ન દેખાતાં પાટિયાં - (લાઇફ કા ફન્ડા)

એક ગાડી રસ્તા પર એકદમ ધીમે-ધીમે ચાલી રહી હતી.

(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

રસ્તો ખાલી હતો છતાં એકદમ કાચબા ગતિએ આગળ વધી રહી હતી. પાછળની ગાડીવાળાઓ હૉર્ન પર હૉર્ન વગાડતા. ગુસ્સે થતા. ઓવરટેક કરી કંઈક ગુસ્સાથી બોલી આગળ વધી જતા. હવે એ કારની પાછળ એક ગાડી આવી. ગાડી બહેન ચલાવતાં હતાં અને તેમને મોડું થતું હોવાથી જલદી આગળ જવા માગતાં હતાં એટલે સતત ગાડીનું હૉર્ન વગાડી રહ્યાં હતાં, પણ આગળની કાર ધીમે- ધીમે જઈ રહી હતી. હવે પેલાં બહેન ગુસ્સે થવાની તૈયારીમાં જ હતાં. ત્યાં જ તેમની નજર કારની પાછળ ઝૂલતા પાટિયા પર ગઈ. પાટિયા પર લખ્યું હતું, ચાલક શારીરિક દિવ્યાંગ : જરા કાળજી લેવી. અને બહેનની નજર જેવી આ પાટિયા પર પડી તેમના ભાવ બદલાઈ ગયા. તેમનો ગુસ્સો ઓગળી ગયો. તેઓ શાંત થઈ ગયાં. પોતાની કારની ઝડપ ઓછી કરી અને આગળની કારનું ધ્યાન રાખી ધીમે-ધીમે કાર ચલાવવા લાગ્યાં. તેઓ એક ગેટ-ટુગેધરમાં જઈ રહ્યાં હતાં ત્યાં પહોંચવામાં મોડું થતું હતું, પણ હવે તેમને કોઈ વાંધો નહોતો.

બહેન મોડાં પહોંચ્યાં અને મોડાં પહોંચવાના કારણમાં આખી વાત બધાને કરી. વાત ચર્ચાનો વિષય બની. ત્યાં હાજર એક અનુભવી કાકા બોલ્યા, ‘બહેન, જો અન્યની જેમ તારી નજર પણ પેલા પાટિયાની સૂચના પર ન પડી હોત તો તું શાંત થાત?’

બહેને કબૂલ કર્યું, ‘ના, કદાચ હું ખરાબ વર્તાવ કરી બેસત.’

કાકાએ બધાને સવાલ પૂછ્યો, ‘મારો સવાલ બધાને છે કે કોઈ સાથે સારું વર્તન કરવા, ધીરજ રાખવા કે કોઈની કાળજી કરવા આપણને કોઈ સૂચના કે લટકતા પાટિયાની જરૂર શું કામ પડે છે? શું લોકો પોતની છાતી પર કે પીઠ પર પાટિયાં લટકાવી ફરે કે નોકરી છૂટી ગઈ છે, મને કૅન્સર છે, પ્રિયજનનું મૃત્યુ થયું છે, પ્રેમમાં દિલ તૂટ્યું છે, દેવાદાર થઈ ગયો છું, ઘરેલુ હિંસાનો ભોગ છું

વગેરે-વગેરે... તો જ આપણે તેમની દયા ખાઈશું? સારું વર્તન કરીશું? દરેક જણ પોતાના જીવનમાં પોતાની કોઈ ને કોઈ લડાઈ લડતો જ હોય છે. ભલે પાટિયાં ન લટકાવ્યાં હોય. એટલે આપણે બધા સાથે ધીરજ અને કાળજીથી વર્તન કરવું જોઈએ. સામેવાળાની પરિસ્થિતિ અને મન:સ્થિતિ સમજવી જરૂરી છે. ન દેખાતાં પાટિયાં પરની સૂચના પણ સમજી લઈ એ મુજબ સમજણપૂર્વક દયા અને પ્રેમભાવ રાખી બધા જોડે વર્તન કરવું જોઈએ.’

બધાએ કાકાની વાતને તાળીઓથી વધાવી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK