એ શક્ય નથી - (લાઇફ કા ફન્ડા)

એક દિવસ મહાન ચિંતક સૉક્રેટિસ દરિયાકિનારે સાંજે સહેલ માટે નીકળ્યા.

(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

ટહેલતાં-ટહેલતાં તેઓ મનમાં વિચારી રહ્યા હતા કે મેં ઘણું વાંચ્યું, ઘણું

વિચાર્યું, ઘણું શીખ્યું અને ઘણું વિચાર્યું. હજી ઘણું-ઘણું શીખવાનું બાકી છે. હવે મારે રોજનું વાંચન વધારવું પડશે. સૉક્રેટિસ આમ દુનિયાભરનું જ્ઞાન મેળવવાનું વિચારતાં-વિચારતાં ચાલી રહ્યા હતા.

ત્યાં એક છોકરો પોતાના હાથના નાના પ્યાલામાં દરિયામાંથી પાણી ભરતો હતો. પછી ગ્લાસ સામે અને દરિયા સામે જોઈ રડતો હતો. ફરી ગ્લાસનું પાણી ઢોળી નાખી ફરી ભરતો. થોડી વાર પછી તે બે હાથમાં બે ગ્લાસ પકડી એમાં દરિયાનું પાણી ભરવા લાગ્યો. બે આખા ભરેલા ગ્લાસ હાથમાં પકડી તે રડવા લાગ્યો. સૉક્રેટિસને છોકરાની આ રમતમાં રસ પડ્યો, પણ તે રડતો કેમ હતો એ સમજાયું નહીં.

સૉક્રેટિસ નાના છોકરા પાસે ગયા અને તેને પૂછ્યું, ‘બેટા, તું કેમ રડે છે?’

નાના છોકરાએ કહ્યું, ‘મારે દરિયાનું પાણી ભરવું છે.’

સૉક્રેટિસે કહ્યું, ‘જો તારા બન્ને ગ્લાસ ભરેલા તો છે. દરિયાનું પાણી તેં ભર્યું તો ખરું.’

નાનો બાળક મોટેથી રડતાં બોલ્યો, ‘મારે આખા દરિયાના પાણીને આ ગ્લાસમાં ભરવું છે. બે ગ્લાસ લાવ્યો તો પણ બધું પાણી ભરાતું નથી.’

નાના બાળકની વાત સાંભળી સૉક્રેટિસ બોલવા જતા હતા કે આખો દરિયો ગ્લાસમાં ભરવો શક્ય નથી, પણ સન્ન થઈ ગયા અને અટકી ગયા. તેમના મનમાં વિચારનાં વમળ ઊઠuાં અને પછી અચાનક કોઈક વિચાર આવતાં સૉક્રેટિસ રડવા લાગ્યા.

હવે પેલા બાળકને સમજાયું નહીં કે તેઓ શું કામ રડે છે. તેણે પોતાના નાના હાથ વડે તેમનો હાથ પકડી પૂછ્યું, ‘તમે કેમ રડવા લાગ્યા? શું તમારે પણ તમારા ગ્લાસમાં આખો દરિયો ભરવો છે?’

સૉક્રેટિસે નાના બાળકને ઊંચકી લેતાં એટલું જ કહ્યું, ‘મારા નાનકડા ગુરુ, તેં આજે મારી આંખો ખોલી નાખી...’

પછી સૉક્રેટિસ વિચારવા લાગ્યા કે આખો દરિયો એક કે બે ગ્લાસમાં ભરવો શક્ય નથી એ નાનો બાળક નથી સમજતો, પણ હું જાતને મોટો ચિંતક સમજનાર પણ ક્યાં સમજી શક્યો છું કે આ દુનિયામાં તો જ્ઞાનનો અખૂટ ભંડાર છે અને હું મારી નાનકડી બુદ્ધિ અને નાનકડા મગજમાં બધું જ જ્ઞાન ભરી લેવાની અશક્ય વાતો વિચારું છું અને વળી પાછો હું બધું જ જ્ઞાન મેળવી લઈશ એવા ખોટા અભિમાનમાં રાચું છું. હું એટલો અજ્ઞાની છું કે સમજતો નથી કે બધું જ જ્ઞાન મેળવવું શક્ય નથી. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK