તો શું થશે? - લાઇફ કા ફન્ડા

એક કૉલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી છોકરી સિયા. સામાન્ય દેખાવ. ભણવામાં હોશિયાર નહીં, પણ મહેનતુ ખૂબ જ.


(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

એક કૉલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી છોકરી સિયા. સામાન્ય દેખાવ. ભણવામાં હોશિયાર નહીં, પણ મહેનતુ ખૂબ જ. ઘણી મહેનત કરે અને પોતાની ખામીઓને પણ ઓળખે. આત્મવિશ્વાસની થોડી કમી. પોતાના મિત્રવતુર્‍ળમાં બીજા પોતાના કરતાં વધુ હોશિયાર છે; બધા પોતાના કરતાં ફાકડું અંગ્રેજી બોલી શકે છે; બધાને એક વાર વાંચવાથી યાદ રહી જાય છે, જ્યારે મારે ચાર વાર વાંચવું અને સમજવું પડે છે એવું તે માનતી. આ બધું જેમ-જેમ વધુ સમજતી ગઈ, જાણતી ગઈ એમ-એમ સિયામાં નકારાત્મક ગ્રંથિ, ડર વધતાં ગયાં.સિયાએ છેલ્લા વર્ષની પરીક્ષામાં ખૂબ મહેનત કરીને સારા માર્ક્સ લાવવાનું નક્કી કર્યું હતું. સામે પ્રશ્ન હતો આગળ શું કરવું? સગાંવહાલાં, મિત્રો, સંબંધીઓ બધાં પૂછતા કે ‘હવે ગ્રૅજ્યુએશન પછી શું કરીશ?’

સિયાને આ પ્રશ્ન સતાવવા લાગ્યો કે હવે પોતે આગળ શું કરશે? તેના મનમાં ઘણા ડર હતા. સૌથી મોટો ડર હતો ઇન્ટરવ્યુનો. હવે તો કોઈ પ્રોફેશનલ કોર્સમાં ઍડ્મિશન માટે પણ ઇન્ટરવ્યુ આપવો પડે કે કોઈ નાની-મોટી નોકરી માટે પણ ઇન્ટરવ્યુ તો પાર કરવો જ પડે. સિયાને ઇન્ટરવ્યુના નામથી જ ડર લાગતો કે શું પૂછશે? કેવા જવાબ આપવા? મારાથી ખોટું બોલાશે તો?

પરીક્ષા પૂરી થઈ, રિઝલ્ટ પણ સારું આવ્યું. હવે સિયાને વધુ ચિંતા થવા લાગી. આગળ શું કરવું? કોઈ નવો ર્કોસ કે નોકરી? તે બધાથી દૂર ભાગવા લાગી. તેની દીદી તેને ઓળખતી હતી. એક દિવસ સાંજના દીદીએ કહ્યું, ‘સિયા, તારા જીજાજીએ વાત કરી છે. આવતી કાલે ત્યાં તારે ઇન્ટરવ્યુ આપવા જવાનું છે.’

હજી સિયા કંઈક બહાનું કાઢે એ પહેલાં જ દીદીએ કહ્યું, ‘કોઈ બહાનું નહીં કાઢતી. હું સમજી ગઈ છું કે તારા મનમાં ઇન્ટરવ્યુનો ડર હજી પણ છે, પણ આ ડરનો તારે સામનો કરવો જ પડશે. તું કોઈ પણ વસ્તુથી ડર નહીં. જો ડર ભગાવવાનો સૌથી સારો રસ્તો એ છે કે સૌથી પહેલાં મનને તૈયાર કરી લો કે ખરાબમાં ખરાબ પરિણામ શું આવશે? બસ, એક વાર મન ખરાબ પરિણામ માટે તૈયાર થઈ જશે પછી ડર ઓછો થઈ જશે અને ખરાબ પરિણામ સ્વીકારી લેવાની તૈયારી હશે તો ડર ગાયબ થઈ જશે. તને ઇન્ટરવ્યુ આપતાં ડર લાગે છે. ખરાબમાં ખરાબ શું થશે? તું પહેલા બે-ચાર ઇન્ટરવ્યુમાં ફેલ થઈશ. એથી વધારે ખરાબ તો કંઈ નહીં થાય, પણ તારે હિંમતથી ઇન્ટરવ્યુ આપવો તો પડશે જ. તો જ તું આગળ વધી શકીશ.’

દીદીની વાતની સિયા પર અસર થઈ

અને તે બીજા દિવસે સવારે ઇન્ટરવ્યુ આપવા ગઈ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK