવા લાગ્યા કે ઘણા પવર્‍તો ચડ્યા છીએ, પણ આ ચડાણ બહુ અઘરું છે.
ઘણા સ્પર્ધકો હજી પ્રયાસ કરી રહ્યા હતા. ત્રણ-ચાર વાર પડ્યા છતાં હિંમત હાર્યા વિના તેઓ નવી રીત અજમાવવાનો પ્રયત્ન કરતા હતા. એક બાજુ આ ઉત્સાહી પર્વતારોહકોના પ્રયત્નો ચાલુ હતા અને બીજી બાજુ ભીડમાંથી અવાજો આવી રહ્યા હતા કે ‘નહીં, આ શક્ય નથી. આ નહીં થઈ શકે, અસંભવ છે. કોઈ નહીં ચડી શકે. જોજો કોઈનો જીવ ન જાય... વગેરે વગેરે.’

આ અવાજો સાંભળીને હવે ઉત્સાહિત પર્વતારોહકોની હિંમત પણ તૂટવા લાગી. તેઓ હવે નીચે પડતા તો હતાશ થઈને પ્રયાસ છોડી દેતા.

પણ બધાના આર્ય વચ્ચે એક પર્વતારોહક હતો જે ઘણી વાર પડવા છતાં જોશ સાથે પહાડ પર ચડવાના પ્રયત્નમાં લાગેલો હતો. તે હિંમતથી ઉપર તરફ જ આગળ વધી રહ્યો હતો. ધીમે-ધીમે હિંમત હાર્યા વિના પડતા-આખડતા તે પવર્‍તની ટોચ સુધી પહોંચી ગયો અને તેની જીત થઈ. બધાને નવાઈ લાગી કે લગભગ અસંભવ લાગતી પ્રતિયોગિતા આ પર્વતારોહકે જીતી કઈ રીતે? બધા તેને ઘેરી વYયા અને પૂછવા લાગ્યા, ‘તને આ અસંભવ ચડાણ ચડવાની શક્તિ મળી ક્યાંથી? તું આ અઘરા લક્ષ્યને કઈ રીતે હાંસલ કરી શક્યો?
પેલા પર્વતારોહકે પોતાના કાન પર પહેરેલી ટોપી કાઢી, કાનમાંથી રૂનાં પૂમડાં કાઢ્યાં અને બોલ્યો, ‘હું દરેક નકારાત્મક બાબત માટે બહેરો હતો, બહેરો છું અને બહેરો રહીશ.’

આજુબાજુના લોકો અને સંજોગોની નકારાત્મકતા આપણને હરાવે છે માટે એ તરફ ધ્યાન ન આપો અને બહેરા બનો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK