સેવા-ધર્મનું ફળ - (લાઇફ કા ફન્ડા)

એક દિવસ એક સાધુ સ્વામી વિવેકાનંદજી પાસે ગયા

(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

એક દિવસ એક સાધુ સ્વામી વિવેકાનંદજી પાસે ગયા અને સ્વામીજીને નમસ્કાર કરીને કહ્યું, ‘હું અહીં એક વિશેષ કામથી આવ્યો છું. મારે તમને મારા મનની મૂંઝવણ કહેવી છે.’

સ્વામી વિવેકાનંદજીએ કહ્યું, ‘હા, કહો શું વાત છે?’

મહાત્માએ કહ્યું, ‘સ્વામીજી, મેં બધું જ ત્યાગી દીધું છે... મોહમાયાના બંધનમાંથી પણ છૂટી ગયો છું. છતાં મારા મનને જોઈએ એવી શાંતિ નથી મળતી. મન ભટકતું રહે છે.’

સ્વામી વિવેકાનંદજીએ સાધુની વાત સાંભળી અને પછી પૂછ્યું, આપના કોઈ ગુરુ છે?’

સાધુએ કહ્યું, ‘હા, મને જે ગુરુ મળ્યા હતા તેમણે મને એક મંત્ર આપ્યો હતો અને કહ્યું હતું કે આ મંત્રનો જાપ કરીશ ત્યાર બાદ એક અનહદ નાદ સંભળાશે અને પછી તને અલૌકિક શાંતિનો અનુભવ થશે. મેં ગુરુએ આપેલા મંત્રના મન લગાવીને પૂરા જાપ કર્યા છતાં મને ન કોઈ અનહદ નાદ સંભળાયો, ન કોઈ શાંતિનો અનુભવ થયો. એથી હવે મારું મન બહુ મૂંઝાય છે અને મને મનની સાચી શાંતિ કઈ રીતે મળશે એ આપ જણાવો.’

આટલું બોલતાં તો સાધુની આંખો ભીની થઈ ગઈ. સ્વામી વિવેકાનંદજીએ પૂછ્યું, ‘શું તમે સાચે જ શાંતિ મેળવવા ઇચ્છો છો?’

સાધુએ કહ્યું, ‘હા સ્વામીજી, એટલે જ તો તમારી પાસે આવ્યો છું.’

સ્વામી વિવેકાનંદજીએ કહ્યું, ‘સરસ, તો ચાલો હું તમને તરત જ શાંતિનો અનુભવ થાય એવો સરળ ઉપાય જણાવું. શાંતિ મેળવવાનો સૌથી સહેલો પણ મહેનત માગી લે એવો રસ્તો છે સેવા-ધર્મનો. અન્યની સેવા કરવી. સેવા કરવાનું વ્રત લો. ઘરની બહાર નીકળો તો અન્યને સ્મિત આપીને તેને ખુશી આપો. ભૂખ્યાને અન્ïન અને પ્યાસાને પાણી આપો. આપ વિદ્યા જાણો છો તો અન્યને વિદ્યા આપો. શરીરથી સશક્ત છો તો અન્ય નર્બિળ-દુર્બળની રક્ષા કરો, તેમનો ભાર ઓછો કરો. બીમાર અને રોગીઓની સેવા કરો. તન-મન-ધનથી જેટલી બની શકે એટલી વધારે સેવા કરો. સેવા કરવાથી તન થાકે છે, મન પ્રફુલ્લિત થાય છે અને ધન લેખે લાગે છે. સેવા કરવાથી આપણું અંત:કરણ જેટલું જલદી નિર્મળ, શાંત અને શુદ્ધ થાય છે એટલું બીજા કોઈ કામથી નથી થતું. સેવા કરો... જેટલી થાય એટલી કરો. સેવા-ધર્મના ફળરૂપે શાંતિ જરૂર મળશે.’

સાધુ સેવા-ધર્મ અપનાવવાનો સંકલ્પ કરીને ગયા અને થોડા જ દિવસોમાં તેમને અન્ય લોકોની સેવા કરીને શાંતિનો અનુભવ થવા લાગ્યો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK