મૃત્યુ હોય તો આવું - (લાઇફ કા ફન્ડા)

જીવનભર ફાઇટરની જેમ જીવનાર એન્જિનિયર કિરીટભાઈ.

(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

ખૂબ જ ગરીબ માબાપ, ચાર ભાઈઓ અને ત્રણ બહેનોનો બહોળો પરિવાર. સૌથી મોટા ભાઈ કિરીટભાઈ જાતમહેનત કરી ભણ્યા, નોકરી કરી. જાતે સાચા અર્થમાં એક-એક ઝીણી-ઝીણી વસ્તુઓ ધીમે-ધીમે ભેગી કરી પોતાનો સંસાર વસાવ્યો. પ્રેમાળ પત્ની અને એકનો એક દીકરો. અને સાથે સતત મહેનત અને કરકસરનો સાથ.

જીવન આગળ વધ્યું. જાતમહેનત અને હોશિયારીથી ફૅક્ટરી કરી. પ્રગતિ કરી ભાડાના ઘરથી ફ્લૅટ અને ફ્લૅટથી બંગલા સુધીની સફર સફળતાથી પાર પાડી. ખુશહાલ જીવન હતું. દીકરો એન્જિનિયર થયો. લગ્ન કયાંર્‍. પુત્રવધૂ ઘરમાં ભળી ગઈ અને અચાનક કિરીટભાઈ એકદમ માંદા પડ્યા. બચવાની કોઈ આશા ન રહી, પણ ફાઇટર હતા. ફરી જીત્યા. મોતને હાથતાળી આપી પાછા આવ્યા. નાનકડા પૌત્રના વહાલા દાદુ બન્યા અને ખુશીથી રિટાયર લાઇફ જીવવા લાગ્યા. જીવનમાં કાળની થપાટો તો વાગતી રહેતી. એક પછી એક નાના ત્રણ ભાઈઓ મૃત્યુ પામ્યા. બે બહેનોનો સાથ પણ છૂટ્યો.

ઘણાં દુ:ખો આવ્યાં. ઘણી નાની-મોટી ખુશીઓની પળો આવી. નાનો બંગલો દીકરાએ મોટો બનાવ્યો. જીવનના દરેક તડકાછાંયડા જોયા. હસતાં-હસતાં બધું સહન કર્યું. પત્ની હંમેશાં અડીખમ સાથે રહ્યા. ૭૫મો જન્મદિન શાનથી ઊજવ્યો. થોડા વખત બાદ તબિયત બગડી આમ શરીરમાં કોઈ રોગ નહીં, પણ શરીર ઘસાતું ગયું. પહેલાં ખોરાક ઓછો કર્યો. ધીમે- ધીમે સાવ બંધ કરી દીધો. માત્ર લિક્વિડ જ લેતા. ધીમે-ધીમે બે ચમચી જૂસ. પછી માત્ર પાણી અને પછી તો એ પણ બંધ કરી દીધું. મગજ સચેત હતું. માંદા હતા છતાં દીકરા અને તેના દોસ્તો જીદ કરી ગાડીમાં આંટો મારવા લઈ ગયા. તો કહે મારાં સ્લિપર આપો. મારાં ચશ્માં આપો. ટી-શર્ટ પહેરી ગાડીમાં બેઠા. દીકરા-વહુ અને તેના મિત્રોએ તેમને તેમનું જૂનું ભાડાનું ઘર, જૂનો ફ્લૅટ, ઑફિસ, ફૅક્ટરી બધે આંટો મરાવ્યો. એક ચમચી આઇસક્રીમ ખાધો બસ અને જાણે આખા જીવનને ફરી એક વાર ફરી ઘરે આવ્યા. થોડા દિવસ થયા. પાણી પણ પીવાનું છોડી દીધું હતું, પણ મગજ હજી પણ સચેત હતું. જીવનની છેલ્લી પળોમાં સાળીએ પૂછuું, કંઈ કહેવું છે? તેમણે ના પાડી. પત્ની સતત વિષ્ણુ સહસ્ત્ર નામ બોલતાં અને ગાયત્રી મંત્ર અખંડ તેમની રૂમમાં વાગતો હતો. પ્રેમાળ દીકરાએ કહ્યું, પપ્પા હૅપી છોને? ત્યારે હા હૅપી, કહી જીવ છોડી દીધો. મૃત્યુ હોય તો આવું. ન કોઈ ઇચ્છા. ન પાણી, ન ખોરાક, ન કોઈ તકલીફ, ન કોઈ રોગ. છેલ્લો શબ્દ હૅપી બોલી. જીવન સંપૂર્ણ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK