નાના નહીં, મોટા છો - (લાઇફ કા ફન્ડા)

એક વખત એક માણસના ખિસ્સામાં બે હજાર રૂપિયાની નોટ અને એક રૂપિયાના સિક્કાની મુલાકાત થઈ.

(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

રૂપિયાનો સિક્કો પહેલી વાર બે હજારની મોટી નોટ જોતો હતો. એ અહોભાવથી એની સામે જોતો રહ્યો. બે હજારની નોટ પોતાના મૂલ્યના અભિમાનમાં હતી અને કોઈ જોડે વાત પણ કરતી નહોતી.

રૂપિયાના સિક્કાને તેણે તુચ્છકારથી કહ્યું, ‘મારી સામે શું જુએ છે? ચલ દૂર હટ અહીંથી. મારું મૂલ્ય તારા કરતાં હજારગણું છે. મારે તારા જેવા ૧ રૂપિયા સાથે વાત નથી કરવી.’ એક રૂપિયાએ બે હજારની નોટને નમþતાથી કહ્યું, ‘તમારું મૂલ્ય આટલું મોટું છે. તમારી માગ વધારે હશે, તમે કેટલું ફર્યા હશો અને કેટલા બધાને ઉપયોગી થયા હશો નહીં?’

રૂપિયાના સિક્કાનો સવાલ સાંભળી બે હજારની નોટ અંદરથી ધþૂજી ઊઠી, કારણ કે એ અત્યાર સુધી માંડ બે કે ત્રણ જણને જ ઉપયોગમાં આવી હતી. પહેલાં એક ધનવાન ઉદ્યોગપતિની તિજોરીમાં બંધ હતી. ઘણો વખત ત્યાં બંધ રહી અને પછી ઉદ્યોગપતિએ લાંચ તરીકે ટૅક્સ-અધિકારીને આપી અને પછી ટૅક્સ-અધિકારીએ એને લૉકરમાં કેદ કરી દીધી. પછી અધિકારીએ ફ્લૅટ ખરીદ્યો ત્યારે એ બે હજારની નોટ બિલ્ડર પાસે પહોંચી અને બિલ્ડરે પોતાના માણસોને પગાર ચૂકવ્યો એમાં આ નોટ બહાર આવી અને આ માણસના ખિસ્સામાં પહોંચી હતી. બે હજારની નોટ મનમાં સમજી ગઈ કે મારી પાસે આ એક રૂપિયાના સિક્કાને કહેવા જેવી કોઈ વાત જ નથી, કારણ કે હું બહુ કોઈને ઉપયોગમાં આવી જ નથી. બે હજારની નોટે પોતાની તુમાખી ન છોડી અને પોતાના તોરમાં બોલી, ‘મારી વાત છોડને. પહેલાં તું કહે, તું માત્ર એક રૂપિયો... કેટલાને કામમાં આવ્યો છે?’

રૂપિયાએ તો કહ્યું, ‘હું તો રોજ ફરતો રહું છું એક ખિસ્સાથી બીજા ખિસ્સામાં... ક્યારેક નાના બાળકને ચૉકલેટ અપાવી. ક્યારેક ભિખારીને બે બિસ્કિટ. તો ક્યારેક મંદિરમાં પ્રભુ પાસે. આરતીની થાળીઓમાં. ક્યારેક નદીઓમાં. ક્યારેક અલ્લાહની ચાદરમાં. હું બહુ ખુશ છું. રોજ ફરતો રહું છું. હું ખુશ રહું છું અને જેને મળું છું, જેની પાસે જાઉં છું તેને પણ મજા કરાવું છું, ઉપયોગી થાઉં છું.’

ખિસ્સામાં રહેલા બધા પૈસા જુદી-જુદી રૂપિયાની નોટો અને પરચૂરણ તાળી પાડી ઊઠ્યાં.

આપણે કેટલા મોટા છીએ એ મહત્વનું નથી, તમે અન્યને કેટલા ઉપયોગમાં આવ્યા એ મહત્વનું છે. મોટા ઉપયોગમાં ન આવે તો નાના જ છે અને નાના અન્યને ઉપયોગમાં આવે તો નાના નહીં, મોટા છે. ઉપયોગી  બનો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy