લાઇફ કા ફન્ડા - ભેટ શું આપશો ?

અહંકારી વ્યક્તિએ દૂરના સગાના ઘરના આંગણામાં શોભતા છોડનું કૂંડું ઉપાડી લીધું અને ઘરમાં પ્રવેશી પોતાના દૂરના સગાને અભિવાદન કરી આપતાં સાવ બેશરમી સાથે કહ્યું, આ સુંદર છોડ તમારા ઘરની શોભા વધારવા લાવ્યો છું
લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ


એક વાર એક માણસ પોતાના દૂરના સગાના ઘરે સ્વાર્થભરી મજબૂરીથી મદદ માગવા ગયો. માણસ અહંકારી હતો. પોતાનો સ્વાર્થ હતો એટલે દૂરની સગાઈ ગોતી કાઢી કામ કઢાવવા આવ્યો હતો. સાવ ખાલી હાથે આવ્યો હતો, પણ પછી તેને વિચાર આવ્યો કે સાવ ખાલી હાથે ખોટો આવ્યો, કંઈક તો ભેટ આપવી પડશે જેથી કામ જલદી થઈ જાય. તેણે આજુબાજુ નજર દોડાવી. તેની નજર એક કૂંડા પર પડી.

અહંકારી વ્યક્તિએ દૂરના સગાના ઘરના આંગણામાં શોભતા છોડનું કૂંડું ઉપાડી લીધું અને ઘરમાં પ્રવેશી પોતાના દૂરના સગાને અભિવાદન કરી આપતાં સાવ બેશરમી સાથે કહ્યું, આ સુંદર છોડ તમારા ઘરની શોભા વધારવા લાવ્યો છું. પેલા ઘરમાલિકને તો તરત ખબર પડી જ ગઈ કે આ તો મારી જ વસ્તુ મને ભેટ આપે છે, કેવો નર્લિજ્જ માણસ છે.

શું આપણી જ વસ્તુ કોઈ આપણને ભેટ આપે તો શું આપણે ખુશ થઈએ?

જવાબ છે ના... ખરુંને.

પણ આપણે બધા જ આ નર્લિજ્જ વ્યક્તિ જેવા જ છીએ અને આપણે આવું વર્તન અન્ય કોઈ વ્યક્તિ સાથે નહીં પણ જેણે આપણને બનાવ્યા છે એ ભગવાન સાથે કરીએ છીએ. ભગવાનને ફૂલ, હાર, ફળ, પ્રસાદ, નારિયેળ, રૂપિયા, પૈસા, સોનું, ચાંદી ધરાવીએ છીએ. આ બધી વસ્તુઓ અને આપણને ખુદને ભગવાને બનાવ્યા છે તો એની જ બનાવેલી ચીજ એને જ ભેટ કરીએ છીએ અને મનમાં ભાવ રાખીએ છીએ કે હું ભગવાનને આ બધું ધરાવું છે એટલે હવે ભગવાન ખુશ થઈ જશે, પણ આ આપણી મૂર્ખતા છે. આ બધી વસ્તુઓ આપણને ભગવાનની જ આપેલી છે અને એની આપણને લાલચ અને મમત છે. ભગવાનને તો આ બધી વસ્તુઓની કોઈ જરૂરત જ નથી.

ભગવાનને કંઈક આપવું જ હોય તો આ બધી વસ્તુ નહીં પણ કંઈક તમારું પોતાનું આપો જે ભગવાને ન આપ્યું હોય. તમારા મન-હૃદયની શ્રદ્ધા અને સમર્પણ આપો. સાચા ભક્તિભાવથી પ્રભુને ભજો. નામસ્મરણ કરો. હું કરું - હું કરુંની અજ્ઞાનતાને વશ થઈ તમે પોતે જે ખોટા અહંકારને જન્મ આપ્યો છે એે તમારો પોતાનો છે. એને ભગવાનનાં ચરણોમાં મૂકી દો. આપણા મન-મગજના મારા સમાન કોઈ નથી એ ઘમંડને ભૂલીને જ્યારે આપણે ભગવાનને ભજીશું ત્યારે એ રાજી થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK