ઘંટી બનો - (લાઇફ કા ફન્ડા)

આર્ટ ઑફ લાઇફ લિવિંગના એક સેમિનારમાં આજનો વિષય હતો ‘જીવનમાં આગળ કઈ રીતે વધતા રહેવું?’

(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)


આર્ટ ઑફ લાઇફ લિવિંગના એક સેમિનારમાં આજનો વિષય હતો ‘જીવનમાં આગળ કઈ રીતે વધતા રહેવું?’ સેમિનાર શરૂ થયો. પાછળ પ્રોજેક્ટરના પડદા પર જૂના જમાનાની અનાજ દળવાની એક ઘંટીનું મોટું ચિત્ર હતું અને એનું બંધારણ અને વિવિધ ભાગો દર્શાવેલાં હતાં. સ્ટેજ પર પણ એક ઘંટી મૂકવામાં આવી હતી.

સેમિનારમાં ભાગ લેનારા શ્રોતાઓ આવવા લાગ્યા. સ્ટેજ પર ઘંટી અને પ્રોજેક્ટર પર એનું બંધારણ સમજાવવામાં આવ્યું હતું એ જોઈને બધાને નવાઈ લાગી કે ‘આ ઘંટીનો આપણા આર્ટ ઑફ લાઇફ લિવિંગ સાથે શું સંબંધ? આપણા જીવનમાં હવે આનો કોઈ ઉપયોગ નથી. કેટલી બધી સગવડ વધી ગઈ છે.’

બધા જુદા-જુદા વિચારો કરતા હતા.

સ્ટેજ પર આજના વિષય ‘જીવનમાં આગળ કઈ રીતે વધતા રહેવું?’ પર બોલવા સ્પીકર તરીકે એક અનુભવી પ્રોફેસર આવ્યા. તેમણે સ્પીચની શરૂઆત કરતાં કહ્યું, ‘જો જીવનમાં આગળ વધવું હોય તો આ ઘંટીનું બંધારણ સમજો અને એના જેવા બનો.’

પછી ઘંટીના બંધારણને વિગતવાર સમજાવતાં તે બોલ્યા, ‘જુઓ, અનાજ દળવાની ઘંટીનો નીચેનો પથ્થર એકદમ સ્થિર હોય છે અને ઉપરનો પથ્થર હાથ સાથે જોડાયેલો ફરતો હોય છે. જો બન્ને પથ્થર સ્થિર હોત તો પણ અનાજ દળાત નહીં અને બન્ને પથ્થર ફરતા હોત તો પણ અનાજનો લોટ બનત નહીં અને ઘંટી સાવ નકામી થઈ જાત. હવે તમને પ્રશ્ન થશે કે આ ઘંટીનો અને આપણો શો સંબંધ? તો શ્રોતાજનો, જીવનમાં સફળ થવા, આગળ વધવા કે પછી આનંદમય જીવન જીવવા આપણે પોતે આ ઘંટી સમાન બનવાનું છે. અડગ મન અને આત્મવિશ્વાસનો પથ્થર એકદમ સ્થિર રાખવાનો છે. આ પાયાની જરૂરિયાત છે. જો જીવનઘંટીનો નીચલો પથ્થર સ્થિર અને મજબૂત હશે અને ઉપર કર્મનો, મહેનતનો પથ્થર સતત ફરતો રહેશે તો જીવન સતત સુંદર થતું રહેશે. ગમે એવી કઠિન અને વિપરીત પરિસ્થિતિમાં વિચલિત થયા વિના અડગ મન સાથે આત્મવિશ્વાસ અને હિંમત જાળવી રાખીશું અને સતત થાક્યા વિના, હાર્યા વિના મહેનત કરતા રહીશું તો અડગ મન અને આત્મવિશ્વાસના સ્થિર પથ્થર અને સતત મહેનતના ફરતા પથ્થર વચ્ચે આપણાં બધાં સંકટો, બધી ચિંતા, ફિકર, મુશ્કેલીઓનો ભાંગીને ભુક્કો થઈ જશે અને જીવન જીતી જવાશે. તેથી આજથી યાદ રાખજો કે જીવનમાં આગળ વધવા ઘંટી બનો.’

શ્રોતાજનોએ તાળીઓ સાથે પ્રોફેસરની વાત વધાવી. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK