લાઇફ કા ફન્ડા - કર્મજ્ઞાન

એક દિવસ કર્ણે ભગવાન શ્રીકૃષ્ણને ફરિયાદ કરતાં કહ્યું, ‘હે શ્રીકૃષ્ણ, મારા મનમાં ફરિયાદો છે. તમે એનું નિરાકરણ કરો.’


કર્મજ્ઞાન - હેતા ભૂષણ


એક દિવસ કર્ણે ભગવાન શ્રીકૃષ્ણને ફરિયાદ કરતાં કહ્યું, ‘હે શ્રીકૃષ્ણ, મારા મનમાં ફરિયાદો છે. તમે એનું નિરાકરણ કરો.’

શ્રીકૃષ્ણે કહ્યું, ‘સારું, મને તારી ફરિયાદો કહે. નિરાકરણ કરવાનો મારાથી બનતો પ્રયત્ન કરીશ.’

કર્ણે ફરિયાદો શરૂ કરી, ‘હે વાસુદેવ, મારી માતાએ જન્મ થતાં જ મારો ત્યાગ કર્યો, મને અવૈધ બાળકનું બિરુદ મYયું એમાં મારો શું વાંક હતો? ગુરુ દ્રોણાચાર્યે મને સુતપુત્ર કહીને વિદ્યા આપવાની ના પડી એમાં શું મારો દોષ હતો? દ્રૌપદી સ્વયંવરમાં ભરી સભામાં દ્રૌપદીએ મને સુતપુત્રને નહીં પરણું કહીને મારું અપમાન કર્યું શું એમાં મારો વાંક હતો? દેવપુત્ર હોવા છતાં આટલાં અપમાન મારે સહન કરવાં પડ્યાં શું કામ? મારી શું ભૂલ?’

શ્રીકૃષ્ણ મંદ-મંદ હસ્યા અને પછી બોલ્યા, ‘સૂર્યપુત્ર કર્ણ, મારા તો જન્મ પહેલાં મારું મોત મારી રાહ જોતું હતું. જ્યારે મારો જન્મ થયો એ રાતે જ મારે મારાં માતા-પિતાથી જુદા થવું પડ્યું. ગોકુળ ગામમાં ઉછેર થયો. ગોવાળ બનીને ગાયો ચરાવી અને એમનાં છાણ પણ ઉપાડ્યાં. હું ઘૂંટણિયાં કરતો હતો ત્યારથી મારા પર રાક્ષસોના હુમલા શરૂ થયા. મારી પાસે ન સેના હતી, ન શિક્ષણ, ન ગુરુ, ન ગુરુકુળ, ન મહેલ. તો પણ કંસમામાએ મને શત્રુ માન્યો. છેક સોળ વર્ષે મને સાંદીપનિ ગુરુ મYયા અને શિક્ષણ શરૂ થયું. રણછોડનું બિરુદ મYયું. મથુરાથી ભાગીને છેક દ્વારકામાં વસવું પડ્યું. બોલ, આમાં મારી કઈ ભૂલ? પણ મેં ફરિયાદ નથી કરી.’

શ્રીકૃષ્ણ કર્ણની પાસે જઈ તેના ખભે હાથ રાખીને બોલ્યા, ‘ભાઈ, તું દેવપુત્ર અને હું તો પરમાત્માનો અવતાર છતાં જીવનમાં આટલી બધી મુશ્કેલીઓ. એક વાત સમજી લે. અહીં કોઈનું પણ જીવન મુશ્કેલીઓ વિનાનું હોતું નથી. બધાના જીવનમાં બધું જ બરાબર નથી હોતું. એ વાતથી કોઈ ફરક નથી પડતો કે કેટલી વાર આપણી સાથે અન્યાય થયો, કેટલી વાર આપણું અપમાન થયું અને કેટલી વાર આપણો હક છીનવી લેવામાં આવ્યો. ફરક એ વાતનો પડે છે કે આ બધા જ અન્યાય, અપમાનનો સામનો આપણે કઈ રીતે અને કેવાં કર્મોથી કરીએ છીએ. સારાં કર્મો કરતા રહેવાથી ધીમે-ધીમે મુશ્કેલીઓ દૂર થાય છે અને જે કંઈ આપણી સાથે થાય છે એ આપણાં જ કર્મોનું પરિણામ છે એ સમજી લઈએ. સાચું કર્મજ્ઞાન હોય તો જીવન મોજ જ મોજ છે. બાકી સમસ્યા તો બધાના જીવનમાં રોજેરોજ હોય જ છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK