તું તો આવીશ જ - (લાઇફ કા ફન્ડા)

બે બાળપણના મિત્રો હતા.



(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)


સોહન અને મનીષ એકસાથે ભણ્યા સ્કૂલથી કૉલેજ સુધી. પછી બન્ને જણે દેશસેવા માટે સેનામાં જવાનો નર્ણિય કર્યો અને સૈનિકની તાલીમ પણ સાથે જ લીધી અને સેનામાં ભરતી થયા. એકસાથે સરહદ પર એક જ પોસ્ટ પર તેમની ભરતી થઈ. દુશ્મન દેશે હુમલો કર્યો અને યુદ્ધ શરૂ થયું. તેમની પોસ્ટને દુશ્મનોએ ચારે બાજુથી ઘેરી લીધી. જીવસટોસટની બાજી ખેલાવા લાગી.

બન્ને દોસ્તો પણ પોતાના બીજા સૈનિક સાથીઓની સાથે મળીને દુશ્મનોનો સામનો કરી રહ્યા હતા. લડતાં-લડતાં મનીષ બહુ આગળ નીકળી ગયો અને દુશ્મનોની નજીક પહોંચી વાર કરવા લાગ્યો. લડતાં-લડતાં બે ગોળી મનીષને પગમાં અને ખભા પર વાગી. તે હિંમતથી લડતો રહ્યો. હજી ગોળીઓ વાગી. બહુ ઘાયલ થઈ ગયો. તેણે મદદ માટે પોકાર લગાવ્યો અને મદદનો પોકાર કરતાં-કરતાં પણ લડતો રહ્યો. આ યુદ્ધના મેદાનમાં સોહન પણ લડી રહ્યો હતો છતાં તેણે પોકાર સાંભળી લીધો. તે મનીષને શોધવા લાગ્યો. દૂર જોયું તો પોસ્ટથી ઘણે દૂર તે ઘાયલ થઈ પડ્યો હતો. સોહન મિત્રની પાસે જવા દોડ્યો. સોહનની ટુકડીના વડાએ આ જોયું. તેણે સોહનને અટકાવ્યો કે હવે મનીષમાં જાન બાકી નથી. તેણે તેનું કામ કરી લીધું છે. હું તેનું નામ વીરચક્ર માટે આપીશ. પણ તું ત્યાં હમણાં નહીં જા, તારો જીવ પણ જોખમમાં પડશે. પણ દોસ્તી કંઈક જુદું જ કહેતી હતી.

આ વાત થતી હતી ત્યાં સોહનના કાનમાં ફરી મનીષનો પોકાર ગુંજ્યો. પોતાના વડાની વાત ન સાંભળી તે પોતાના મનની વાત સાંભળી મિત્ર મનીષ પાસે દોડી ગયો અને એકલે હાથે લડતાં, દુશ્મનની બે ગોળીથી ઘાયલ થવા છતાં મનીષને ખભા પર ઊંચકી પોસ્ટ પર લઈ આવ્યો. બે ટીપાં પાણી પાયું. મનીષ હસ્યો અને એટલું બોલ્યો, દોસ્ત, મને ખબર હતી કે તું તો આવીશ જ. અને માથું ઢાળી દીધું. વડાએ કહ્યું, જોયું? મેં તને કહ્યું હતુંને કે નહીં બચે છતાં તું ગયો અને તું પણ ગંભીરરૂપે ઘાયલ થયોને? વડાની વાત ન માનો તો આવું જ થાય. સોહન કંઈ ન બોલ્યો. ખોળામાં મનીષનું માથું લઈ તેમના પ્રિય દોસ્તીના ગીતની બે લીટી ગણગણી. તેના કાનમાં મિત્રના છેલ્લા શબ્દો હતા કે મને ખબર હતી કે તું તો આવીશ જ. દોસ્તીના વિશ્વાસની જીત થઈ હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK